આજકાલની ખાન-પાનની ખરાબ ટેવના કારણે લોકોના શરીર બીમારિઓના ઘર બની ગયા છે. પહેલાના સમયમાં બ્લડ પ્રેશર,સૂગર અને દાર્ટ જેવી પ્રોબલ્મસની શરૂઆત 55 વર્ષની ઉમ્ર પાર થયા પછી શરૂ થથી હતી અને કોઇક-કોઇકને તો તે પ્રોબલ્મસ થથી નથી.
આજકાલની ખાન-પાનની ખરાબ ટેવના કારણે લોકોના શરીર બીમારિઓના ઘર બની ગયા છે. પહેલાના સમયમાં બ્લડ પ્રેશર,સૂગર અને દાર્ટ જેવી પ્રોબલ્મસની શરૂઆત 55 વર્ષની ઉમ્ર પાર થયા પછી શરૂ થથી હતી અને કોઇક-કોઇકને તો તે પ્રોબલ્મસ થથી નથી. પણ આજકાલના અનહેલ્ધી વાનગીઓનાં કારણે તે બધી બીમારિઓ યુવાનોને પણ થવા લાગી છે. આમારા સામે કેટલાક એવા કેસો આવ્યા છે જ્યારે 22 વર્ષના યુવાન હાર્ટ ફેલ થવાના કારણે અવસાન પામ્યો તે કેમ થુયુ તેના અનહેલ્ધી ડાયટના કારણે.પણ હવે તે રોકવા માટે એક શોધ કરવામાં આવ્યુ છે.આવો તમને બતાઇયે શુ છે તે શોધ
સેક્સ હોર્મોનનો થયુ ઉપયોગ
જે શોધ કરવામાં આવ્યુ છે તેમા પુરુષોમાં મળી આવતા સેક્સ હોર્મોનનો ટેસ્ટ કરવામાં આવ્યુ છે. તે શોધનો નામ શોધકર્તા ટેસ્ટટોસ્ટેરોન આપ્યુ છે. આ થેરપી દ્રારા પુરુષોમાં હાર્ટ એટેક અને સ્ટ્રોકની જોખમ 80 ટકા ઓછું કરી શકાય છે. શોધકર્તાઓ મુજબ પુરુષોમાં ટેસ્ટોસ્ટેરોન હોર્મન બહુ ઓછો હોય છે, જેથી પુરુષો હાર્ટ એટકથી બચાવી શકાય છે.
10 વર્ષનો લાગ્યો સમય
દસ વર્ષ સુધી કરવામાં આવેલી સ્ટડીને યુરોપિયન એસોસિએશન ઓફ યુરોલોજી કોંગ્રેસમાં પ્રસ્તુત કરવામાં આવ્યા છે. આ સ્ટડી ટેસ્ટોસ્ટેરોનની ઉણપ ધરાવતા લોકો પર કરવામાં આવી હતી. આ શોધમાં જર્મની અને કતરના 800 કરતા વધુ એવા પુરુષોને સામેલ કરવામાં આવ્યા, જેમનામાં ટેસ્ટોસ્ટેરોનની ઉણપ હતી. ટેસ્ટોસ્ટેરોનની ઉણપથી પુરુષોમાં ભૂખ ઓછી લાગવી, યૌન ઈચ્છા ઓછી થવી અને વજન વધવા જેવી સમસ્યાઓ થાય છે.
પેટ ફુલી જવું એના માટે ફક્ત ગેસ જવાબદાર નથી આ આદતોથી પણ નુકશાન થાય છે
દારુ અને સિગરેટથી રાખ્યુ દૂર
શોધમાં અડધા કરતા વધુ પુરુષોને લાંબા સમય સુધી ટેસ્ટોસ્ટેરોન રિપ્લેસમેન્ટ થેરાપી આપવામાં આવી. આ દરમિયાન તમામ પુરુષોને દારૂ અને સિગારેટથી દૂર રહેવા માટે કહેવામાં આવ્યું. આ ઉપરાંત, નિયમિતરૂતે વ્યાયામ અને હેલ્ધી ડાયટ લેવાની સલાહ આપવામાં આવી. ટેસ્ટોસ્ટેરોન રિપ્લેસમેન્ટ થેરાપી લેનારા પુરુષોની સરખામણી એ પુરુષો સાથે કરવામાં આવી, જે આ થેરાપી નહોતા લઈ રહ્યા.
શોધ અનુસાર, ટેસ્ટોસ્ટેરોન થેરાપી લઈ રહેલા 412 પુરુષોમાંથી 16ના મોત કોઈ અન્ય કારણોનોથી થઈ. જ્યારે ટેસ્ટોસ્ટેરોન થેરાપી ના લેનારા 393 પુરુષોમાંથી 70 પુરુષોના મોત હાર્ટ એટેકના કારણે થયા. તેમાંથી 59ના મોતનું કારણ હાર્ટ સ્ટ્રોક હતું. ટેસ્ટોસ્ટેરોન થેરાપી લેનારા પુરુષોમાં ઘણા અન્ય સ્વાસ્થ્ય સંબંધી સુધારા પણ જોવા મળ્યા. ઘણા પુરુષોનું વધેલું વજન ઓછું થયું, કેટલાક લોકોની નબળી માંસપેશિઓ સાજી થઈ, તેમના કોલેસ્ટ્રોલ સ્તરમાં અને લિવરમાં સુધારો થયો. એટલું જ નહીં, હાઈ બ્લડ પ્રેશર ઓછું થવાને કારણે તેમનું ડાયાબિટીસ પણ કંટ્રોલમાં રહ્યું.
બધાને નથી આપી શકાય થેરેપી
કતાર સ્થિત હમાદ મેડિકલ કોર્પોરેશનના પ્રોફેસર ઉમર અબૂમારજોકનું કહેવુ છે કે, ટેસ્ટોસ્ટેરોન થેરાપી લેનારા સમૂહમાં હૃદય સંબંધી સમસ્યાઓ જોવા ના મળી. તેના પરથી સ્પષ્ટરીતે કહી શકાય છે કે, ટેસ્ટોસ્ટેરોન થેરાપીથી હાર્ટ સંબંધી સમસ્યાઓનું જોખમ ઘણી હદ સુધી ઓછું કરી શકાય છે. જોકે, તેનો મતલબ એ નથી કે, તમામ હૃદય સંબંધી બીમારી ધરાવતા પુરુષોએ ટેસ્ટોસ્ટેરોન થેરાપી આપવી જોઈએ. ટેસ્ટોસ્ટેરોન થેરાપી માત્ર એ દર્દીઓને આપવી જોઈએ, જેમનામાં તેનું સ્તર ખૂબ જ ઓછું હોય.
Share your comments