વરસાદના હિવસો બધાને ગમે છે. જ્યારે વરસાદ થાય છે તો તેમા ભીના થવાના મન પણ બધાને થાય છે, પણ તેના સાથે બીમાર પડવાણુ મન તો કોણાને નથી થથુ પણ શુ કરીએ થઈ જઈએ છીએ. હવે કે જેમ દેશમાં ચોમાસું આવી ગયું છે તો ગરમીથી રાહત મળી છે.
વરસાદના હિવસો બધાને ગમે છે. જ્યારે વરસાદ થાય છે તો તેમા ભીના થવાના મન પણ બધાને થાય છે, પણ તેના સાથે બીમાર પડવાણુ મન તો કોણાને નથી થથુ પણ શુ કરીએ થઈ જઈએ છીએ. હવે કે જેમ દેશમાં ચોમાસું આવી ગયું છે તો ગરમીથી રાહત મળી છે. પરંતુ વરસાદના સાથે સંક્રમિત ચેપ અને આરોગ્યની અન્ય ચિંતાઓ પણ સાથે આવી છે. એટલે આપણે મોસમી ફલૂ અથવા સામાન્ય શરદી જેવા રોગો સાથે સંકળાયેલા ન હોવાની ખાતરી કરવાની જરુર છે.
વરસાદની ઋતુમાં રોગપ્રતિકારક શક્તિ બનાવવી એ સૌથી મહત્વપૂર્ણ કાર્ય છે, કેમ કે ચોમાસામાં રોગોની સંખ્યામાં વધારો થઈ જાએ છે. એવું કહેવામાં આવે છે કે રોગપ્રતિકારક શક્તિ દરેક બીજા અઠવાડિયામાં આપણે પુનર્જીવિત કરે છે.તેથી જ આપણે શું પીએ છીએ અને ખાઈએ છીએ તેના આપણા આરોગ્ય પર મોટી અસર પડે છે.
વરસાદની ઋતુમાં આપણે બધા ચા પીએ છીએ… .તો કેમ નહીં એજ ચોમાસા સામાન્ય ચા પીવાને બદલે… થોડી હર્બલ ચા અજમાવીએ!!
હર્બલ ચા
ચાને વેગ આપતી હર્બલ ચા રોગપ્રતિકારક શક્તિને વધારે છે, તેમા અસંખ્ય મસાલોના ઉપયોગ થાય છે. જે તેમને ખરેખર ખૂબ સ્વસ્થ રાખે છે. આજે આપણે આવી જ એક હર્બલ ચા વિશે વાત કરીશું, જેની આરોગ્ય નિષ્ણાતો દ્વારા ખૂબ ભલામણ કરવામાં આવી છે, કારણ કે તે ચોમાસાની ઋતુમાં તમારી રોગ પ્રતિકારક શક્તિને વધારવામાં મદદ કરશે, તે હર્બલ ચા છે આદુ - તુલસીની ચા. તે હર્બલ ટી એવા તત્વોથી બનાવવામાં આવે છે જે આપણા રસોડામાં સરળતાથી મળી જાએ છે.
આ ચાને ઉકાળો તરીકે બનાવવામાં આવે છે અને તે દૂધની હાજરી સાથે પણ ખૂબ જ સારી લાગશે. તેને સહેજ મીઠી બનાવવા માટે કુદરતી સ્વીટનર્સને હર્બલ ટીમાં ઉમેરી શકાય છે,જો કે તે સંપૂર્ણપણે વૈકલ્પિક છે. આ હર્બલ ટી, આદુ અને તુલસીના સ્વાસ્થ્ય લાભો અને પોષક ગુણધર્મો માટે જાણીતી છે, જે આપણી પ્રતિરક્ષા મજબૂત બનાવવામાં મદદ કરે છે પ્રાચીન સમયથી જ આપણી દાદી-નાની પણ આ બંને ઘટકોની તંદુરસ્ત શરીર માટે ભલામણ કરે છે.
મસાલા જેવા કે વરિયાળીનાં દાણા, કાળા મરીના દાણા, તજ પાવડર અને જીરા વધુ ઉમેરવાથી ઘણા બધા પોષક તત્ત્વોનું બળવાન મિશ્રણ બને છે. અજવાઇન અને ડ્રાય ઓરેગાને ઉમેરીથી પણ રોગપ્રતિકારક શક્તિમાં વધારો થાય છે. તો તમે રાહ શાની જુઓ છો.. ચોમાસાની આ ઋતુમાં આ હર્બલ ચા બનાવો અને તેના ગુણધર્મોથી પોતાની રોગપ્રતિકારક શક્તિમાં વધારો કરો.
તમાલપત્રના સેવનથી થનારા ફાયદા વિશે જાણો, અનેક બિમારીનો કરી દેશે ખાતમો
હર્બલ ચા માટે શુ-શુ જોઈએ છે
- 1 આદુની ચપટી
- 3 કાળી મરીના દાણા
- 2-3 તુલસીના પાંદડા
- 1 ચમચી ઓરગેનો
- 1/4ચમચી વરિયાળી નો દાણ
- 1/4 યમચી જીરુના દાણા
- અજમોની ચપટી
- 1/4 ચમચી તજ પાવડર
કેવી રીતે બનાવી
- એક વાટકીમાં બધા ઇંગ્રીડિયન્સને નાખી દો અને સાથે જ તેમા બે કપ પાણી પણ ઉમેરી દો
- 10 મીનિટ કે પછી તેથી 1-2 મિનટ વધારે તેને ઉકાળો
- અને પછી ગરમ-ગરમ પીવો
Share your comments