Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

Health & Lifestyle

Radish Health Benefits: કાળઝાળ ઉનાળામાં મૂળાનું સેવન કરવાથી મળશે આ 5 સ્વાસ્થ્ય લાભ

એમ તો મૂળા શિયાળાની શાકભાજી છે. તેનું સેવન મોટા પ્રમાણે શિયાળામાં કરવામાં આવે છે. પરંતુ શું તમને ખબર છે કે ઉનાળામાં પણ મૂળાના સેવન કરવાથી શરીરને કેટલાક ફાયદા મળે છે. એક શેધમાં આ વાત જાણવા મળી છે કે ઉનાળામાં મૂળાના સ્વાસ્થ્ય લાભ શિયાળા કરતાં વધું છે.

Amansinh Jadeja
Amansinh Jadeja
ઉનાળામાં મૂળાના સલાડથી મળશે સ્વાસ્થ્ય લાભ
ઉનાળામાં મૂળાના સલાડથી મળશે સ્વાસ્થ્ય લાભ

એમ તો મૂળા શિયાળાની શાકભાજી છે. તેનું સેવન મોટા પ્રમાણે શિયાળામાં કરવામાં આવે છે. પરંતુ શું તમને ખબર છે કે ઉનાળામાં પણ મૂળાના સેવન કરવાથી શરીરને કેટલાક ફાયદા મળે છે.  એક શેધમાં આ વાત જાણવા મળી છે કે ઉનાળામાં મૂળાના સ્વાસ્થ્ય લાભ શિયાળા કરતાં વધું છે. તેથી કરીને અત્યારે કૃષિ જાગરણમાં મૂળાનો સપ્તાહ ચાલી રહ્યું છે. જેથી કરીને કૃષિ જાગરણના ડાયરેક્ટર ઇન ચીફ એમસી ડોમનિકએ મૂળાના ફાયદાના કારણે તેની માંગમાં વધારાને જોતા આપણા દેશન ખેડૂતોને જણાવા માંગે છે કે મૂળાની ખેતી તેનો અઢળક ઉત્પાદન મેળવી શકે અને પોતાની આવક પણ બમણો કરી શકે. જેના માટે સામાન્ય લોકોને પણ ખબર હોવી જોઈએ કે મૂળાના સેવન કરવાથી અમને કેટલો ફાયદા મળી છે અને તે પણ ઉનાળામાં. આથી કરીને આજના આ આર્ટિલમાં અમે તમને જણાવીશું કે ફક્ત શિયાળા નહીં પરંતુ ઉનાળામાં પણ મૂળાના સેવન કરવાથી તમારા સ્વાસ્થ્યને કેટલો ફાયદો થઈ શકે છે.

શરીરમાં પાણીની અછત થાય છે દૂર

ઉનાળાના દિવસોમાં જ્યારે કાળઝાળ ગરમી પડે છે ત્યારે શરીરમાં પાણીની અછત થઈ જાય છે અને ડીહાઈડરેશનનું ખતરો વધી જાય છે. એટલે જો તમે ઉનાળામાં મૂળાનું સેવન કરશો તો તમારા શરીરમાં થતી પાણીની અછત પૂર્ણ થશે. અને મૂળા તમારા શરીરને હાઈડ્રેટ રાખશે.

મૂળામાં વિટામીન સી ભરપૂર માત્રામાં છે

કાળઝાળ ઉનાળા અને ગરમ પવન ફૂંકાવાના કારણે આપણા શરીરમાં વિટામીન સીની અછત થઈ જાય છે. જેથી કરીને ઉનાળામાં મૌસમ્બીનું સેવન લોકો વઘુ માત્રામાં કરે છે. પરંતુ જો તમે સલાડમાં મૂળાનું સેવન કરશો તો તમારા શરીરમાં વિટામીન સીની અછત મૌસમ્બી કરતા વધુ ઝડપતી પૂર્ણ થશે.

આ પણ વાંચો: સ્વાસ્થ્ય માટે ખૂબબ ફાયદાકારક છે મૂળા, આ પાંચ રોગ તરત જ થઈ જશે ઠીક

રેડ બલ્ડ સેલ્સ વધશે અને પાંચનતંત્રમાં થશે સુધારો

ઉનાળામાં મૂળા ખાવાથી પાચનક્રિયા વધે છે. તે એસિડિટી, ગેસ અને કબજિયાતની સમસ્યાને દૂર કરવામાં મદદરૂપ થાય છે.તમે તેને તમારા આહારમાં સલાડના રૂપમાં સામેલ કરી શકો છો. તેના સાથે જ મૂળા ખાવાથી રેડ બલ્ડ સેલ્સ વધે છે. ક્ષતિગ્રસ્ત કોષોનું સમારકામ કરવામાં આવે છે અને લોહીમાં ઓક્સિજનનો પુરવઠોને પણ પ્રોત્સાહન મળે છે.

ઉનાળામાં હાર્ટ રહેશે સ્વસ્થ

મૂળામાં એન્થોકયાનિન નામની ફ્લેવોનોઈડ સારી માત્રામાં હોય છે, જે હૃદયના સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક ગણાયે છે. તે હૃદયના સ્વાસ્થ્યના જોખમને ઘટાડી શકે છે.કોલેસ્ટ્રોલના સ્તરને નિયંત્રિત કરવામાં પણ તે ખૂબ જ ફાયદાકારક છે.

Share your comments

Subscribe Magazine

More on Health & Lifestyle

More