જાંબુ આખા ભારતમાં ઉગાડવામાં આવે છે. તેનું વિજ્ઞાનિક નામ સિઝેજિયમ કમિની છે. તે મિર્ટાસી પરિવારમાંથી આવે છે. જાંબુ લીલા રંગનું ઇંડાકાર આકારનું હોય છે અને પાકેલું હોય ત્યારે ગુલાબીથી ઘેરા લાલ (કાળા જેવા) થઈ જાએ છે. જાંબુનું ફળ કદમાં 1.5 સે.મી.થી 3.5 સે.મી.હોય છે. આ જાંબુડિયા રંગના ફળમાં મીઠા અને ખાટા સ્વાદનું મિશ્રણ હોય છે.
જ્યારે જામ્બુ ફળ ખાવ ત્યારે તે જીભ પર જાંબુડિયો રંગ છોડી દે છે. જાંબુમાં સાઇટ્રિક એસિડ, જાંબુસીન, ફિનોલ, ઓર્ગેનિક એસિડ્સ, ટ્રાઇટરપેનોઇડ્સ, ઓલીઅનોલિક એસિડ, ફ્લેવોનોઈડ્સ અને એલેજિક એસિડ, એન્થોસીયાન્સ અને ટેનીન હોય છે.જાંબુમાં મોટા પ્રમાણમાં પોષક તત્વો હોય છે.
જાંબુમાં આટલા પોષકતત્વ મળે છે
100 ગ્રામ જાંબુમાંથી એનર્જી 251 ગ્રામ કાર્બોહાઇડ્રેટ - 14 ગ્રામ, ડાયેટરી ફાઇબર - 0.6 ગ્રામ, ચરબી - 0.23 ગ્રામ; પ્રોટીન - 0.995 ગ્રામ, વિટામિન ઇ, થાઇમિન (બી 1) - (2%) 0.019 મિલિગ્રામ, રિબોફ્લેવિન- (બી 2) (1%) 0.009 મિલિગ્રામ, નિયાસિન (બી 3) - (2%) 0.245 મિલિગ્રામ, વિટામિન બી 6 - (3% ) 0.038 મિલિગ્રામ, વિટામિન સી- (14%) 11.85 મિલિગ્રામ, મિનરલ- કેલ્શિયમ- (1%) 11.65 મિલિગ્રામ, આયર્ન- (11%) 1.41 મિલિગ્રામ, મેગ્નેશિયમ- (10%) 35 મિલિગ્રામ, ફોસ્ફરસ- (2%) 15.6 મિલિગ્રામ, પોટેશિયમ- (1%) 55 મિલિગ્રામ, સોડિયમ- (2%) 26.2 મિલિગ્રામ, પાણી- 84.75 ગ્રામ વગેરે સહિતના પોષકતત્વ મળે છે.
ચીનમાં થાય છે વિચિત્ર ઉપયોગ
ચીનમાં ડાયાબિટીઝ અને પાચનની સમસ્યાઓ માટે જાંબુ વપરાય છે. ભારતીયોએ જાંબુને વિદેશમાં ફેલાવ્યા હતા. તેના બહોળા ઉપયોગને કારણે અને ભાવમાં વધારો થવા છતાં છેલ્લાં વર્ષોથી આ ફળની માંગ અનેકગણી વધી છે. જોકે આજથી 10 વર્ષ પહેલાં તે સાર્વત્રિક તરીકે માનવામાં આવતું નહોતું. આજે દરેક વ્યક્તિ ખાસ કરીને ડાયાબિટીસના દર્દીઓ જાંબુનું મહત્વ ખૂબ સારી રીતે જાણે છે.
ડાયાબીટીસ કંટ્રોલમાં રાખે
ડાયાબિટીસના દર્દીઓને જાંબુ મદદરૂપ થાય છે. ખાસ કરીને ટાઈપ 2 ડાયાબિટીસના દર્દીઓ જે અનિચ્છનીય જીવનશૈલી કસરતનો અભાવ અને સુગરયુક્ત ખોરાક લેતા હોય તેમના માટે જાંબુ ખૂબ જ લાભદાયક છે. જાંબુમાં ગ્લુકોઝની માત્રા ઓછી હોવાના કારણે તેનું ગ્લાયકેમિક ઇન્ડેક્સ ઓછું હોય છે. ગ્લાયકેમિક ઇન્ડેક્સ ખોરાક તમારા બ્લડ સુગરને કેવી અસર કરશે તેનું સૂચક છે.
ગ્લાયકેમિક ઇન્ડેક્સ ઓછું હોવાને કારણે જાંબુ ટાઈપ 2 ડાયાબિટીસવાળા લોકો માટે આરોગ્યપ્રદ છે. તમારા શરીરને જરૂરી પોષણ આપતી વખતે આ ફળ તમારા બ્લડ સુગરનું લેવલ જાળવે છે. જાંબુનો આ ફાયદો તેમાં રહેલા ઓલિયનોલિક એસિડને કારણે પણ છે. જે એન્ટિ ડાયાબિટીક ગુણધર્મો ધરાવે છે.
હૃદયરોગના રાહત આપે
જાંબુમાં ટ્રાઇટર્પેનોઇડ નામનું તત્વ હોય છે. જે આપણા શરીરમાં કોલેસ્ટરોલના અવરોધક તરીકે કાર્ય કરે છે. ટ્રાઇટરપેનોઇડ્સ આપણા શરીરમાં કોલેસ્ટરોલના સંચય અને ઉત્પાદનને અટકાવે છે અને ધીમું કરે છે. તે હૃદય રોગના દર્દીઓ માટે ફાયદાકારક છે. આ અવરોધ હૃદય રોગની જટિલતાનું જોખમ ઘટાડે છે અને તંદુરસ્ત વ્યક્તિને તેમના લોહીમાં ચરબી વધતા રોકે છે. આવી ચરબી પાછળથી એથરોસ્ક્લેરોસિસ, હાઈ બ્લડ પ્રેશર અને રક્તવાહિની સમસ્યાઓ તરફ દોરી શકે છે.
પાચન તંત્રને મજબૂત બનાવે
પાચન રોગો સામે જાંબુ શ્રેષ્ઠ ઉપાય હોઈ શકે છે. જાંબુ અલ્સર અને ઝાડા જેવી પાચક સમસ્યાઓ પર આશ્ચર્યજનક હકારાત્મક અસરો ધરાવે છે. તેના એન્ટીબેક્ટેરિયલ ગુણધર્મોને કારણે જાંબુ તમારી પાચક શક્તિને સંક્રમણથી બચાવવામાં મદદ કરે છે. ઝાડા અથવા એપેન્ડિસાઈટિસનું જોખમ ઘટાડે છે. શરીરમાં કબજિયાત અટકાવે છે. જ્યારે આપણે જાંબુ ખાઈએ છીએ ત્યારે મોઢામાં લાળનું ઉત્પાદન વધારે થાય છે. જેનાથી તે પેટમાં વધુ સુપાચ્ય બને છે. જો જાંબુ ખાતી વખતે કાળું મીઠું અને શેકેલા જીરું પાવડરનો ઉપયોગ કરવામાં આવે તો તે શરીરમાં ગેસ્ટ્રિક અને એસિડિક પદાર્થોને ઘટાડવામાં મદદ કરી શકે છે. દહીં સાથે જામુનો રસ પીવાથી પાચન સમસ્યાઓ પણ દૂર થાય છે.
હરસમાંથી લોહી વહેતુ અટકાવે
જાંબુનો રસ પાઈલ્સની સારવારમાં પણ અસરકારક સાબિત થાય છે. તે કડક નસની પણ સારવાર કરી શકે છે. જે ફાટી જવાની સંભાવના હોય છે. આમ જાંબુ એ પાઈલ્સની સારવાર માટેનો ઘરેલું ઉપાય બની ગયા છે.
ત્વચાને રોગોથી મુક્ત રાખે
જાંબુમાં વિટામિન સી નો સારો સ્રોત છે. વિટામિન સીની ત્વચા પર આશ્ચર્યજનક અસર હોવાનું જાણવા મળે છે. તે ત્વચાને ચમકદાર કરી શકે છે. તેના એન્ટીઓકિસડન્ટ ગુણધર્મો ફ્રી રેડિકલને દૂર કરવામાં મદદ કરે છે. ઉંમર વધતા અટકાવતા કોલેજેન નામના પ્રોટીન ઉત્પન્ન કરવામાં પણ મદદ કરે છે.
Share your comments