કેરીની મોસમ ચરમ સીમાએ છે અને આપણને બધાને આ સિઝન ખૂબ જ પસંદ છે. ઘણા લોકો તો ઉનાળાની ઋતુની ખૂબ જ આતુરતા સાથે રાહ જુએ છે કારણ કે તેમને કેરી ખાવાની તક મળે છે. કેરીને ફળોનો રાજા કહેવામાં આવે છે. દરેકને તેનો અદભૂત સ્વાદ ગમતો હોય છે. આ સીઝનમાં ઘણા પ્રકારના કેરી જોવા મળે છે. તે પોષક તત્વોથી ભરપુર છે. કેરી તમારા ભોજનના મુખ્ય કોર્સથી લઈને મીઠાશમાં ચાર ચાંદ લગાવી દે છે.
આપણે બધા જાણીએ છીએ કે સ્વાસ્થ્ય માટે કેરી ખૂબ જ ફાયદાકારક છે. પરંતુ શું તમે જાણો છો કે તેની છાલ આપણા સ્વાસ્થ્ય માટે પણ વધુ ફાયદાકારક છે. આ બાબત ઘણા અભ્યાસોમાં બહાર આવી છે. તેમાં એન્ટી ઓક્સિડેન્ટસ ભરપુર માત્રામાં હોય છે જે શરીરને અનેક રોગોથી બચાવવા માટે કામ કરે છે. ચાલો આપણે જાણીએ કે તમે કેરીની છાલનો ઉપયોગ કેવી રીતે કરી શકો છો અને તે કેવી રીતે આપણાં શરીર માટે ફાયદાકારક છે.
કેવી રીતે કરશો કેરીની છાલનો ઉપયોગ?
નિષ્ણાંતોના જણાવ્યા મુજબ તમે સ્મૂદી બનાવવા માટે કેરીની છાલનો ઉપયોગ કરી શકો છો. તમારે એ બાબતનું ખાસ ધ્યાન રાખવાનું કે તમે કેરીની છાલને સારી રીતે ધોયા પછી જ વાપરો. તેની છાલ લોહીમાં ખાંડનું સ્તર નિયંત્રિત કરે છે, જેના કારણે તે વજન ઘટાડવામાં મદદ રૂપ થાય છે. યુનિવર્સિટી ઓફ ક્વીન્સલેન્ડ સ્કૂલ ઓફ ફાર્મસીના એક અભ્યાસ મુજબ નામ ડોક માઇ અને ઇર્વિન જાતોની કેરીની છાલ શરીરમાં ચરબીના કોષોને ઘટાડવામાં મદદ કરે છે
ઇમ્યુનિટી અને પાચક ક્રિયાને મજબૂત કરે છે
કેરીમાં ભરપૂર માત્રામાં ફાઇબર હોય છે જે પાચક શક્તિને મજબૂત બનાવવામાં મદદ કરે છે. આ સિવાય વિટામિન એ, વિટામિન સી અને એન્ટી ઓક્સિડેન્ટ્સ ભરપૂર માત્રામાં હોવાથી તે રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે અને કોરોના સામે રક્ષણ પણ આપે છે.
ત્વચામાં કરચલીઓ ઘટાડે છે
નિષ્ણાંતોના મતે કેરીની છાલ ત્વચા માટે સારી છે.તમે તેનો ઉપયોગ કરચલીઓથી છૂટકારો મેળવવા માટે કરી શકો છો. કેરીની છાલમાં રહેલા એન્ટી ઓક્સિડેન્ટ તત્ત્વો વૃદ્ધત્વના લક્ષણોમાં ઘટાડો કરે છે અને ત્વચાને યુવાન બનાવે છે.
કેન્સરની સારવારમાં ફાયદાકારક
કેરીની છાલમાં એન્ટી-ઓક્સિડેન્ટ અને કેન્સર વિરોધી ગુણ રહેલા છે, જે ફેફસાં, સ્તન, આંતરડા, કરોડરજ્જુના કેન્સરની સારવારમાં ખૂબ જ ફાયદાકારક છે. તેમાં છોડ આધારિત કમ્પાઉન્ડ્સ છે જે ડાયાબિટીસના દર્દીઓ માટે ફાયદાકારક છે. ડાયાબિટીસના દર્દીઓ માટે કેરીની છાલ ખૂબ જ કારગર સાબિત થાય છે.
હૃદય માટે ફાયદાકારક
કેરીની છાલ ફાયટોન્યુટ્રિએન્ટ્સથી ભરપુર છે જે હૃદય માટે ફાયદાકારક છે. તેની સાથે જ સંકળાયેલ સમસ્યાઓ અટકાવવામાં પણ મદદ કરે છે. એક અધ્યયન મુજબ ફાઈબરથી સમૃદ્ધ ખોરાક ખાવાથી હૃદયરોગના જોખમોમાં 40 ટકાનો ઘટાડો થઈ શકે છે.નોંધનીય છે કે, કેરીની જેમ ઘણા ફળની છાલ શરીર માટે ઉપયોગી નીવડે છે. અલબત આવો ઉપયોગ કરતા પહેલા નિષ્ણાંતોની સલાહ લેવી જોઈએ.
Share your comments