જો તમે પણ ઉનાળામાં તમારી જાતને સ્વસ્થ અને તણાવમુક્ત રાખવા માંગો છો તો તમારે ઉનાળામાં છાશનું સેવન કરવું જોઈએ. તેનાથી તમારા શરીરને ઘણા ફાયદા થશે...
આકરી ગરમી શરૂ થઈ ગઈ છે. આ કાળઝાળ ગરમીને scorching heat હરાવવા માટે છાશથી વધુ સારું બીજું કંઈ ન ગણી શકાય. ઉનાળામાં છાશ પીવાથી શરીરને ઘણા ફાયદા થાય છે, તેના સેવનથી તમે શરીરમાં એનર્જી મેળવી શકો છો, સાથે ઘણી બીમારીઓથી પણ છુટકારો મેળવી શકો છો, કારણ કે છાશમાં વિટામિન A, B, C, E અને K Vitamin A, B, C, E, K હોય છે.
ઘણા લોકો ઉનાળાની ઋતુ Summer Seasonમાં મીઠી છાશ પીવાનું પસંદ કરે છે, જ્યારે કેટલાક લોકો તેમના સ્વાદ અનુસાર મીઠું, ફુદીનો, જીરું પાવડર અને ચાટ મસાલો ઉમેરીને છાશ પીવાનું પસંદ કરે છે.
છાશમાં અલગ-અલગ વસ્તુઓ નાખીને પીવાથી અલગ-અલગ ફાયદા થાય છે. દરેક વ્યક્તિ પોતાના ઘરે છાશ બનાવે છે, કારણ કે તે ઘરે ખૂબ જ સરળતાથી તૈયાર થાય છે. છાશ બનાવવા માટે, એક વાસણમાં દહીં લો અને પછી તેમાં લગભગ 4 ગણું પાણી ઉમેરો અને તેને સારી રીતે વલોવી લો. આ રીતે તમારી છાશ તૈયાર છે. તમને જણાવી દઈએ કે આયુર્વેદમાં પણ છાશના ફાયદા જણાવવામાં આવ્યા છે. તે આપણા શરીર માટે કેવી રીતે ફાયદાકારક છે.
ગરમીમાં છાશ પીવાના ફાયદા Benefits Of Drinking Buttermilk In Summer
- ઉનાળામાં, રોક સોલ્ટ ભેળવીને છાશ પીવાથી શરીરની ચરબી ઓછી થાય છે. પરંતુ હાઈ બ્લડ પ્રેશર ધરાવતા લોકોએ છાશમાં ગિલોય પાવડર મિક્ષ કરીને સેવન કરવું જોઈએ.
- સવાર-સાંજ છાશ પીવાથી વ્યક્તિની યાદશક્તિ વધે છે.
- છાશમાં એક ચમચી સૂકું આદુ નાખીને પીવાથી હેડકીની સમસ્યાથી છુટકારો મેળવી શકાય છે.
- આ સિવાય જાયફળને છાશમાં ભેળવીને પીવાથી ઉલ્ટી કે ઉબકા જેવી સમસ્યાઓમાં ફાયદો થાય છે.
- તણાવ ઓછો કરવા માટે છાશનું સેવન પણ કરવું જોઈએ.
- મગજની ગરમીને નિયંત્રણમાં રાખવા માટે વ્યક્તિએ છાશનું સેવન કરવું જોઈએ.
- ત્વચાને કોમળ અને ચમકદાર બનાવવા માટે પણ છાશનું નિયમિત સેવન કરવું જોઈએ.
- છાશ પીવાથી પાચન ક્રિયામાં સુધારો થાય છે.
- ઉનાળામાં છાશ પાણીની ઉણપને દૂર કરે છે, કારણ કે છાશમાં 90 ટકા જેટલું પાણી જોવા મળે છે.
આ પણ વાંચો : હેલ્થ ટિપ્સ : સૂકી ખારેક ખાવાથી શરીર રહેશે નિરોગી
આ પણ વાંચો : Health & Lifestyle: ઔષધિય ગુણોથી ભરપૂર ફૂલ છે ‘તીતા ફૂલ’, જાણો તેના ફાયદા વિશે
Share your comments