Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

Health & Lifestyle

વગર દવાએ આવી રીતે ઠીક કરો પોતાના વધેલા બીપીને

હાઈ બ્લડ પ્રેશર કે હાઇપરટેન્શન એક મોટી બીમારી બનીને આખા દેશમાં ફેલી રહી છે. જ્યાં લોકો મોર્ડન બનતા જઈ રહ્યા છે ત્યાં તમને આ બીમારી ઝડપી થઈ રહી છે. એટલા માટે ત્રીજા ભારતીયને હાઈ બ્લડપ્રેશરની ફરિયાદ છે. તેનાથી હદયની બીમારી, સ્ટ્રોક અને અહીં સુધી કે ગુદાની બીમારી થવાનું જોખમ રહે છે.

Sukhadev Thakor
Sukhadev Thakor

હાઈ બ્લડ પ્રેશર કે હાઇપરટેન્શન એક મોટી બીમારી બનીને આખા દેશમાં ફેલી રહી છે. જ્યાં લોકો મોર્ડન બનતા જઈ રહ્યા છે ત્યાં તમને આ બીમારી ઝડપી થઈ રહી છે. એટલા માટે ત્રીજા ભારતીયને હાઈ બ્લડપ્રેશરની ફરિયાદ છે. તેનાથી હદયની બીમારી, સ્ટ્રોક અને અહીં સુધી કે ગુદાની બીમારી થવાનું જોખમ રહે છે. શું હોય છે હાઈ બ્લડપ્રેશર? જ્યારે હાર્ટની ધમનીઓમાં પ્રેશર વધી જાય છે ત્યારે બ્લડને ઓર્ગન સુધી સપ્લાઇ કરવા માટે વધારે પ્રેશર લગાવવું પડે છે, તેને હાઈ બ્લડ પ્રેશર કહે છે. હાઇ બ્લડ પ્રેશના લક્ષણોમાં માથાનો દુખાવો, ચક્કર આવવાં, અને હદયની ધડકનો વધી જવી વગેરે થાય છે. હાઈ બીપીના રોગીએ પોતાના ખોરાકમાં ખૂબ ઓછું કે પછી નામ માત્રનું મીંઠુ નાંખવું જોઇએ. તમે ઈચ્છો તો હાઈ બીપને આરામથી કંટ્રોલ કરી શકો છો, આવો જાણીએ કેવી રીતે કરવું આ કામ!

લસણ લસણ બ્લડ પ્રેશને ઠીક કરવામાં ખૂબ મદદરૂપ ઘરગથ્થું ઉપાય છે. તે લોહીની ગાંઠ જામવા દેતા નથી. અને કોલેસ્ટ્રોલને નિયંત્રિત રાખે છે. ટામેટાં ટામેટા તમને જરૂરી વિટામીન આપશે અને સાથે જ લોહીની ધમનીઓમાં ફેટી એસિડને જામવાથી પણ રોકશે. બીટ અને મૂળો બીટ અને મૂળો શરીરમાં નાઈટ્રેટ્સની માત્રા વધારે છે જે કે હાઈ બીપીને ઓછું કરે છે. તમે તમારા સલાડમાં તેને જરૂર શામેલ કરો. મીંઠાનો ઉપયોગ ઓછો કરો.

તમારે પેકેટવાળા ફૂડ જેમાં વધારે મીંઠુ હોય છે, તેનાથી દૂર રહેવું જોઇએ. કેમકે તેમાં વધારે પડતું મીંઠુ હોય છે. મીંઠુ તમારું બીપી વધારી શકે છે.

પાણી: જો હાઈ બીપીથી બચવું હોય તો વધારે પાણી પીવાનું શરૂ કરો. તે શરીરમાંથી વધારે મીંઠાને બહાર નીકાળે છે.

કેળા: કેળામાં વધારે માત્રામાં મિનરલ્સ અને પોટેશીયમ હોય છે જે કે કિડનીને સારી રીતે કામ કરવામાં મદદ કરે છે.

ડાર્ક ચોકલેટ: ડાર્ક ચોકલેટને કોકોટ ઝાડના બીજમાંથી બનાવવામાં આવે છે, જેમાં વધારે એન્ટીઓક્સીડેન્ટ હોય છે. તેમાં ફ્લેવાનોલ હોય છે જે કે બ્લડ પ્રેશને ઓછું કરવામાં મદદ કરે છે.

દારૂ અને ધૂમ્રપાન કરવાનું બંધ કરો: દારૂ તમારા બ્લડ પ્રેશરને ઝડપી વધારે છે. એટલા માટે દારૂ પીનારને હાર્ટ સ્ટ્રોક વધારે થાય છે. જે લોકોને હાઈ બીપી છે તેમને ના તો દારૂ પીવો જોઇએ કે ના તો ધૂમ્રપાન કરવું જોઇએ.

દરરોજ વ્યાયામ કરો: દરરોજ વ્યાયામ, ખાસ કરીને કાર્ડિયો કરવાથી બ્લડ પ્રેશર હંમેશા નિયંત્રિત રહે છે. તમારે દોડવાં કે જોગિંગ કરવા માટે દરરોજ જવું જોઈએ.

તણાવને પાસે ના આવવા દો: તણાવને દૂર કરવા માટે યોગ કરો, સારી ઉંઘ લો અને દારૂથી દૂર રહો.

Share your comments

Subscribe Magazine

More on Health & Lifestyle

More