Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

Health & Lifestyle

ફક્ત મહિલાઓ નથી પુરુષોના હોર્મોન્સમાં પણ થાય છે ફેરફાર, બગડી જશે ટેસ્ટોસ્ટેરોનનું સ્તર

ઘણીવાર જ્યારે પણ આપણે હોર્મોનલ અસંતુલન વિશે વાત કરીએ છીએ ત્યારે આપણા મગજમાં ફક્ત મહિલાઓ જ આવે છે, પરંતુ શું તમે જાણો છો કે પુરુષોના હોર્મોન્સમાં પણ ફેરફાર થઈ શકે છે. જી હાં...ટેસ્ટોસ્ટેરોનએ પુરુષોમાં પ્રજનન સ્વાસ્થ્ય માટે ખૂબ જ મહત્વપૂર્ણ હોર્મોન છે. ટે

Amansinh Jadeja
Amansinh Jadeja
ફોટો-સોશિયલ મીડિયા
ફોટો-સોશિયલ મીડિયા

ઘણીવાર જ્યારે પણ આપણે હોર્મોનલ અસંતુલન વિશે વાત કરીએ છીએ ત્યારે આપણા મગજમાં ફક્ત મહિલાઓ જ આવે છે, પરંતુ શું તમે જાણો છો કે પુરુષોના હોર્મોન્સમાં પણ ફેરફાર થઈ શકે છે. જી હાં...ટેસ્ટોસ્ટેરોનએ પુરુષોમાં પ્રજનન સ્વાસ્થ્ય માટે ખૂબ જ મહત્વપૂર્ણ હોર્મોન છે. ટેસ્ટોસ્ટેરોન એ મુખ્ય એન્ડ્રોજોન હોર્મોન છે, જે શુક્રાણું બનાવવા માટે જરૂરી છે. આ સિવાય, ટેસ્ટોસ્ટેરોન હોર્મોન સેક્સ અંગો, સ્નાયુ સમૂહ, લાલ રક્ત કોશિકાઓ, હાડાના ધનતા અને પ્રજનન કાર્યો માટે પણ મહત્વપૂર્ણ છે. તેથી, સારા સ્વાસ્થ્ય માટે પુરુષોમાં આ હોર્મોનનું સંતુલિત સ્તર જાળવવું મહત્વપૂર્ણ છે.

ઉંમર સાથે ઘટવા લાગે છે હોર્મોનનું સ્તર

એમ તો પુરુષોમાં ટેસ્ટોસ્ટેરોન હોર્મોનનું સ્તર ઉંમરના સાથે ઘટવા લાગે છે, ખાસ કરીને 40 વર્ષની ઉંમર પછી પરંતુ કેટલીવાર પુરુષોમાં તેનું સ્તર કેટલાક અન્ય કારણોસર પણ ઘટે છે. જેના કારણે તેમને કેટલીક સમસ્યાઓનો સામનો કરવો પડે છે. તો ચાલો જાણીએ કે ટેસ્ટોસ્ટેરોનની ઉણપને કારણે ક્યા લક્ષણો જોવા મળે છે.

ટેસ્ટોસ્ટેરોનની ઉણપને કારણે પુરુષોમાં ઓછી સેક્સ ડ્રાઇવ, ગરમ ફ્લેશ,ઇરેક્ટાઇલ ડિસફંક્શન,શુક્રાણુઓની ઓછી સંખ્યા,વંધ્યત્વ, વજનમાં વધારો, હતાશા, સ્નાયુમાં નબળાઈ, અંડકોષનું સંકોચન, પ્યુબિક વાળનું નુકસાન અને સ્તનમાં વધારો એટલે કે સ્તન મહિલાઓ જેવા થવું બીમારિઓ જોવા મળે છે.  

શારીરિક વિકાસમાં અવરોધ

કિશોરાવસ્થામાં ટેસ્ટોસ્ટેરોનનું પ્રમાણ ઓછું હોવાને કારણે તેમના શારીરિક વિકાસમાં પણ અવરોધ આવી શકે છે. તેથી  આ સ્થિતિને ટાળવાનો પ્રયાસ કરવો જોઈએ. જ્યારે આ સમસ્યા થાય છે ત્યારે હોર્મોન રિપ્લેસમેન્ટ થેરાપી અને અન્ય વિકલ્પો ઉપલબ્ધ હોય છે, પરંતુ તેમ છતાં તેને અટકાવવું ખૂબ જ જરૂરી છે. આવો જાણીએ આનાથી બચવા માટે તમારે શું સાવચેતી રાખવી જોઈએ.

પૂરતી ઊંઘ લો: ઊંઘ ન આવવાથી ટેસ્ટોસ્ટેરોનનું સ્તર ઘટી શકે છે. વાસ્તવમાં, ઊંઘની અછતને કારણે, કોર્ટિસોલનું સ્તર વધે છે, જેના કારણે ટેસ્ટોસ્ટેરોનનું સ્તર ઘટી શકે છે. તેથી દરરોદ ઓછામાં ઓછા 7 થી 8 કલાકની ઊંઘ લેવાનો પ્રયાસ કરો.

વજન ઘટાડવું- ટેસ્ટોસ્ટેરોન હોર્મોનનું પ્રમાણ સંતુલિક રાખવા માટે એ જરૂરી છે કે તમારું વજન વધારે ન હોય. વધારે વજન અથવા મેદસ્વી હોવાને કારણે ટેસ્ટોસ્ટેરોનનું પ્રમાણ ઘટી શકે છે. તેથી તંદુરસ્ત વજન જાળવવાનો પ્રયાસ કરો. તેનાથી સ્વસ્થ રહેવામાં પણ મદદ મળશે.

પુષ્કળ પ્રમાણમાં ઝિંક લો- ટેસ્ટોસ્ટેરોનના સ્તરને જાળવી રાખવા માટે ઝિંક ખૂબ જ જરૂરી છે. તેથી ઝિંકથી ભરપૂર ખોરાક જેમ કે માછલી, ઈંડા, ચિકન વગેરેને તમારા આહારમાં સામેલ કરો.

વ્યાયામ- હોર્મોનલ સંતુલન માટે વ્યાયામ ખૂબ જ મહત્વપૂર્ણ છે. તેથી એ મહત્વનું છે કે તમે દરરોજ 30 થી 40 મિનિટ કસરત કરો. આ માટે તમે સ્ટ્રેન્થ બિલ્ડિંગ એક્સરસાઇઝ કરી શકો છો.

આલ્કોહોલ અને ધૂમ્રપાનથી દૂર રહો: તંદુરસ્ત ટેસ્ટોસ્ટેરોનનું સ્તર જાળવવા માટે, આલ્કોહોલ પીશો નહીં અને ધૂમ્રપાન કરશો નહીં. આ હોર્મોન્સને અસંતુલિત કરી શકે છે.

તણાવ ઓછો કરો- વધુ પડતા તણાવના કારણે કોર્ટિસોલનુ સ્તર વધી શકે છે. તેથી તણાવ ઓછો કરવો જરૂરી છે, આ માટે યોગ, ધ્યાન વગેરેનો પ્રયાસ કરો, તે તણાવ વ્યવસ્થાપનમાં મદદ કરે છે.  

Share your comments

Subscribe Magazine

More on Health & Lifestyle

More