ભોજન અને લાઈફસ્ટાઈલને લગતી થોડી પણ બેદરકારી હૃદય સંબંધિત સમસ્યાનું સર્જન કરી શકે છે. એટલે કે આહારને લગતી પૂરી કાળજી રાખવામાં આવે તો વ્યક્તિ નિરોગી જીવનનો આનંદ માણી શકે છે. સ્વીડનમાં તાજેતરમાં એક અભ્યાસ પ્રમાણે જે લોકો ડેરી ફેટનું વધારે સેવન કરે છે તેમનામાં કાર્ડિયોવેસ્કુલર ડિસિસ (Cardiovascular disease)નું ઓછું જોખમ રહે છે.

સમગ્ર વિશ્વમાં સૌથી વધારે ડેરી ઉત્પાદન અને વપરાશ સ્વીડનમાં થાય છે. વૈજ્ઞાનિકોએ અહીં 4,150 લોકોના બ્લડ લેવલની તપાસ કરી અને ડેરી ફૂડ્સમાં જોવા મળતા એક ખાસ ફેટી એસિડ અંગે જાણકારી મેળવી. ત્યારબાદ વર્ષો સુધી આ લોકો પર નજર રાખવામાં આવી, જોવામાં આવ્યું કે કેટલા લોકોને હાર્ટ એટેક, સ્ટ્રોક, ગંભીર સમસ્યા સર્જાઈ અને કેટલા લોકોનું મોત નિપજ્યું. સંશોધનમાં જાણવા મળ્યું કે ફેટી એસિડનું વધારે સેવન કરનારા લોકોને કાર્ડિયોવેસ્કુલર ડિસિસ સૌથી ઓછા પ્રમાણમાં થયું હતું અને તેમનામાં મોતનું જોખમ પણ ખૂબ જ ઓછા પ્રમાણમાં હતું.
કિડનીમાં પથરીઃ પેટ અથવા પીઠમાં દુખાવો પથરીના લક્ષણ છે, આ 7 કુદરતી પદ્ધતિ તેનાથી બચાવશો
સંશોધનકર્તાની ટીમે સ્વીડનના આ અભ્યાસ ઉપરાંત અન્ય 17 અભ્યાસ અંગે પણ પરિણામ રજૂ કર્યાં. આ અભ્યાસ અમેરિકા, ડેનમાર્ક અને યુકેના આશરે 43,000 લોકો પર કરવામાં આવ્યો. સિડનીની જ્યોર્જ ઈન્સ્ટિટ્યુટ ઓફ ગ્લોબલ હેલ્થના સંશોધનકર્તા અને અભ્યાસને લગતા વરિષ્ઠ લેખક મેટ્ટી માર્કલેન્ડે એક નિવેદનમાં જણાવ્યું હતું કે અમારા અભ્યાસમાં ડેરી ફેટથી કોઈ નુકસાન થતું માલુમ થયું નથી. પણ અમે વધારે ડેરી ફેટ લેનારાઓમાં હૃદય સંબંધિત રોગનું ઓછું જોખમ હતું. ડેરી ફેટ અને હૃદય વચ્ચે વ્યાપક સંબંધ હોય છે.
પોષક તત્વથી ભરપૂર ડેરી ઉત્પાદનોઃ
સંશોધનમાં જોવા મળ્યું છે કે ડેરી ફૂડ આરોગ્ય પર કેવી રીતે અસર કરે છે. તે કંઈક હસ્તક તમે કેવા પ્રકારના ઉત્પાદનો આરોગો છો તેના પર આધાર રાખે છે. જેમ કે ફેટવાળી ચીજવસ્તુઓની તુલનામાં દહી, દુધ તથા માખણ હૃદયના આરોગ્ય માટે લાભદાયક હોય છે. અભ્યાસ પ્રમાણે ડાઈટમાં ડેરી ફૂડ ઓછા પ્રમાણમાં લેવાથી બીમારીનું જોખમ ઘટી જાય છે.
Share your comments