Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

Health & Lifestyle

ડાબા પડખે સુવાથી થતા ફાયદા વિશે જાણો

બધા લોકોને સૂવાનું ખુબજ પસંદ હોય છે પરંતુ તમને નહી ખબર હોય કે સૂવાની સાચી રીત કઈ છે ? કોઈ લોકો ઉંધા સૂતા હોય છે તો કોઈ લોકો ક્રોસમાં સૂતા હોય છે આજે અમે તમને એ જણાવીશુ કે ડાબા પડખે સુવાથી શરીરમાં ઘણી બધી થતી સમસ્યાઓથી છૂટકારો મેળવી શકાય છે

Sukhadev Thakor
Sukhadev Thakor
benefits of sleeping on the left side
benefits of sleeping on the left side

બધા લોકોને સૂવાનું ખુબજ પસંદ હોય છે પરંતુ તમને નહી ખબર હોય કે સૂવાની સાચી રીત કઈ છે ?  કોઈ લોકો ઉંધા સૂતા હોય છે તો કોઈ લોકો ક્રોસમાં સૂતા હોય છે આજે અમે તમને એ જણાવીશુ કે ડાબા પડખે સુવાથી શરીરમાં ઘણી બધી થતી સમસ્યાઓથી છૂટકારો મેળવી શકાય છે

ડાબા પડખે સૂવાથી થતા ફાયદાઓ

  • ડાબી બાજુ સુવાથઈ હ્રદય પર દબાણ નથી પડતુ. એટલા માટે હ્રદયની કાર્યશૈલી હંમેશા સારી રહે છે અને સ્વાસ્થ્ય માટે ડાબી બાજુ સૂવુ એ સારુ મનાય છે અને ડાબી બાજુ સુવાથી રક્તનું પરિભ્રમણ પણ સારી રીતે થાય છે.
  • ડાબી બાજુ સુવાથી શરીરના વિવિધ ભાગોનાં અંગ તેમજ મગજને ઓક્સિજન મળી રહે છે જેનાથી માનસિક સ્વાસ્થ્ય સારુ રહે છે અને મગજ પર તેની સારી એવી અસર પડે છે
  • આયુર્વેદ સાસ્ત્રમાં જણાવ્યા અનુસાર જો ગર્ભવતી મહિલા ડાબા પડખે સૂવે તો પેટમાં રહેલ બાળક માટે તે ખુબજ ફાયદાકારક છે અને મહિલાને પેટના દુખાવાથી આરામ મળે છે
  • જો આપના શરીરમાં ખોરાકનું યોગ્ય રીતે પાચન નથી થતુ તો ડાબા પડખે સૂવાથી આ બીમારીથી છૂટકારો મળે છે ડાબા પડખે સૂવાથી ગુરુત્વાકર્ષણ બળના કારણે ખાધેલ ખોરાક નાના આંતરડામાંથી મોટા આંતરડામાં સહેલાઈથી પહોંચી જાય છે તેના કારણે સવારે શૌત કરવામાં પણ તકલીફ પડતી નથી
  • ડાબા પડખે સૂવાથી ચરબી જમા થતી નથી અને મેદસ્વીતાથી દૂર રહી શકાય છે.
  • ડાબા પડખે સુવાથી કમર,પીઠ,કરોડરજ્જુ તેમજ પીઠ પર દબાણ આવતુ નથી તેના કારણે પીઠની માસપેશીઓને પણ આરામ મળે છે. જેનાથી કમરનો દુ:ખાવો થતો નથી જેથી સારી એવી ઉંઘ લઈ શકાય છે.
  • ડાબા પડખે સૂવાથી સ્વાદુપિંડ પણ સરળતાથીપોતાનું કામ કરી શકે છે તેના કારણે પાચન શક્તિ માટે કોઈ પણ જાતની તકલીફ રહેતી નથી.
  • ડાબા પડખે સૂવાથી ભોજન નાના આંતરડામાંથી મોટા આંતરડામાં સરળતાથી પહોંચે છે. જેના કારણે ભોજન સરળતાથી પચી જાય છે
  • ડાબા પડખે સૂવાથી હ્રદય,મગજ,વાળ,ત્વચા અને શરીરની નેચરલ ડીટોક્સિટેશન પ્રક્રિયા માટે પણ ફાયદાકારક છે તેમજ શરીરમાં આવી નાની - નાની સમસ્યાઓથી પણ ઝડપથી છૂટકારો મેળવી શકાય છે

Share your comments

Subscribe Magazine

More on Health & Lifestyle

More