Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

Health & Lifestyle

આગામી દિવસોમાં દેશભરમાં ઊંચી ગુણવત્તાવાળું સિંગતેલ ખાવા મળશે

વરૂણદેવની કૃપાથી આ વર્ષે દેશવાસીઓને વધારે સારી ગુણવતાવાળું સિંગતેલ ખાવા મળે તેવા સંકેત મળી રહ્યા છે. સમયસર થયેલા વરસાદના કારણે આ વખતે મગફળીનાં વાવેતરમાં 61 ટકા જેટલો વધારો થયો હોવાથી આ વખતે દેશમાં મગફળીનો પાક છેલ્લા એક દાયકાનો સૌથી વધારે આવવાની ધારણા છે.

Sukhadev Thakor
Sukhadev Thakor
સિંગતેલ
સિંગતેલ

વરૂણદેવની કૃપાથી આ વર્ષે દેશવાસીઓને વધારે સારી ગુણવતાવાળું સિંગતેલ ખાવા મળે તેવા સંકેત મળી રહ્યા છે. સમયસર થયેલા વરસાદના કારણે આ વખતે મગફળીનાં વાવેતરમાં 61 ટકા જેટલો વધારો થયો હોવાથી આ વખતે દેશમાં મગફળીનો પાક છેલ્લા એક દાયકાનો સૌથી વધારે આવવાની ધારણા છે. પરિણામે ભાવની પડતર કરવા માટે ઓઇલ મિલરોને સિંગતેલમાં જે પામતેલની ભેળસેળ કરવી પડે છે તેની માત્રામાં ઘટાડો થશે. સામાપક્ષે દેશની પામતેલની આયાત 20 લાખ ટન જેટલી ઘટીને 75 લાખ ટન રહેવાની ધારણા મુકાઇ છે.'

આમે ય તે ખેડૂતોએ પિયતની જમીનોમાં પહેલેથી જ મગફળીના વાવેતર કર્યાં હતાં, એમાં વળી વરસાદે સમયસર મહેર કરી છે. તેથી જુલાઇ-20ના પ્રારંભે કુલ 25.05 લાખ હેક્ટરમાં મગફળીનાં વાવેતર થઇ ગયા છે. માત્ર જામનગર જિલ્લામાં જ આ વખતે મગફળીનો વાવેતર વિસ્તાર બે લાખ હેક્ટરથી વધારે થઇ ગયો છે. હવે જો દેશમાં મગફળીનું ઉત્પાદન વધે તો તેમાં દેશની તિજોરીને અને દેશવાસીઓના સ્વાસ્થ્યને મોટો ફાયદો છે. દેશમાં આ વખતે મગફળીના ઉત્પાદન અંગે કરાયેલા વિવિધ સર્વેક્ષણમાં સૌ એ ઉત્પાદન 32 લાખ ટનથી 40 લાખ ટનની વચ્ચે આવવાના અંદાજ મુક્યા છે.'

સ્થાનિક સ્તરે મગફળીનું ઉત્પાદન વધતા પામતેલની આયાત ઘટશૈ. હાલના આંકડા એવું ફલિત કરે છે કે આગામી દિવસોમાં પામતેલની ભારતમાં નિકાસ વધારવા માટે' મલેશિયા તથા ઇન્ડોનેશિયા વચ્ચે કટ્ટર સ્પર્ધા થશે. મલેશિયા સાથેનાં ભારતનાં વ્યવસાયિક સંબંધો સુધરતા હવે જૂન-20ના અંતે મલેશિયામાં પામતેલના સ્ટોકમાં 6.33 ટકાનો ઘટાડો થયો હોવાનું મલેશિયા પામ ઓઇલ બોર્ડના આંકડા જણાવે છે.' જૂન-20મા મલેશિયાની પામતેલની નિકાસ 24.91 ટકા વધી હતી પરંતુ જુલાઇ-20 નાં પ્રથમ 10 દિવસમાં નિકાસ 17.8 ટકા ઘટી હોવાનું કાર્ગો સર્વેયર કંપની આઈટીએસનું તારણ છે. સામાપક્ષે ઇન્ડોનેશિયાના પામતેલના સ્ટોકમાં 3.82 ટકાનો વધારો થયો છે.'''

ભારતીય ખાદ્યતેલ ઇન્ડસ્ટ્રીનું કડવું સત્ય છે કે તેલ મિલરો ભાવની પડતર કરવા માટે સિંગતેલમાં તથા સરસવના તેલમાં પામતેલનું મિશ્રણ કરતા હોય છે. અને તેમાં એસેન્સ ભેળવીને જે તે તેલની સુગંધ તૈયાર કરી દેતા હોય છે. કારણ કે પરંપરાગત રીતે જોવા મળ્યું છે કે અતિ શુધ્ધ તેલ બનાવવા માટે જો પામતેલની મિલાવટ ન કરાય તો તેના ભાવ એટલા ઊંચા જાય છે કે ઉપભોક્તાની ખરીદી ઘટી જાય છે. સામાપક્ષે જો મગફળી બહુ સસ્તી હોય તો ભાવ નીચા રહેવાના કારણે પરવડે તેવા ભાવે વધારે સારી ગુણવત્તાવાળું તેલ વેચાય છે, જેના કારણે પામતેલના વપરાશમાં ઘટાડો થાય છે.

Share your comments

Subscribe Magazine

More on Health & Lifestyle

More