Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

Health & Lifestyle

સ્વાસ્થ્ય માટે ફક્ત હસવાનું નહીં રડવાનું પણ છે મહત્વપૂર્ણ, એક કિલ્કમાં જાણો રડવાના ફાયદા

જ્યારે અમને કોઈ એવી વાત કહી દે છે જે અમને ખૂબ જ ખોટી લાગે છે ત્યારે ઘણા લોકો રડવાનું શરૂ કરી દે છે. એવી જ રીતે જ્યારે અમે કોઈ એવા ગીત કે પછી કોઈ એવી ફિલ્મ જોઈએ છીએ, જેમાં ક્યાંક-ક્યાંક એવા શબ્દોનું પ્રયોગ થાય છે, જેને સાંભળીને આમારા નેત્રમાંથી આસું છલકાય જાય છે.

Amansinh Jadeja
Amansinh Jadeja
ફોટો- સોશિયલ મીડિયા
ફોટો- સોશિયલ મીડિયા

જ્યારે અમને કોઈ એવી વાત કહી દે છે જે અમને ખૂબ જ ખોટી લાગે છે ત્યારે ઘણા લોકો રડવાનું શરૂ કરી દે છે. એવી જ રીતે જ્યારે અમે કોઈ એવા ગીત કે પછી કોઈ એવી ફિલ્મ જોઈએ છીએ, જેમાં ક્યાંક-ક્યાંક એવા શબ્દોનું પ્રયોગ થાય છે, જેને સાંભળીને આમારા નેત્રમાંથી આસું છલકાય જાય છે. પરંતુ શું તમે જાણો છો કે રડવું અમારા સ્વાસ્થ્ય માટે કેટલાક ફાયદાકારક ગણાએ છે. રડવાથી અમને માનસિક શાંતિના સાથે જ ઘણા બધા લાભો મળે છે, તો ચાલો આજના આ આર્ટિકલમાં અમે તમને જણાવીશું કે  રડવાથી શું ફાયદા થાય છે.

માનસિક શાંતિ મળે છે અને તણાવ ઓછા થાય છે

જ્યારે અમે કોઈ વાતને લઈને મુંઝાવણમાં હોઈએ છીએ કે પછી કોઈ વાત અમને આટલી ખોટી લાગી જાય છે કે તે આમારા માટે માથાના દુખાવો બની જાય છે. ત્યારે અમારા વડીલો અમને જણાવે છે કે દીકરા થોડા રડીલે તારા મનને શાંતિ મળશે. હવે આ વાત વિજ્ઞાન પણ માની લીધું છે કે રડવુંથી અમને માનિસિક શાંતિ મળે છે અને અમારા તણાવ ઓછા થાય છે. વિજ્ઞાન મુજબ શાંતિથી એક ખૂણામાં બેસીને તમે નાનકડા સમય માટે રડશો તો જો વાત તમને ત્રાસ આપી રહી છે,તે દૂર થઈ જશે.

વજનમાં ઘટાડો થાય છે

શું તમે જાણો છો કે રડવાથી કેલરી બર્ન થાય છે, જેનાથી વધારેલા વજન ઘટે છે. નિષ્ણાતો મુજબ જ્યારે તમે મુંઝાવણમાં કે પછી ઉદાસ બેઠા હશો, ત્યારે રડવાથી તમારા વજન ઓછું થાય છે. આનુ કારણ જો નિષ્ણાતોએ જણાવ્યું તેના મુજબ જ્યારે તમે ઉદાસ થાઓ છો, ત્યારે તમને ભૂખ કે તરસ ઓછી લાગે છે, આથી તમે વધુ પડતા ભોજનના સેવન કરતા નથી, જેથી તમારી કેલરી બર્ન થાય છે અને તમારા વજનમાં ઘટાડો નોંધાયે છે.

આંખોની દૃશ્યતા સ્પષ્ટ થાય છે

રડવાથી આખોં સાફ થાય છે, જેથી તમારી આખોમાં કચરો, ઘૂળ કે અન્ય કોઈ વસ્તુ હોય તો તે બાહર નીકળી જાય છે. તેવી જ રીતે રડતી વખતે આંખોની દૃશ્યતા સ્પષ્ટ થઈ જાય છે. ખરેખર, આંસુમાં એક પ્રકારનું એન્ઝાઇમ હોય છે, જેને લાઇસોઝાઇમ કહેવાય છે. તે બેક્ટેરિયા વગેરેને મારી નાખે છે, જે આંખના ચેપનું જોખમ ઘટાડે છે .

મનનું દુખાવો દૂર કરે છે

તમે નોંધ્યું હશે કે જ્યારે પણ તમને દુઃખ થાય છે અથવા ખૂબ દુખાવો થાય છે, ત્યારે તમે રડવા લાગે છે અને ક્યારેક ઈચ્છા વગર પણ આંસુ નીકળવા લાગે છે. આવું એટલા માટે થાય છે કારણ કે રડવાથી તમારી પીડા ઓછી થાય છે. તમને જણાવી દઈએ કે આંસુમાં ઓક્સીટોસિન અને એન્ડોર્ફિન્સ હોય છે, જે દર્દને ઓછો કરવામાં મદદ કરે છે. તેથી જ રડવાથી પીડામાં રાહત મળે છે

વનાત્મક સંતુલન સર્જાય છે

તમે લોકોને એમ કહેતા સાંભળ્યા હશે કે આ આનંદના આંસુ છે. વાસ્તવમાં, ક્યારેક તમે ખૂબ ખુશ અથવા બેચેન હોવ ત્યારે પણ રડો છો. આવી સ્થિતિમાં, રડવું તમારી લાગણીઓને ફરીથી સંતુલિત કરે છે. તેથી રડવું તમારી લાગણીઓને સંતુલિત કરે છે. રડવાથી, તમારું શરીર ખૂબ જ મજબૂત લાગણીઓને નિયંત્રિત કરવાનો પ્રયાસ કરે છે.તેમંજ રડવાથી તમારા મૂડમાં સુધારો થાય છે.

Share your comments

Subscribe Magazine

More on Health & Lifestyle

More