આજકાલના લોકોને તણાવ(Stress) વધારે થવા માંડયા છે. કોઈને નોકરીને લઈને સ્ટ્રેસ છે તો કોઈને પરિવાર (Family) અને લગનને લઈને સ્ટ્રેસ છે. જે તણાવને લોકો નાની બીમારના તરીકે ઓળખે છે તે નાની નથી બહુ મોટી છે. કેમ કે જ્યારે લોકો સ્ટ્રેસમાં આવે છે ત્યારે તે નાની-નાની બાબતોમાં સ્ટ્રેસ લેવા શરૂ કરી દે છે. જેમ કે મારી છાતીમાં દુખાવો છે મને હાર્ટ પ્રોબલમ (Heart Problem) તો નથી થઈ ગઈને વગેર...
આજકાલના લોકોને તણાવ(Stress) વધારે થવા માંડયા છે. કોઈને નોકરીને લઈને સ્ટ્રેસ છે તો કોઈને પરિવાર (Family) અને લગનને લઈને સ્ટ્રેસ છે. જે તણાવને લોકો નાની બીમારના તરીકે ઓળખે છે તે નાની નથી બહુ મોટી છે. કેમ કે જ્યારે લોકો સ્ટ્રેસમાં આવે છે ત્યારે તે નાની-નાની બાબતોમાં સ્ટ્રેસ લેવા શરૂ કરી દે છે. જેમ કે મારી છાતીમાં દુખાવો છે મને હાર્ટ પ્રોબલમ (Heart Problem) તો નથી થઈ ગઈને વગેર... એટલે તણાવના કારણે તમારા સ્વાસ્થ પર માઠો અસરના થાય તેના માટે કૃષિ જાગરણ ગુજરાતી તમારા માટે લઈને આવ્યા છીએ સ્ટ્રેસને દૂર કરવાના રામબાણ ઈલાજ. આ ટિપ્સ ફોલો કરવાથી ફકત એક મિનિટમાં જ તમને સારું લાગશે.
આવી રીતે કરો એક મિનિટમાં તણાવને દૂર
સ્ટ્રેસને ઓછા કરવા માટે તમે સૌથી પહેલા તમારા મનને શાંત કરો, તેના માટે તમે ઉંડો શ્વાસ લો. કેમ કે જ્યારે શરીરમાં ઓક્સિજનનું (Oxygen) સ્તર વધે છે, ત્યારે મનને શાંતિ મળે છે અને તણાવ દૂર થાય છે.
તણાવને દૂર કરવા માટે તમે સ્ટ્રેસ ટોયનો પણ ઉપયોગ કરી શકો છો. જેમ કે સ્માઈલી વાળી બૉલ. આનાથી તમે તમારા તણાવને ધીરે-ધીરે ધટાડી શકશો.
મનગમતા સંગીત(Music) સાંભળવાથી પણ તમે તમારા સ્ટ્રેસને દૂર કરી શકો છો. જ્યારે તમે તમારા મનગમતા ગીત સાંભળશો તો તમારા મૂડ સુધરી જશે અને સ્ટ્રેસ ઓછા થશે.
જ્યારે પણ તણાવ હોય ત્યારે તમારી મનપસંદ વ્યક્તિ સાથે વાત કરો. આ માટે, તમારે તેમને કોલ કરવો જોઈએ અને તમારી સમસ્યા જણાવવી જોઈએ. આ રીતે તમારા મનમાંથી તણાવનું દબાણ ઓછું થઈ જશે.
કોઈપણ સમસ્યા સમય સાથે હલ થાય છે. તેથી તમારા જીવનમાં ધૈર્ય અને સકારાત્મક બનો. સારી વસ્તુઓનો વિચાર કરો, તે તમને ખુશ કરશે.
Share your comments