વિશ્વભરમાં ચિંતાનો વિષય બનેલો મંકીપોક્સ હવે ભારતમાં પણ ચિંતાનું વિશે બની રહ્યો છે, કેમ કે તેના એક પછી એક કેસ હવે ભારતમાં પણ નોંધાઈ રહ્યા છે. કેરળથી તેના બીજા કેસ સામે આવ્યા પછી તેને લઈને હલચલ મચી જવા પામી છે. તેથી કરીને લોકોને સાવચેત રહેવાની સલાહ આપવામાં આવી છે અને આ રોગ નહીં ફેલાય તેના માટે એડવાઈઝરી પણ જાહેર કરી દેવામાં આવી છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (ડબ્લ્યુએચઓ) અનુસાર, વાયરસ શરીરના પ્રવાહી, ત્વચા પરના ઘા અથવા ચેપગ્રસ્ત વ્યક્તિઓના શ્વસન ટીપાં સાથે સીધા સંપર્ક દ્વારા ફેલાય છે. તે દૂષિત વસ્તુઓ, જેમ કે પથારી અથવા કપડાં અને ચેપગ્રસ્ત પ્રાણીઓના સંપર્ક આવવાથી પણ ફેલાય છે. તેથી આનાથી બચવા માટે કેટલીક મહત્વપૂર્ણ બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે.
તમારી જાતને આમ રાખો સુરક્ષિત
સેન્ટર્સ ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન (સીડીસી) અને ડબ્લ્યુએચઓ અનુસાર, જો વાયરસના સંપર્કમાં આવ્યાના 4 દિવસની અંદર રસી આપવામાં આવે છે, તો રોગના સંક્રમણની શક્યતાઓ ઘટી જાય છે અથવા તેના લક્ષણો ઓછા ગંભીર હોય છે. આવી સ્થિતિમાં, જો તમે મંકીપોક્સ વધતા જતા કેસો વચ્ચે તમારી સંભાળ રાખવા માંગતા હો, તો ચોક્કસપણે રસી લો અને તમારી જાતને સુરક્ષિત રાખો. નોંધ કરો કે જો તમે પહેલાથી જ mpoxમાંથી સાજા થઈ ગયા હો, તો તમારે રસી લેવાની જરૂર નથી.
સ્વચ્છતા જાળવી રાખો
તમારી જાતને મંકીપોક્સથી બચાવવાની સૌથી સરળ અને અસરકારક રીતોમાંથી એક છે નિયમિતપણે તમારા હાથ ધોવા. કોઈપણ રીતે વાયરસનો સંક્રમણ ટાળવા માટે, તમારા હાથને સાબુ અને પાણીથી વારંવાર ધોઈ લો, ખાસ કરીને જમતા પહેલા, બાથરૂમનો ઉપયોગ કર્યા પછી અથવા દૂષિત સપાટીને સ્પર્શ કર્યા પછી. જો સાબુ અને પાણી ઉપલબ્ધ ન હોય, તો તમે આલ્કોહોલ આધારિત હેન્ડ સેનિટાઈઝરનો પણ ઉપયોગ કરી શકો છો.
તમારી અંગત વસ્તુઓ શેર કરશો નહીં
મંકીપોક્સને ટાળવા માટે, તમારી અંગત વસ્તુઓ જેમ કે ટુવાલ, વાસણો વગેરે અન્ય લોકો સાથે શેર કરવો નહીં. ઉપરાંત, જો તમારી આસપાસ અથવા ઘરમાં કોઈ આ રોગથી પીડાતા હોચ, તો તેમની સાથે ખાવાના વાસણો, કપ, પથારી અથવા ટુવાલ જેવી વસ્તુઓ શેર કરવાનું ટાળો.
ભીડથી દૂર રહો
જો તમને મંકીપોક્સ થવાનું જોખમ હોય, તો જાહેર સ્થળો અને લોકો સાથે સંપર્ક ટાળો. ઉપરાંત, જો તમને જોખમ ન હોય તો પણ, અન્ય લોકોથી સાવચેત રહો અને ત્વચા-થી-ત્વચાના સંપર્કને ટાળો. જો તમને કોઈપણ વ્યક્તિમાં ફોલ્લીઓ, પિમ્પલ્સ, ફોલ્લા અથવા સ્કેબ (મંકીપોક્સના લક્ષણો) જેવા લક્ષણો પણ દેખાય છે, તેથી પોતાની જાતને દૂર રાખો.
Share your comments