બજારમાં વ્યાપક પ્રમાણમાં કેરી ઉપલબ્ધ છે. ચોમાસાની સિઝન આવી ગઈ છે, પણ કેરીથી બજાર ઉભરાઈ રહ્યું છે. સામાન્ય રીતે કેરીને ફળોનો રાજા ગણવામાં આવે છે. કેરી સ્વાદમાં મિઠાસ ધરાવવા ઉપરાંત આપણા શરીર માટે પણ એટલી ગુણકારી હોય છે.
બજારમાં વ્યાપક પ્રમાણમાં કેરી ઉપલબ્ધ છે. ચોમાસાની સિઝન આવી ગઈ છે, પણ કેરીથી બજાર ઉભરાઈ રહ્યું છે. સામાન્ય રીતે કેરીને ફળોનો રાજા ગણવામાં આવે છે. કેરી સ્વાદમાં મિઠાસ ધરાવવા ઉપરાંત આપણા શરીર માટે પણ એટલી ગુણકારી હોય છે.
તેના સેવનથી શરીરને ઠંડક મળે છે, પણ શું તમે જાણો છો કે આરોગ્ય માટે કેરીનું સેવન જેટલું લાભદાયક છે એટલા જ લાભદાયક કેરીની છાલ છે, જે સામાન્ય રીતે ફેકી દેવામાં આવે છે. આ લેખમાં અમે કેરીની છાલ વિશે માહિતી આપિશું, જે તમારા માટે ચોક્કસપણે લાભદાયક બની રહેશે.
કેરીની છાલની વિશેષતા
તે તમારી દૈનિક મુશ્કેલીને દૂર કરી શકે છે. કારણ કે તે પૌષ્ટીક ગુણોથી ભરપૂર હોય છે. કેરીની છાલમાં ખૂબ જ પ્રમાણમાં એન્ટીઓક્સિડેન્ટ રહેલા હોય છે, જે ફ્રી રેડિક્લસથી થતા નુકસાનને ઓછા કરે છે. અત્રે ઉલ્લેખનીય છે કે ફ્રી રેડિકલ્સ શરીરના તમામ ભાગોને અસર કરે છે. આ ઉપરાંત કેરીમાં વિટામીન A, B-6, C ઉપરાંત ફાઈબર, કોપર, ફોલેટ હોય છે. કેરીની છાલમાં વિટામીન C,E,પોલીફેનોલ, કેરોટીનાઈડ અને છોડના ફાઈબર હોય છે.
કેરીના છાલ આપે છે કોરોના રોગચાળા સામે રક્ષણ !, આગળથી ફેંકતા નહીં
કેરીની છાલથી થતા ફાયદા
કરચલીમાં લાભદાયક
કેરીની છાલ ત્વચાને સાફ કરે છે, આ સાથે સમયાંતરે ચહેરા પર આવતી કરચલીને દૂર કરે છે. આ સાતે જ કાળા ધબ્બાને પણ ઓછા કરે છે. ચહેરા પર ચમક અને નિખાર લાવે છે. આ માટે કેરીની છાલથી બનેલા પેસ્ટને ચહેરા પર આશરે 15 મિનિટ સુધી લગાવી શકાય છે અને ત્યારબાદ તેને પાણી વડે સાફ કરી લેવું.
ટેનિંગથી દૂર કરે છે
જો તમે કેરીની છાલને ચહેરા, હાથ અને પગ પર લગાવો છો તો તે તમારા ટેનિંગને દૂર કરવાનું કામ કરશે. કારણ કે તેમાં વિટામીન C નું પ્રમાણ જોવા મળે છે. આ માટે કેરીની છાલનું મિશ્રણ ત્વચા પર લગાવ્યા બાદ દહી અથવા મલાઈથી મસાજ કરવું અને ત્યારબાદ પાણી વડે સાફ કરવું.
પિમ્પલ્સથી છૂટકારો મળશે
કેરીની છાલની મદદથી ચહેરા પરના પિંપલ્સને ખતમ કરી શકે છે. આ માટે કેરીની છાલનું પેસ્ટ તૈયાર કરી ચહેરા પર લગાવી શકાય છે. તેનાથી પિંપલ્સની સમસ્યા દૂર થાય છે. આ ઉપરાંત ત્વચાના ડાઘ-ધબ્બા પણ દૂર થાય છે.
Share your comments