લીંબુ પોષકતત્ત્વોથી ભરપૂર
જેમ કે આપણે જાણીએ જ છીએ કે લીંબુના રસમાં મોટા પ્રમાણમાં પોષકતત્વો હોય છે, અને લીંબુનો રસ સ્વાસ્થ્ય જાળવવા માટે ઉપયોગી છે, સાથે જ તેના રસથી ત્વચાને પણ સુંદર બનાવવામાં આવે છે. લીંબુનો રસ વિટામીન સીથી (Vitamin C) ભરપૂર હોય છે. ઉલ્લેખનીય છે કે લીંબુ બોડીને ડિટોક્સ કરવામાં સૌથી શ્રેષ્ઠ માનવામાં આવે છે. ઉપરાંત માથામાં ખોળો હોય કે અન્ય કોઈ સમસ્યા હોય તો લીંબુનો રસ અને તેની છાલનો પાવડર તે સમસ્યા દૂર કરવામાં મદદ કરે છે. લીંબુની છાલ વજન ઘટાડવા ઉપરાંત અન્ય કેટલીક સમસ્યાઓમાં ફાયદાકારક છે. વજન
લીંબુની છાલ ઘટાડશે વજન
વજન ઘટાડવા માટે લીંબુના રસનો ઉપયોગ કરવામાં આવે છે પરંતુ તેની છાલ ફેંકી દેવામાં આવે છે. પણ મોટી વાત તો એ છે કે પોષક તત્વોથી ભરપૂર લીંબુની છાલ પણ વજન ઘટાડવામાં મદદરૂપ સાબિત થઈ શકે છે. લીંબુની છાલ વજન ઘટાડવા ઉપરાંત અન્ય કેટલીક રીતે પણ ઉપયોગી છે.
સ્ટ્રેસ ઘટાડશે લીંબુની છાલ
વજન ઘટાડ્યા સિવાય પણ લીંબુના અનેક ફાયદા છે, લીંબુની છાલમાં પુરતા પ્રમાણમાં ફ્લેવાનોઈડ જેવા પોષક તત્ત્વો હોય છે, જેની મદદથી સ્ટ્રેસ ઘટાડવામાં મદદ થઈ શકે છે. લીંબુનો રસ સ્વાસ્થ્ય જાળવવા ઉપરાંત ત્વચાને સુંદર બનાવવા માટે પણ ઉપયોગી છે. લીંબુમાં ભરપૂર માત્રામાં વિટામિન-સી હોય છે જે સ્વાસ્થ્ય ઉપરાંત વાળના ગ્રોથ માટે પણ ઉપયોગી છે. તે સિવાય તેની છાલ પણ પોષક તત્વોથી ભરપૂર હોય છે. લીંબુની છાલમાં ભરપૂર માત્રામાં ફ્લેવાનોઈડ જેવા પોષક તત્વો હોય છે જે સ્ટ્રેસ ઘટાડવામાં સહાયક બને છે. માટે વધારે સ્ટ્રેસમાં હોય તેવા લોકોએ લીંબુની છાલનું સેવન શરૂ કરી દેવું જોઈએ.
હાડકાં બનશે મજબૂત
હાડકાં મજબૂત બનાવવા માટે પણ લીંબુની છાલ ખૂબ જ ફાયદાકારક છે.લીંબુની છાલમાં ભરપૂર માત્રામાં કેલ્શિયમ, વિટામિન-સી, એન્ટી ઓક્સિડેન્ટ્સ જેવા અન્ય તત્વો હોય છે જે હાડકાંના સ્વાસ્થ્ય માટે ખૂબ ઉપયોગી છે. લીંબુની છાલ વડે ગઠિયા, રહ્યુમેટોઈડ આર્થરાઇટ્સ જેવી હાડકાં સાથે સંકળાયેલી બીમારીઓ દૂર કરી શકાય છે. આ માટે કાચી છાલનું સેવન કરી શકાય અથવા તેને ધોઈને, સુકવીને તેનો પાવડર પણ બનાવી શકાય છે. ઉપરાંત આપણાં શરીરમાં અનેક પ્રકારના ટોક્સિન પદાર્થો હોય છે જેને ઘટાડવા માટે લીંબુની છાલનો ઉપયોગ થઈ શકે છે. લીંબુની છાલનું દરરોજ સેવન કરવાથી આવા ટોક્સિક પદાર્થો શરીરમાંથી દૂર થાય છે.
હ્રદય બનશે વધુ સ્વસ્થ
હૃદયને લાંબા સમય સુધી સ્વસ્થ રાખવા માટે પણ લીંબુની છાલનું સેવન કરવું જોઈએ. તેમાં રહેલા તત્વો કોલેસ્ટ્રોલ ઘટાડવામાં મદદ કરે છે. જો શરીરમાં કોલેસ્ટ્રોલનું લેવલ નીચું રહે તો હૃદય લાંબા સમય સુધી સ્વસ્થ રહે છે. તે સિવાય ડાયાબિટીસ જેવી બીમારીઓનું જોખમ પણ ઘટે છે. લીંબુની છાલ પોષક તત્ત્વોથી ભરપૂર હોય છે, અને લીંબુની છાલના આ પોષક તત્ત્વો વજન ઘટાડવા માટે ઉપયોગી નીવડે છે.
આ પણ વાંચો : ઈમ્યુનિટી વધારવા માટે, શિયાળામાં રોજ ખાઓ આ મેથી, શરીરને થશે અનેક ફાયદા
આ પણ વાંચો : આ ધાન્યમાં છે ભરપૂર કેલ્શીયમ અને બજારમાં માંગ પણ ખુબ છે
Share your comments