ચિપ્સના પૅકેટમાં ચિપ્સ ઓછી અને હવા વધારે હોય છે, આ બાબતને લઈ આપ સૌ સારી રીતે પરિચીત હશે. છેવટે ચિપ્સ પૅકેટમાં હવાનું પ્રમાણ શાં માટે વધારે હોય છે અને શા માટે તેમને આમ કરતા કોઈ અટકાવતુ નથી. શું પૅકેટમાં હવાનું ઉંચુ પ્રમાણ રાખવા પાછળ કોઈ વિજ્ઞાન છે? ચિપ્સના પૅકેટમાં કયો વાયુ ભરવામાં આવે છે તેને લગતા પ્રશ્નોના જવાબ અમે તમને આપી રહ્યા છીએ.
પૅકેટમાં નાઇટ્રોજન હોય છે
દરેક સ્નૅક્સ પૅકેટમાં હવા ભરેલી હોય છે, પણ ચિપ્સમાં તેનું પ્રમાણ કંઇક વધારે જ હોય છે. જો તમને એવું લાગતુ હોય કે આ પ્રકારના પૅકેટોમાં ઑક્સિજન ભરવામાં આવે છે અથવા સામાન્ય હવા ભરવામાં આવે છે તો તમારી આ ધારણા ખોટી છે. હકીકતમાં આ પૅકેટોમાં નાઇટ્રોજન ભરવામાં આવે છે. જોકે પ્રશ્ન એ પણ છે છેવટે શાં માટે ?
તૂટવાથી બચાવવા
પૉલિથીનની અંદર ભરેલ સ્નૅક્સ ખૂબ દૂરથી તમારા ઘર સુધી પહોંચે છે. આ સંજોગોમાં બજારના અનેક પડાવમાંથી પસાર કરતી વખતે ટ્રાંસપોર્ટેશનના સમયે ભારે દબણ, ધક્કા અને વજન સહન કરે છે. માટે તેમા જો હવા ન ભરેલી હોય તો તે પરસ્પર ટકરાઈને તૂટી જાય છે. ચિપ્સની સાથે તો આ મુશ્કેલી વધારે ગંભીર છે. માટે તેમ ગૅસ ભરેલ હોય છે જેથી ટ્રાંસપોર્ટેશનના સમયે તે તૂટી ન જાય.
કીટાણુથી બચાવવા માટે
ખાવાની ચીજવસ્તુઓમાં કીટાણુઓનું આક્રમણ ખૂબ જ તેજ હોય છે. માટે આ પૅકેટમાં નાઇટ્રોજન ગૅસ ભરવામાં આવે છે, જેથી કીટકોને આ ખાદ્ય પદાર્થોમાં વિકાસ પામવા માટે કોઈ જ વાતાવરણ કે તક ન મળે. આ ઉપરાંત તેને લીધે સ્નૅક્સ એક્સપાયરી ડેટ સુધી સલામત રહી શકે છે. નાઇટ્રોજન ગૅસ ભોજનને લાંબા સમય સુધી સુરક્ષિત રાખી શકે છે.
હવા પાછળની સાઇકોલૉજી
હકીકતમાં પૅકેટોમાં મહત્તમ હવા ભરવાની સાઇકોલૉજીનું કનેક્શન માર્કેટિંગ આધારિત છે. સામાન્ય રીતે ચિપકેલા પૅકેટને બદલે ફૂલેલા પૅકેટ વધારે પસંદ કરવામાં આવે છે. સંપૂર્ણ પૅકેટની ચિપ્સ કે સ્નૅક્સથી ભરેલા હોય છે, એટલે કે એ ખાતરી અપાવવા માટે કંપનીઓ તેમાં હવા ભરે છે.
Share your comments