જો તમે તમારા ભોજનમાં પોષક તત્વોનો સમાવેશ કરો છો તો એ તમારા માટે ખુબ જ સારી વાત છે. તમારી આ આદત તમને અનેક ફાયદા કરાવી શકે છે. તાજેતરમાં થયેલા એક સરવેમાં જાણવા મળ્યું છે કે ડાયાબિટીસ, પક્ષઘાત અને હ્રદય રોગના હુમલાને દૂર રાખવા માટે આપણા આહારનું યોગ્ય નિયમન દવાઓ કરતાં અનેક ગણું શક્તિશાળી છે. અભ્યાસના આધારે જણાવવામાં આવ્યું છે કે યોગ્ય પોષક આહાર આપણા કોષની આંતરિક ક્રિયા પ્રણાલી પર દવાઓની તુલનામાં અનેક ગણી વધારે અસરનું સર્જન કરે છે. વધતી ઉંમરને બીમારીઓનું ઘર માનવામાં આવે છે. આ સંજોગોમાં ઉંમર સંબંધિત બીમારીઓથી બચવા માટે દવાઓનું સેવન આજકાલ સામાન્ય બની ગયું છે. આ અભ્યાસ સેલ મેટાબોલિઝમ જર્નલમાં પ્રકાશિત થયેલ છે. અધ્યાનના વરિષ્ઠ લેખક અને ચાર્લ્સ પર્કિન્સ સેન્ટરના એકેડેમીક નિર્દેશક પ્રોફેસર સ્ટીફન સિંપસનનું કહેવું છે કે આહાર શક્તિશાળી ઔષધિ છે. જોકે, વર્તમાન સમયમાં આ અંગે વિચાર કર્યાં વગર જ દવાઓ કરવામાં આવે છે. આપણા આહારની રચના આપણા શરીરને અનેક રીતે લાભદાયક બનાવે છે.
ભલે દવાઓ આહારની માફક કામ કરવા માટે તૈયાર કરવામાં આવી હોય પણ તેની અન્ય પ્રક્રિયાઓ તરફ ધ્યાન આપવામાં આવતું નથી. ઉંદરો પર કરવામાં આવેલા સંશોધનમાં જાણવા મળ્યું છે કે પોષાહાર (કેલરી અને સુક્ષ્મ પોષક સંતુલન સહિત)ની ઉંમર વધવા અને ઉપચાર (શરીરમાં ભોજનનું ઉર્જામાં પરિવર્તનને મેટાબોલિઝ્મ કહેવામાં આવે છે)નું સ્વાસ્થ્ય પર વધારે અસર થાય છે. તે સામાન્ય રીતે ડાયાબિટીસની સારવાર અને ઉંમર વધવાની પ્રક્રિયાને ધીમી કરવા માટે ઉપયોગ કરવામાં આવતી ત્રણ દવાની તુલનામાં વધારે છે.
Share your comments