પૃથ્વી પરનું જીવન સૂર્ય વિના અકલ્પનીય છે. સૂર્ય એ પુન: પ્રાપ્ય ઉર્જા સ્ત્રોતોમાંનો એક છે. સૂર્યમાંથી નીકળતો પ્રકાશ અને ગરમીનો ઉપયોગ કરવામાં આવે છે અને ઉર્જાના અન્ય સ્વરૂપોમાં રૂપાંતરિત થાય છે. સૌર ઉર્જા એ સીધી સૂર્યમાંથી પ્રાપ્ત થાય છે જે ધરતી પરના બધા પ્રકારના જીવન, વૃક્ષ છોડ અને જીવ જંતુઓનો આધાર સમાન છે. આમ જોવા જઈએ તો સૌર ઉર્જાના અલગ અલગ ઘણી રીતે ઉપયોગ કરાય છે. આપણા સ્વાસ્થ્ય સાથે તેનો સબંદ્ય પ્રગાઢ છે. આપણે સૌ એ આપણા મોટા વડીલો પાસે થી સાંભળ્યુ હશે કે તડકો સારા સ્વાસ્થ્ય માટે કેટલુ જરૂરી છે. સૌર ઉર્જા દ્વારા સ્વાસ્થ્ય લાભ આપણે ધૂપ/સૂર્ય સ્નાન થી લઈ શકાય છે.
સૂર્ય સ્નાન શુ છે ?
સૂર્યની કિરણો ને આપણે ગ્રહણ કરીએ અથવા લઈએ છીએ તે ધૂપ સ્નાનને હિન્દી માં 'આત સેવન' અથવા 'સૂર્ય સ્નાન' અને અંગ્રેજી માં 'સન બાથ' કહીયે છીએ. આ ભારતદેશ કરતા વિદેશોમાં વધુ પ્રચલીત છે. આરોગ્યકારોનું એમ માનવુ છે કે રોજ સવારે થોડી વાર તડકામાં બેસવાથી ઘણા બધા લાભો થાય છે. વધારે પડતુ ઠંડીથી તડકો તમને સુરક્ષિત રાખે છે અને ફાયદો આપે છે.
સૂર્ય સ્નાન કરવાની રીત
સૂર્ય સ્નાન કરતી વખતે આપણુ આખુ શરીર તડકામાં હોવુ જોઈએ અને માથુ છાયામાં જો ધૂપમાં માથુ આવે તો તેને આપણે કોઈ કપડા અથવા ટુવાલ થી ઢાકી લેવું જેથી સૂર્યની કિરણો સીધા માથા પર અથવા મુખ પર ના પડે. બીજી વાત એ ધ્યાનમાં રાખવી કે સૂર્ય સ્નાન એ સુર્યોદય થયાના શરૂઆતના બે કલાકમાં લેવાનુ શ્રેષ્ઠ હોય છે. પરંતુ પહાડી વિસ્તારોમાં સૂર્ય સ્નાન આખો દિવસમાં કોઈ પણ સમયે લઈ શકાય છે. ઘણી જગ્યાઓ પર ગરમી બહુ બધુ રહેતી હોય કે દિવસના સમયમાં બહુ વધી જાય છે, તેવા વિસ્તારો માટે સુર્યોદય ના સમયે સૂર્ય સ્નાન કરવુ એ લાભદાયી છે. શરીર ને તેમા કોઈ નુકશાન પણ થતુ નથી.
સૂર્ય સ્નાન ના ફાયદાઓ
સૂર્ય સ્નાન ના બહુ બધા ફાયદાઓ છે.
- સૂર્ય સ્નાન કર્યા પહેલા અથવા કરતી વખતે જો તેલની માલીશ કરી લેવાય તો તે શરીર માટે ખુબ જ ફાયદાકારક છે. સૂર્યના તાપના કારણે તેલ હાડકાંમાં સારી રીતે ઉતરી જાય છે.
- બીજો મોટો ફાયદો એ છે કે સૂર્યની કિરણો આપણા નાડી તંત્રનું સંચાલન કરી આવશ્યક ઉર્જા આપે છે. આ ઉર્જા શરીરની કાર્યક્ષમતાને વધારે છે.
- સૂર્ય સ્નાનમાં સૂર્યની કિરણોની ગરમી કરોડ રજજુ સુધી પહોચે છે. જે શરીરમાં ગરમી વધારે છે અને શરીર અકડાય જતાની સમસ્યા રહેતી નથી.
- સૂર્યની કિરણોમાં વિટામીન ડી અને કેલ્શિયમ ભરપુર હોય છે જેનાથી આપણા શરીરમાં વિટામીન ડીનુ સ્તર વધે છે, તેમજ આપણા હાડકા મજબુત બને છે. વધતી ઉમર સાથે નિયમિત સૂર્ય સ્નાન શરીરના હાડકાને મજબુત અને સુદ્રઢ બનાવે છે. વિટામિન–ડી હાડકાઓ ને આવશ્યક કેલ્શિયમ અને ફોસ્ફરસને પોહચાડવા નું કાર્ય કરે છે અને અવશોષણ કરવામાં સહાય કરે છે સાથે જ શરીર માં આ ત્રણ નો સંતુલન બનાવવામાં મદદરૂપ થાય છે. સવારમાં બાળકોને થોડો સમય તડકામાં રમવા દેવાથી તેમની વૃદ્ધિ સારી થાય છે અને વિટામીન ડીની ઉણપને લીધે થતી હાડકાની બીમારી જેવી કે રિકેટ્સ થતી નથી.
રિકેટ્સ બાળકોમાં બે પ્રકાર ની થાય છે. એ માં બન્ને ઘુંટણો બહારની તરફ ધનુષ આકારે રહે છે સીધા રહેતા નથી. ધનુષ આકારે ઘુંટણોની તકલીફને ‘બો–લેગ્સ’ અને બીજામાં બન્ને ઘુંટણો એક બીજાને અડીને રહે છે. આ તકલીફને ‘નોક–નીસ’ કહેવાય છે.
- સૂર્ય સ્નાન શરીરની રોગ પ્રતિકારક શકિતને વધારવામાં પણ મદદરૂપ છે. તે કેન્સર જેવી બીમારીના ખતરાને પણ ધટાડે છે. સાથે જ સકારાત્મક હાર્મોન જેવા કે સેરેહોનિન અને એન્ડોર્ફીનનો સ્ત્રોત પણ વધારે છે. જેના કારણે માનસિક તનાવ અને વૈજ્ઞાનિક સમસ્યાઓનો ખતરો ટાળી શકાય છે.
- નિંદર/ઉંઘ ન આવવાની સમસ્યા હોય તો થોડીવાર રોજ ધૂપમાં બેસવાથી ફાયદો થાય છે. મગજ તનાવ મુકત થાય છે અને રાત્રે ઉંઘ સારી આવે છે. આરોગ્યકારો અને ડોકટરો અનુસાર પણ સારી ઉંઘ માટે સૂર્ય સ્નાન એક રામબાણ ઈલાજ છે.
- નિયમિત સૂર્ય સ્નાન કરવાથી વાળને લગતી સમસ્યાઓ જેમ કે રૂસી, ફોડલા, ખોળો, વગેરેથી બચી શકાય છે. તેમજ વાળ મજબુત અને ચમકદાર અને લાંબા થાય છે.
- સવારની ધૂપના સેવનથી ત્વચાને લગતા ઘણાંબધા લાભો થાય છે. જેમ કે એકઝીમા, સોરાયસિસ, ફુગ, ફોડા, દાદર, ખંજવાળ વગેરે વિભિન્ન સમસ્યાઓથી બચી શકાય અથવા રોકી શકાય છે.
- સૂર્ય સ્નાન કરવાથી આપણુ લોહી સાફ થાય છે તેમજ બ્લડપ્રેશરને પણ સંતુલનમાં રાખવામાં મદદ કરે છે.
સૂર્ય સ્નાનના નુકશાન
અને આ સતત અથવા વધુ સમય સુધી ચાલુ રાખીએ તો ચામડી / ત્વચા ઢીલી પડવા લાગે છે જેના થી આપણે સમય પહેલા વૃદ્વ લાગવા લગીએ છીએ અને બીજો ચામડીને લગતુ કેન્સર થવાની સંભાવના પણ વધી જાય છે.
એક જરૂરી વાત જે ધ્યાન દેવા યોગ્ય છે કે જો શરીરને વિટામીન ડી ખોરાક માં થી પુરતુ મળતુ નથી તો સૂર્ય સ્નાન દ્વારા પુરૂ પાડી શકાય છે. કુદરતી પ્રકાશ આપણા સ્વાસ્થ્ય અને સુખાકારી માટે નિર્ણાયક છે. સૂર્ય પ્રકાશ આપણા શરીરની કુદરતી લયને નિયંત્રિત કરવામાં મદદ કરે છે અને તે પુરતું ન મળવાથી આપણા સ્વાસ્થ્યને આશ્ચર્યજનક રીતે અસર થઇ શકે છે.
Share your comments