Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

Health & Lifestyle

બેલી ફેટ ઘટાડવા માંગો છો, તો દરરોજ કરો સાયકલિંગ

કમરની આજુબાજુ એકત્રિત થતી ચરબીને બેલી ફેટ કહેવામાં આવે છે. બેલી ફેટનું વધારે પડતું પ્રમાણ આરોગ્ય પર નકારાત્મક અસર ઉભી કરે છે. તેને લીધે અનેક ગંભીર પ્રકારની બીમારીનું સર્જન થાય છે. જેમ કે બ્લડ સુગર,હાઈ કોલેસ્ટ્રોલ, બ્લડ પ્રેશર અને હૃદયરોગનો હુમલો. એટલે સારી જીવનશૈલી માટે આવશ્યક છે કે બેલી ફેટનું પ્રમાણ ઘટાડવામાં આવે અથવા નિયંત્રિત રાખવામાં આવે

કમરની આજુબાજુ એકત્રિત થતી ચરબીને બેલી ફેટ કહેવામાં આવે છે. બેલી ફેટનું વધારે પડતું પ્રમાણ આરોગ્ય પર નકારાત્મક અસર ઉભી કરે છે. તેને લીધે અનેક ગંભીર પ્રકારની બીમારીનું સર્જન થાય છે. જેમ કે બ્લડ સુગર,હાઈ કોલેસ્ટ્રોલ, બ્લડ પ્રેશર અને હૃદયરોગનો હુમલો. એટલે સારી જીવનશૈલી માટે આવશ્યક છે કે બેલી ફેટનું પ્રમાણ ઘટાડવામાં આવે અથવા નિયંત્રિત રાખવામાં આવે. બેલી ફેટને ઓછું કરવા માટે કેલેરીનું પ્રમાણ મર્યાદિત કરવાની જરૂર હોય છે. કેલરી સેવન પર સતત ધ્યાન રાખવાની જરૂર હોય છે અને વધારે કેલરીને બર્ન કરવા માટે વ્યાયામ કરવો જરૂરી હોય છે. આ ઉપરાંત સંતુલિત આહાર પણ ઝડપથી બેલી ફેટને નિયંત્રિત કરવામાં કે ઘટાડવામાં મદદરૂપ થાય છે. તમે સામાન્ય પ્રમાણમાં વ્યાયમ કરવાથી પણ બેલી ફેટને ઘટાડી શકો છો.

કેવી રીતે ઘટાડી શકાય બેલી ફેટ

વોકિંગ-

એક ખૂબ જ સરળ કાર્ડિયો વ્યાયામ તમારી બેલી ફેટને ઓછું કરી શકે છે અને ફિટ રહેવામાં પણ તમારી મદદ કરી શકે છે.સંતુલિત ડાઈટ સાથે વોકિંગની જાદુઈ અસર થાય છે. જો તમે તમારા જાડ઼ા પણ ઓછું કરવા માટે વિચારી રહ્યા છો તો સવારની તાજી હવામાં ફક્ત 30 મિનિટ ઝડપથી ચાલવાથી પેટની આજુબાજુ એકત્રિત થયા ફેટને ઓછા કરી શકો છો.આ ઉપરાંત તેની સકારાત્મક અસર સાથે તમારા મેટાબોલિઝ્મ તથા હૃદયના ધબકારામાં પણ અસર થશે ફેટ બર્નિંગ માટે દોડવું પણ શક્ય છે. આ રીતે વ્યાયામ કરવા માટે તમારે કોઈ પણ ઉપકરણની જરૂર રહેતી નથી. તે શરીરના અન્ય ભાગોમાંથી ફેટને ઘટાડવામાં મદદ રૂપ થાય છે.

સાઈકલિંગ-

બેલી ફેટને બર્ન કરવાની અસરકારક પદ્ધતિ સાઈકલિંગ કરવાનું પણ છે. સાઈકલિંગ કરવાથી તમારું હૃદય વધારી ઝડપથી ધબકવા લાગે છે અને આ ઉપરાંત કેલરીનું પ્રમાણ બર્ન કરવાની ક્ષમતા શરૂ થાય છે.જાંઘ અને કમરના વજનને ઓછું કરવામાં સાઈકલિંગ મદદરૂપ થાય છે. એટલે હવેથી તમે આજુબાજુની જગ્યાઓમાં સાઈકલિંગ સાથે આવુ -જાવુ શરૂ કરો. દરરોજ સાઈકલિંગ કરવાથી તમારા બેલી ફેટ કંટ્રોલમાં આવી જશે. કેમ કે તે તમારા ફેંટ ઓછુ કરવામા મદદ રૂર થાય છે.

જમવાનુ પર આપો ધ્યાન

જે તમને જંક ફૂડ ખાવાની ઠેવ છે અને તમારા વજન ઝડપતી વધી રહ્યા છે તો તમે તરત જ જંક ફૂડ ખાવા છોડી દેજો. કેમ કે તે તમારા વજાન નથી વધાવી રહ્યા પણ તમારા માટે કઈક બીમારિઓને આમંત્રણ આપી રહ્યુ છે. જંક ફૂડ છોડવા થી તમારા વજન ઓછુ થાશે અને તમારો વ્યાયામ પણ સફળ થાશે કેમ કે જે તમે વોકિગ.જોગિંગ કે પછી સાઈકલિંગ કરી રહ્યા છો અને તેના સાથે જ જંક ફૂડ પણ ખાઓ છો તો તમારા વજમ ક્યારે ઓછુ ન થાય અને પહેલાથી જ પણ વધારે વધી જશે.

Related Topics

Cycling joging excercise

Share your comments

Subscribe Magazine

More on Health & Lifestyle

More