1લી ફેબ્રુઆરીના રોજ સરકારે તેના વાર્ષિક બજેટમાં કર સંબંધિત માળખામાં ફેરફાર કરવાની જાહેરાત કરતા ચાલુ મહિનામાં મલેશિયામાંથી ભારત દ્વારા કરવામાં આવતી પાલ ઓઈલની આયાતને અસર થઈ શકે છે. ભારતે ક્રુડ પામ ઓઈલ (સીપીઓ) પરની ઈમ્પોર્ટ ડ્યુટી 27.50 ટકાથી ઘટાડી 15 ટકા કરી છે.
સોયાબીન ઓઈલ અને સુર્યમુખી તેલ પરની જકાત પણ 35 ટકાથી ઘટાડી 15 ટકા કરવામાં આવી છે. સરકારે ક્રુડ સોયાબીન અને સુર્યમુખી તેલ પરનું સીપીઓ પણ 17.5 અને 20 ટકા સેસની દરખાસ્ત રજૂ કરી છે.
આ ફેરફારો બાદ સીપીઓની આયાત પર 30.35 ટકાને બદલે 35.75 ટકા થશે, જોકે ક્રુડ સોયા ઓઈલ માટે એકંદરે ડ્યુટી માળખામાં કોઈ ફેરફાર થશે નહીં. પામ ઓઈલ પર ડ્યુટીનો લાભ નહીં રહે. તે તેના સ્પર્ધક તેલની વિવિધ જાતોને મળશે, અને હવે પામ ઓઈલની કિંમતમાં ઘટાડો શાં માટે મર્યાદિત થઈ ગયો છે તે વાત કરીએ. નીચી આયાતની સ્થિતિમાં નજીકના ભવિષ્યમાં પુરવઠાની સ્થિતિ રિબાઉન્ડ થશે.
મલેશિયામાંથી આયાત ઘટવા પાછળનું અન્ય એક કારણ ઘરઆંગણે અન્ય તેલીબિયા પાકોનું સારું વાવેતર થયું છે, ખાસ કરીને એરંડાની સ્થિતિ અગાઉની સિઝન કરતા વધારે સારી છે. જાન્યુઆરી,2021 સુધી મલેસિયાથી પામ ઓઈલની આયાત નોંધપાત્ર પ્રમાણમાં રહી છે. અલબત જાન્યુઆરી મહિનામાં પામ ઓઈલની આયાત અગાઉના વર્ષની તુલનામાં 31 ટકા વધી છે. ભારતે નવેમ્બર,2020માં ઈમ્પોર્ટ ડ્યુટીમાં ઘટાડો કર્યો હતો.
ભારતે ગયા મહિને પામ ઓઈલની 780,741 ટન આયાત કરી હતી. ભારત ઈન્ડોનેશિયા અને મલેશિયા ઉપરાંત અન્ય દેશો જેવા કે આર્જેન્ટિના, બ્રાઝીલ, ઉક્રેન અને રશિયામાંથી સોયાઓઈલ અને સનફ્લાવર ઓઈલની આયાત કરે છે.
Share your comments