બધા લોકોને સૂવાનું ખુબજ પસંદ હોય છે પરંતુ તમને નહી ખબર હોય કે સૂવાની સાચી રીત કઈ છે ? કોઈ લોકો ઉંધા સૂતા હોય છે તો કોઈ લોકો ક્રોસમાં સૂતા હોય છે આજે અમે તમને એ જણાવીશુ કે ડાબા પડખે સુવાથી શરીરમાં ઘણી બધી થતી સમસ્યાઓથી છૂટકારો મેળવી શકાય છે
ડાબા પડખે સૂવાથી થતા ફાયદાઓ
- ડાબી બાજુ સુવાથઈ હ્રદય પર દબાણ નથી પડતુ. એટલા માટે હ્રદયની કાર્યશૈલી હંમેશા સારી રહે છે અને સ્વાસ્થ્ય માટે ડાબી બાજુ સૂવુ એ સારુ મનાય છે અને ડાબી બાજુ સુવાથી રક્તનું પરિભ્રમણ પણ સારી રીતે થાય છે.
- ડાબી બાજુ સુવાથી શરીરના વિવિધ ભાગોનાં અંગ તેમજ મગજને ઓક્સિજન મળી રહે છે જેનાથી માનસિક સ્વાસ્થ્ય સારુ રહે છે અને મગજ પર તેની સારી એવી અસર પડે છે
- આયુર્વેદ સાસ્ત્રમાં જણાવ્યા અનુસાર જો ગર્ભવતી મહિલા ડાબા પડખે સૂવે તો પેટમાં રહેલ બાળક માટે તે ખુબજ ફાયદાકારક છે અને મહિલાને પેટના દુખાવાથી આરામ મળે છે
- જો આપના શરીરમાં ખોરાકનું યોગ્ય રીતે પાચન નથી થતુ તો ડાબા પડખે સૂવાથી આ બીમારીથી છૂટકારો મળે છે ડાબા પડખે સૂવાથી ગુરુત્વાકર્ષણ બળના કારણે ખાધેલ ખોરાક નાના આંતરડામાંથી મોટા આંતરડામાં સહેલાઈથી પહોંચી જાય છે તેના કારણે સવારે શૌત કરવામાં પણ તકલીફ પડતી નથી
- ડાબા પડખે સૂવાથી ચરબી જમા થતી નથી અને મેદસ્વીતાથી દૂર રહી શકાય છે.
- ડાબા પડખે સુવાથી કમર,પીઠ,કરોડરજ્જુ તેમજ પીઠ પર દબાણ આવતુ નથી તેના કારણે પીઠની માસપેશીઓને પણ આરામ મળે છે. જેનાથી કમરનો દુ:ખાવો થતો નથી જેથી સારી એવી ઉંઘ લઈ શકાય છે.
- ડાબા પડખે સૂવાથી સ્વાદુપિંડ પણ સરળતાથીપોતાનું કામ કરી શકે છે તેના કારણે પાચન શક્તિ માટે કોઈ પણ જાતની તકલીફ રહેતી નથી.
- ડાબા પડખે સૂવાથી ભોજન નાના આંતરડામાંથી મોટા આંતરડામાં સરળતાથી પહોંચે છે. જેના કારણે ભોજન સરળતાથી પચી જાય છે
- ડાબા પડખે સૂવાથી હ્રદય,મગજ,વાળ,ત્વચા અને શરીરની નેચરલ ડીટોક્સિટેશન પ્રક્રિયા માટે પણ ફાયદાકારક છે તેમજ શરીરમાં આવી નાની - નાની સમસ્યાઓથી પણ ઝડપથી છૂટકારો મેળવી શકાય છે
Share your comments