સામાન્ય લોકો વચ્ચે ધતૂરો એક ઝેરીલા ફળ તરીકે ઓળખ ધરાવે છે, આ માટે તેને પૂજા ઉપરાંત અન્ય કોઈ કામમાં ઉપયોગ લેવામાં આવતો નથી. પણ શું તમે જાણો છો કે તેનો ઉપયોગ અનેક પ્રકારની સમસ્યાઓના સમાધાન માટે કરવામાં આવે છે. ચાલો આજે જાણીએ આ ધતૂરાના ફાયદા શું છે.
ટાલની સ્થિતિને દૂર કરે
તમને જાણીને આશ્ચર્ય થશે કે ધતૂરો ટાલની સ્થિતિને દૂર કરવામાં મદદ કરે છે. આ સાથે ધતૂરોનો રસ માથા પર લગાવાથી ડેડ્રફ પણ દૂર થાય છે અને તેનો રસ લગાવવાથી ટાલની સ્થિતિમાં લાભ થાય છે.
મસાનો ઈલાજ
જો કોઈ વ્યક્તિ મસાની સમસ્યાથી પિડિત હોય તો તે તેના ઈલાજમાં ધતૂરાનો ઉપયોગ કરી શકે છે. આ ખૂબ જ અસરકારક સાબિત થઈ શકે છે, અત્રે ઉલ્લેખનીય છે ધતૂરાના પાંદડા અને ફૂલોને સળગાવીને ધૂમાડાથી મસાને અંકૂશમાં લઈ શકાય છે.
શરીરના દુખાવામાં રાહત આપે છે
ધતૂરાને તલની સાથે મિશ્રિત કરવામાં આવે અને શરીરમાં દુખાવાની જગ્યા પર લગાવવાથી રાહત મળે છે. તો તેના દર્દમાં રાહત મળે છે.
ગઠીયા અને સાંધાના દુખાવામાં રાહત મળે છે
દરરોજ ધતૂરાના રસમાં તલનું તેલ મિશ્રિત કરવાથી ગઠીયા અને સાંધાના દુખાવામાં રાહત મળે છે. તેનાથી સાંધાનો દુખાવો સામાન્ય થાય છે. આ સાથે ગઠીયામાં પણ આરામ મળે છે.
શરીરના ઘાની સારવારમાં મદદ
જો તમને શરીર પર કોઈ જગ્યા પર ઘા લાગ્યો હોય તો તેને નવસેકા પાણીની ધારથી ધોવો અને તેની ઉપર ધતુરાના પાંદડાની પોટલી બાંધી લો. તેનાથી આરામ મળે છે.
(આ લેખ સામાન્ય જાણકારી માટે છે. જો તમને કોઈ જ પ્રકારની બીમારી હોય તો એક વખત ડોક્ટરની સલાહ લો)
Share your comments