- સુક્ષમ તત્વોની ઝેરી અસર સુક્ષમ તત્વોની ખામીની જેમ જ તેનાં ચિન્હો પરથી ઓળખી શકાય. છોડનાં વિવિધ ભાગો જેવા કે, મૂળ, થડ, પર્ણો, ફૂલ વગેરે પર સુક્ષમ તત્વોની ઝેરી અસરનાં ચિન્હો જોવા મળે છે.
- પર્ણો પીળા પડવા, પર્ણદંડમાં સડો પડવો, પર્ણો ખરી પડવા વગેરે સુક્ષમ તત્વોની ઝેરી અસરનાં ઝડપી નજરે ચડે તેવા ચિન્હો છે. સુક્ષમ તત્વ પ્રમાણે આ ઝેરી અસરની લાક્ષાણિકતા બદલાતી રહે છે.
- સુક્ષમ તત્વોમાં ઝેરી અસર માટે સૌથી વધુ વગોવાયેલ તત્વ બોરોન છે.
- કપાસમાં ઝેરી અસરની માત્રા સૌથી વધુ (પર થી ૧૬ર મીલી ગ્રામ/૧૦૦ ગ્રામ સૂકો જથ્થો) છે. આમ, કપાસનો પાક બોરોનની ઝેરી અસર સામે સૌથી વધુ પ્રતિકારક ગણાય છે.
પોષક તત્વોની ઉણપ સહેલાઈથી વર્તાય તેવા દર્શક પાકો
કેટલાક પાકો અમુક તત્વોની ઉણપની અસર ઝડપથી બનાવતા હોય છે. પોષકતત્વોની અછત પ્રત્યેની સહન ક્ષમતા જુદા જુદા પાક અને તેની જાત ઉપર આધાર રાખે છે. ગેોણ તથા સુક્ષમ તત્વની ઉણપ સહેલાઈથી વર્તાય તેવા દર્શક પાકો કોઠા નં. પ મા છે.
પોષક તત્વોની ઉણપ સહેલાઈથી વર્તાય તેવા દર્શક પાકો તત્વ દર્શક પાકો
નાઈટ્રોજન : ઘઉં, જુવાર, બાજરી
ફોસ્ફરસ : મકાઈ, જુવાર, ચણા
પોટાશ : મકાઈ, ધઉં, સોયાબીન
ગંધક : તેલબિયા પાકો, વાલ, મકાઈ
કેલ્શીયમ : કોબી ફલાવર, કોબી
મેગ્નેશીયમ : બટાટા
જસત : જુવાર, ઘઉં, ડાંગર, મકાઈ,કપાસ, સોયાબીન, ડુંગળી, લીંબુ, સંતરા, ગ્રેપફૂટ
લોહ : જુવાર, કોબી, ફલાવર, ટમેટા, લીંબુ અને બાગાયતી પાકો
મેગેનીંઝ : મકાઈ, ઘઉં, ડાંગર, સોયાબીન, મૂળા, વાલ, વટાણા, ડુંગળી, ગાજર, શેરડી, સુગરબીટ, લીંબુ, દ્રાક્ષ
તાંબુ : મકાઈ, ઓટ, ઘઉં, જવ, કોબીજ, ફલાવર, કાકડી, તૂરીયા, ડુંગળી, ટામેટા, બીટરૂટ, તમાકુ, લીંબુ, સંતરા, ગ્રેપફૂટ
બોરોન : રજકો, સુગરબીટ, કોબી, ફલાવર, બટાટા, લીંબુ, દ્રાક્ષ
મોલીબ્ડેનમ : ચોળા, કોબીજ, કોબીફલાવર, કાકડી, રજકો, બરસીમ, સુગરબીટ, લીંબુ
જમીનમાં પોષક તત્વોની ક્રાંતિક માત્રા
જમીનમાં મુખ્ય પોષક તત્વોની ઉણપ જમીન ચકાસણી ધ્વારા જાણી શકાય છે. પ્રયોગો ધ્વારા પાકનું મહત્તમ ઉત્પાદન મેળવવા માટે દરેક પોષક તત્વોની ક્રાંતિક માત્રા નકકી કરવામાં આવે છે. ( કોઠા નં. ૬ )
- જમીનમાં પોષક તત્વોની ક્રાંતિક માત્રા પોષક તત્વ ક્રાંતિક માત્રા લભ્ય નાઈટ્રોજન કિ.ગ્રા./હે = રપ૦
- જમીનમાં જે તે પોષક તત્વ જણાવેલ ક્રાંતિક માત્રાથી ઓછા પ્રમાણમાં હોય તો પાકના વિકાસ માટે અપુરતા છે અને તેની પુર્તી જરૂરી છે.
પાકને ગંધકની પુર્તી અને ખામી દુર કરવા શું કાળજી રાખવી જોઈએ ?
નાઈટ્રોજન, ફોસ્ફરસ અને પોટાસ પછી ચોથો મુખ્ય ઘટક સલ્ફર છે. પાકને તંદુરસ્ત રાખી ઉત્પાદનમાં વઘારો કરે છે. ઈયળ તથા કીટકોને પાકમાં આવતા રોકે છે. સારા પાકમાં છંટકાવ થઈ શકે છે.પાછલા પ૦ વર્ષોમાં ગંધકયુકત નાઈટ્રોજન તથા સીંગલ સુપર ફોસ્ફેટનો ઉપયોગ ૧૦૦ ટકા થી ઘટીને આશરે ૧૪ ટકા જેટલો થઈ ગયેલ છે. ભારત સરકાર ધ્વારા ડીએપી, યુરીયાને આપવામાં આવતી સબસીડીથી પ્રોત્સાહિત થઈને ખેડૂતો ધ્વારા આ ખાતરોનો ઉપયોગ વધવાથી મોટા ભાગની જમીનો અને પાકોમાં ગંધકની ઉણપ વધી રહેલ છે. ગંધકની પુર્તી કરવા અથવા ખામી દુર કરવા છાણીયા ખાતર, કમ્પોસ્ટ, એરંડી અને લીંબોળીઓ, ખોળ વિગેરેનો ઉપયોગ કરવો જોઈએ તથા નાઈટ્રોજન, ફોસ્ફરસ અને પોટાશયુકત ખાતરો કે જે ગંધક ધરાવે છે તેનો વપરાશ કરવો જોઈએ
ગંધકની જરૂરિયાત વાળા પાકો :
(૧) સોયાબીન (ર) મગફળી (૩) રાયડો (૪) જીરૂ (પ) ધાણા (૬) ડુંગળી (૭) ઘઉં (૮) મકાઈ (૯) કપાસ (૧૦) શેરડી (૧૧) બટાટા (૧ર) મરચી (૧૩) ગુલાબ (૧૪) વટાણા (૧પ) કોબીજ (૧૬) આંબો (૧૭) આમળી (૧૮) ચીકુ (૧૯) લીંબુ (ર૦) દ્રાક્ષા (ર૧) નારંગી
ઉપયોગ :
(૧) ૧૦ લીટર પાણીમાં ર૦ મી.લી. પ્રવાહી સલ્ફર મિશ્ર કરી છોડ ભીંજાઈ જાય તે રીતે છંટકાવ કરવો.
(હોડ સ્પ્રેયર)
(ર) ૧૦ લીટર પાણીમાં પ૦ મી.લી. પ્રવાહી સલ્ફર મિશ્ર કરી પાવર સ્પ્રેયરથી છંટકાવ કરવો.
જમીનમાં લભ્ય ગંધકની માત્રા અને તેની પુર્તીનો પાક ધ્વારા ઉત્પાદનના પ્રતિભાવ પર અસર
જમીન સામાન્ય રીતે ગંધકની પૂતર્િની અસર તેલીબીયા પાકોમાં સેોથી વધું જણાય છે ત્યાર પછી કઠોળ વર્ગના પાકોમાં સારી અસર જોવા મળે છે. જમીનનું પૃથ્થકરણ કરાવ્યા પછી જ પાકમાં ગંધક આપવો જોઈએ. જમીનમાં સુલભ્ય ગંધકની માત્રા અને તેની પુર્તીનો પાકના ઉત્પાદન પર સારો એવો પ્રતિભાવ પડે છે.
જમીનના પૃથ્થકરણ રીપોર્ટ પરથી જાણી શકાય છે કે, જેમ સુલભ્ય ગંધકનું પ્રમાણ જમીનમાં વધું તેમ પાકના ઉત્પાદનના પ્રતિભાવના ટકામાં ઘટાડો જોવા મળે છે. જે કોઠા નં. ૮ માં દર્શાવેલ વિગત પરથી સમજી શકાય છે.
- જમીનમાં લભ્ય ગંધકની માત્રા અને તેની પુર્તીનો પાક ધ્વારા ઉત્પાદનના પ્રતિભાવ પર અસર
જમીનમાં સુલભ્ય ગંધક
મિ.ગ્રા. / કિ.ગ્રા. ગંધકની ફળદ્રુપતાનો વર્ગ ઉત્પાદનમાં વધારો ખાતર ધ્વારા ગંધકની પુર્તી
(કિ.ગ્રા. / હેકટર)
Share your comments