Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

Health & Lifestyle

જાણો...ખજુરની કેટલીક જાતો અને ફળની અવસ્થા અંગેની જાણકારી

ખજુરના ઝાડથી સારા ફળો મેળવવા માટે પકાવ અવસ્થામાં વરસાદ થવો જોઈએ નહીં અથવા ખૂબ જ ઓછો વરસાદ થવો જોઈએ. દેશમાં જૂન મહિનામાં ચોમાસાની શરૂઆત થાય છે તે સાથે જ ખજુર પાકવા લાગે છે. અને ભેજને લીધે પાક ખરાબ થઈ જાય છે.

KJ Staff
KJ Staff
Dates
Dates

ખજુરના ઝાડથી સારા ફળો મેળવવા માટે પકાવ અવસ્થામાં વરસાદ થવો જોઈએ નહીં અથવા ખૂબ જ ઓછો વરસાદ થવો જોઈએ. દેશમાં જૂન મહિનામાં ચોમાસાની શરૂઆત થાય છે તે સાથે જ ખજુર પાકવા લાગે છે. અને ભેજને લીધે પાક ખરાબ થઈ જાય છે. માટે વદારે ડોકા અવસ્થામાં જ દેશમાં તેની લણણી કરી લેવામાં આવે છે. રાજસ્થાન અને ગુજરાતના રણ વિસ્તારમાં ખજુરની વૃદ્ધિ અને ઉપજ માટે સર્વૌત્તમ છે, તો ચાલો જાણીએ ખજુર પાકની અવસ્થા અને જાતો અંગે...

ખજુર પાકની અવસ્થાઓ

ખજુરમાં પાકની પાંચ અવસ્થા હોય છે, પહેલી અવસ્થા હબ્બાક કહેવામાં આવે છે,જે પરાગણના 4 સપ્તાહ સુધી રહે છે. તેમાં અપરાગિત કાર્પલ્સ ખરવા લાગે છે. બીજી અવસ્થામાં પાકનો લીલો રંગ થઈ જાય છે અને ભેજનું પ્રમાણ 85 ટકા સુધી રહે છે. તેને ગંડોરા (કીમરી) અવસ્થા કહે છે. ત્રીજી અવસ્થા ડોકા (ખલલ) કહેવામાં આવે છે, જે પાક કઠોર પીળા અથવા ગુલાબી અથવા લાલ રંગના હોય છે. તેનો વજન 10-15 ગ્રામ તથા સ્વાદમાં કસૈલે હોય છે. પાકમાં ટીએસએસનું પ્રમાણ 30-45 ટકા અને ભેજ 50-65 ટકા હોય છે. ચોથી અવસ્થા ડેંગ (રુતબ) છે, જેમાં પાક ખાવા યોગ્ય થઈ જાય છે અને પાકની ટીપ મુલાયમ હોવાની શરૂઆત થાય છે. અંતિમ પિન્ડ (તમર) અવસ્થા છે, જેમાં પાક સંપૂર્ણપણે પાકી જાય છે અને ટીએસએસના પ્રમાણ 30-64 ટકા હોય છે.

દેશમાં ખજુરની મુખ્ય જાતો

બરહી ખજુર જાતઃ આ જાતનું ઉત્પાદન બસરા, ઈરાકથી થાય છે. આ જાતના પાક મધ્યમ આકારના અને ડોકા અવસ્થામાં સોનેરી પીળા રંગના હોય છે. તેની જાતના ફળ ડોકા અવસ્થાથી પહેલા સાધારણ કસૈલે થતા નથી. પાકનું સરેરાશ વજન 13.6 ગ્રામ, કુલ ઘુલનશીલ નક્કર પદાર્થ (ટીએસએસ) 31 ટકા હોય છે. તે મધ્યમ સમયગાળામાં પાકતી જાત છે, જેના ફળ ડોકા અવસ્થામાં મીઠા અને સ્વાદિષ્ટ હોય છે. તેની અન્ય જાતોથી અલગ ઓળખ આ કારણથી થાય છે. ઈઝરાઈલમાં તેની સરેરાશ ઉત્પાદન 200 કિલોગ્રામ પ્રતિ છોડ છે, તે પાકેલા ફળ ગણા મુલાયમ હોય છે અને તેની આ અવસ્થામાં ઘણુ નુકસાન થાય છે. તેનાથી સકર્સનું ઉત્પાદન ઓછું, સામાન્ય, ત્રણથી પાંચ થાય છે.

મૈડજુલ ખજુર જાતઃ આ જાતની ઉત્પતિ મોરક્કો દેશથી થઈ છે. તેના ફળોના રંગ ડોકા અવસ્થામાં પીળા નારંગી માટે હોય છે. જોકે આ અવસ્થામાં પાક કસૈલે હોય છે. આ જાતના ફળનો આકાર મોટો 20થી 40 ગ્રામ વજન આકર્ષક હોય છે. પાકનો સરેરાશ વજન 22.80 ગ્રામ અને કુલ સોલ્યુબિલિસેડ સોલિડ 34.5 ટકા તથા ફળ મોડેથી પાકીને તૈયાર થાય છે. આ જાતના ફળોમાં વરસાદથી ઓછું નુકાસન થાય છે. તેનાથી 20થી 25 સુધી અંતઃભુસ્તારી ઉત્પાદન સરળતાથી થાય છે.

ખલાસ ખજુર જાતઃ આ જાતના ફળ ડોકા અવસ્થામાં પીળા અને મીઠા થઈ જાય છે. ફળનું સરેરાશ વજન 15.2 ગ્રામ તથા કુલ મિશ્રણ ઠોસ પદાર્થનું પ્રમાણ 25 ટકા હોય છે. ફળ મધ્યમ અવધિમાં પાકીને તૈયાર થઈ જાય છે.

હલાવી જાતઃ તેના ફળ ડોકા અવસ્થામાં પીળા અને મીઠા થઈ જાય છે, જેમાં કસૈલાપન બિલકુલ ઓછું થાય છે. ફળનું સરેરાશ વજન 12.6 ગ્રામ, કુલ ટીએસએસ 31 ટકા હોય છે. જાતના પાક જલ્દી પાકીને તૈયાર થઈ જાય છે.

જાહિદ ખજુર જાતઃ આ જાતના પાક ડોકા અવસ્થામાં પીળા અને કસૈલ થઈ જાય છે. પાક ઘણા નક્કર અને તેની છાલ ઘણા ચિકણા અને સખત હોય છે. જેને લીધે પાક વરસાદ થવાના સંજોગોમાં સરળતાથી ખરાબ થઈ જતા નથી. આ ગુણોને લીધે તેના ફળોના પિંડ સારા બને છે. પાકનું સરેરાશ વજન 10.1 ગ્રામ અને કુલ મિશ્રણશીલ ઠોસ પદાર્થનું પ્રમાણ 35.5 ટકા હોય છે,જે મોડેથી પાકીને તૈયાર થઈ જાય છે.

ખદરાવી ખજૂરઃ આ જાતના પાક ડોકા અવસ્થામાં પીળા લીલા તથા કસૈલ થઈ જાય છે. ફળનું સરેરાશ વજન 12.90 ગ્રામ તથા કુલ મિશ્રણશીલ નક્કર પદાર્થનું પ્રમાણ 36 ટકા હોય છે. ફળોના પરિપક્વતાની અવધી મધ્યમ હોય છે. ડોકા અવસ્થા અને ત્યારબાદની અવસ્થામાં ફળોના વરસાદ તથા વધારે વાતાવરણીય ભેજથી ઘણા વધારે હાની કરે છે.

શામરન જાતઃ આ જાતના પાક ડોકા અવસ્થામાં નીચલા સ્તર પર સામાન્ય રિંગણ પીળા હોય છે. આ અવસ્થામાં પાક કસૈલ હોય છે. પાકનું સરેરાશ વજન 13.30 ગ્રામ તથા મિશ્રણશીલ નક્કર પદાર્થનું પ્રમાણ 34.5 ટકા હોય છે. ફળોની પરિપક્વતાની અવધી મધ્યમ હોય છે.

ખુનેરી જાતઃ આ ફળ ડોકા અવસ્થામાં લાલ રંગ તથા પીળા હોય છે. ફળોના ગૂદા કુરકુરા અને સ્વાદિષ્ટ હોય છે. ફળનું સરેરાશ વજન 10.2 ગ્રામ તથા કુલ મિશ્રણશીલ નક્કર પદાર્થનું પ્રમાણ 43 ટકા હોય છે,જે જલ્દીથી પાકીને તૈયાર થઈ જાય છે.

જુગલૂલ જાતઃ આ ફળ ડોકા અવસ્થામાં લાલ રંગના સરેરાશ કસૈલ હોય છે. ફળનું સરેરાશ વજન 10.7 ગ્રામ અને કુલ મિશ્રણશીલ નક્કર પદાર્થનું પ્રમાણ 28 ટકા હોય છે. ફળ મોડેથી પાકીને તૈયાર થઈ જાય છે.

Related Topics

dates fruit Healthtips

Share your comments

Subscribe Magazine

More on Health & Lifestyle

More