Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

Health & Lifestyle

કસરત કરવાનું સમય નથી તો ગભરામણની જરૂર નથી, કરો ફક્ત 10 મિનિટની વોક અને જોવો પરિણામ

સવારે ઉભા થઈને ઓફિસ જવું, પછી ઓફિસથી પાછા ફરવું, જમવું અને સુઈ જવાનું ને ફરીથી સવારે ઉભા થઈને ઓફિસ જતા રહેવાનુ. આજકાલ દરેકની એજ જીવનશૈલી થઈ ગઈ છે,જેના કારણે તેઓને ઘણી બીમારિઓ પોતાના શિકાર બનાવી રહી છે. બિનઆરોગ્યપ્રદ ભોજનનું સેવન અને કસરતની અછતના કારણે હાર્ટ એટેક જેવી સમસ્યા પણ નાની વયમાં થવા માંડી છે

Amansinh Jadeja
Amansinh Jadeja
મોર્નિંગ વોક
મોર્નિંગ વોક

સવારે ઉભા થઈને ઓફિસ જવું, પછી ઓફિસથી પાછા ફરવું, જમવું અને સુઈ જવાનું ને ફરીથી સવારે ઉભા થઈને ઓફિસ જતા રહેવાનુ. આજકાલ દરેકની એજ જીવનશૈલી થઈ ગઈ છે,જેના કારણે તેઓને ઘણી બીમારિઓ પોતાના શિકાર બનાવી રહી છે. બિનઆરોગ્યપ્રદ ભોજનનું સેવન અને કસરતની અછતના કારણે હાર્ટ એટેક જેવી સમસ્યા પણ નાના વયમાં થવા માંડી છે. પરંતુ હવે તમારે ચિંતા કરવાની જરૂર નથી કેમ કે બ્રિટિશ જર્નલ ઓફ સ્પોર્ટ્સ મેડિસિનમાં પ્રકાશિત થયેલ એક લેખ મુજબ સંધોધકોનું માનવું છે કે દિવસમાં ફક્ત 10 મિનિટ એટલે કે અઠવાડિયામાં 75 મિનિટ માટે બ્રિસ્ક વોક જેવી મધ્યમ તીવ્રતાની વર્કઆઉટ કરવાથી હૃદય રોગ, સ્ટ્રોક અને કેન્સર જેવા ખતરનાક રોગોનું જોખમ ઘટી જાય છે. જણવી દઈએ લગભગ 30 મિલિયન લોકો પર કરવામાં આવેલ અભ્યાન પછી સંશોધકોને આ વાત જાણવામાં મળી છે.

અભ્યાસમાં શું આવ્યો સામે?  

આ અભ્યાસમાં જાણવા મળ્યું છે કે દિવસમાં ફક્ત 10 મિનિટ ચાલવાથી કાર્ડિયોવેસ્ક્યુલર રોગનું જોખમ 17 ટકા અને કેન્સરનું જોખમ 10 ટકા ઓછું થઈ જાય છે. સંશોધકોએ શોધી કાઢ્યું કે આનાથી 6 માંથી 1 અકાળમૃત્યુને અટકાવી શકાય છે. 9 માંથી 1 લગભગ કાર્ડિયોવેસ્ક્યુલર કેસ અને 20 માંથી 1 લગભગ 5 ટકા કેન્સરના કેસોમાં મૃત્યુ ઘટાડી શકાય છે. આ અભ્યાસ પરથી સ્પષ્ટ થાય છે કે આપણી નાની અસ્વસ્થ આદતોમાં સુધારો કરીને આપણે ખરાબ સ્વાસ્થ્યના દુઃખદ પરિણામોથી બચી શકીએ છીએ.

વોક કરવાના ફાયદા

  • અભ્યાસ મુજબ રોજ ચાલવાથી સ્ટ્રેસ લેવલ ઓછું થાય છે, બ્લડ પ્રેશર કંટ્રોલમાં રહે છે, સ્ટ્રોકનું જોખમ ઓછું થાય છે, કાર્ડિયોવેસ્ક્યુલર હેલ્થ સારી રહે છે, ઊંઘ સારી આવે છે, હાડકાં મજબૂત બને છે અને મેદસ્વિતા દૂર થાય છે.
  • ચાલવાથી સર્જનાત્મક વિચારસરણીને અનલોક કરી શકે છે અને તેઓ તમને ઘણી મુશ્કેલ સમસ્યાઓના ઉકેલો શોધવામાં મદદ કરે છે.
  • દરરોજ 10 મિનિટ ચાલવાથી તમે વધારાની કેલરી બર્ન કરી શકો છો.
  • જો તમે દરરોજ કલાકો સુધી કસરત ન કરી શકો તો દરરોજ 10 મિનિટ ચાલવું પણ ફાયદાકારક સાબિત થઈ શકે છે. એનએચએસ યુકેના જણાવ્યા અનુસાર, દિવસમાં 10 મિનિટની ઝડપી વોકથી ઘણા સ્વાસ્થ્ય લાભ થાય છે.
  • તમે ગમે તેટલા લાંબા સમય સુધી ચાલો, ચાલવું એ તણાવને દૂર કરવાનો શ્રેષ્ઠ માર્ગ છે. આથી મૂડ સુધારે છે અને તે તણાવ દૂર કરવામાં પણ મદદ કરે છે.
  • દરરોજ 10 મિનિટ ચાલવું તમારા ઘૂંટણ માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે. નિયમિતપણે મોર્નિંગ વોક કરવાથી તમે ઘણા જૂના દુખાવા અને સાંધાની સમસ્યાઓનો સામનો સરળતાથી કરી શકો છો.

આ પણ વાંચો:મળો સુરતની મધર ઇન્ડિયાથી, જેમને પોતાના અથક પ્રયાસ થકી ઉજ્જડ જમીનને પણ બનાવી દીધું ફળદ્રુપ

Share your comments

Subscribe Magazine

More on Health & Lifestyle

More