Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

Health & Lifestyle

મેદસ્વિતા, હૃદય રોગ, સ્કિન સંબંધી રોગોથી દૂર રાખે મેથી : આમ કરો ઉપયોગ

શિયાળાના આગમન સાથે જ બજારો લીલા શાકભાજીથી ઉભરાવા લાગે છે. આરોગ્ય પ્રત્યે જાગૃત લોકોને માટે પોષણક્ષમ પાંદડાવાળા શાકભાજી આકર્ષણનું કેન્દ્ર બનતા હોય છે. આ પૈકી એક છે મેથી કે જે પણ પાંદડાવાળી શાકભાજીનો જ ભાગ છે. મેથી ભોજનને સ્વાદિષ્ટ બનાવવા ઉપરાંત આરોગ્યલક્ષી ઉપચારોમાં ઉપયોગી બને છે.

KJ Staff
KJ Staff
Fenugreek
Fenugreek

શિયાળાના આગમન સાથે જ બજારો લીલા શાકભાજીથી ઉભરાવા લાગે છે. આરોગ્ય પ્રત્યે જાગૃત લોકોને માટે પોષણક્ષમ પાંદડાવાળા શાકભાજી આકર્ષણનું કેન્દ્ર બનતા હોય છે. આ પૈકી એક છે મેથી કે જે પણ પાંદડાવાળી શાકભાજીનો જ ભાગ છે. મેથી ભોજનને સ્વાદિષ્ટ બનાવવા ઉપરાંત આરોગ્યલક્ષી ઉપચારોમાં ઉપયોગી બને છે.

તો ચાલો મેથીનો દૈનિક આહારમાં ઉપયોગ કરવાથી શું લાભ થાય છે ? તેના વિશે જાણીએ.

પેટને લગતા રોગોમાં આપે રાહત

મેથી એ એક બહુ જ લાભદાયક શાકભાજી છે. વૃદ્ધાવસ્થા અને કૉલેસ્ટ્રૉલ સહિત અને બીમારીઓમાં મેથીના બીજનું સેવન લાભદાયક રહે છે. એટલું જ નહીં, પાચન શક્તિમાં સુધારો કરવા માટે મેથીના પાંદડા એટલે કે મેથીની ભાજીનું સેવન ખૂબ જ લાભદાયક છે, કારણ કે તેમાં ફાઇબર અને એંટી-ઑક્સિડંટના ગુણો વિશેષ પ્રમાણમાં રહેલા હોય છે. કબજિયાત અને પેટના દુ:ખાવાની સમસ્યા દૂર કરવા માટે મેથીના પાંદડાથી બનેલી ચા પીવી જોઇએ. આ માટે પાણીમાં પાંદડા નાંખી તેને ચાની માફક ઉકાળવી અને ત્યાર બાદ તેને પી લેવું જોઇએ. આમ કરવાથી આંતરડામાં સોજો અને પેટના અલ્સરમાં લાભ થાય છે. આ પ્રકારની ચા એસિડિટી થવા દેતી નથી.

ડાયાબિટીસ માટે લાભદાયક

મેથીના પાંદડા ડાયાબિટીસમાં ખૂબ જ લાભદાયક છે. તેનુ સેવન કરવાથી શરીરમાં ઇંસ્યુલીન વધે છે કે જેને લીધે ડાયાબિટીસના દર્દીને લાભ થાય છે.

હૃદય રોગ અને કૉલેસ્ટ્રૉલની સમસ્યામાંથી બચાવતી મેથી

જો આપ શરીરમાં રહેલા બૅડ કૉલેસ્ટ્રૉલને ખતમ કરવા માંગતા હોવ, તો મેથીના પાંદડાનું રોજ સેવન કરો. તેનાથી ગુડ કૉલેસ્ટ્રૉલ વધે છે અને બૅડ કૉલેસ્ટ્રૉલ ઘટે છે.

સ્તનપાન કરાવતી મહિલાઓ માટે લાભદાયક

અત્રે ઉલ્લેખનીય છે કે બાળકોના વિકાસ માટે માતાના દૂધથી સારું કોઈ આહાર નથી. કેટલીક માતાઓમાં પોતાના નવજાત શિશુ માટે યોગ્ય પ્રમાણમાં બ્રેસ્ટ મિલ્ક બની શકતુ નથી. આવા સંજોગોમાં આવી મહિલાઓ માટે સલાહ છે કે તેઓ મેથીનું ચોક્કસપણે સેવન કરે. તેના પાંદડા દરરોજ ખાવા.

પુરુષો માટે લાભદાયક

આ ઉપરાંત મેથીનું સેવન કરવાથી પુરુષોમાં ટેસ્ટોસ્ટેરોનનું પ્રમાણ વધે છે. મેથીમાં ફ્યૂરોસ્ટૅનૉલિક સૅપોનિન્સ હોય છે કે જે ટેસ્ટોસ્ટેરોન વધારવામાં અસરકારક છે.

સ્કિન સંબંધિત બીમારી અને જૂની ઉધરસને દૂર કરે છે

જે લોકોને જૂની ઉધરસ દૂર થતી ન હોય, તેમણે મેથીના પાંદડાથી બનેલી ચા દરરોજ પીવી જોઇએ. તેનાથી ઇનફ્લૅમેશન ઓછું થાય છે. એટલું જ નહીં, મેથી એક્ઝિમા સહિત ત્વચાને લગતી અનેક બીમારીને પણ દૂર કરવામાં મદદ કરે છે.

Share your comments

Subscribe Magazine

More on Health & Lifestyle

More