Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

Health & Lifestyle

આદુ ખાવાનું ખૂબ પસંદ હોય, તો જાણી લો કે તેનું વધારે પડતું સેવન મોટી મુશ્કેલી સર્જી શકે છે

ઠંડીની આ સિઝનમાં આદુની માંગ ખૂબ જ વધી જાય છે. આદુનો ઉપયોગ વિશેષ કરીને ચા બનાવવાથી લઈ વિવિધ પ્રકારના ભોજનમાં કરવામાં આવે છે. તે સ્વાદ વધારવા માટે કામમાં આવે છે. આ ઉપરાંત તે ઔષધીય ગુણોથી પણ ભરપૂર હોય છે. તેને લીધે આદુનું સેવન આરોગ્ય માટે ખૂબ જ લાભદાયક હોય છે.

KJ Staff
KJ Staff
You Love to Eat Ginger
You Love to Eat Ginger

ઠંડીની આ સિઝનમાં આદુની માંગ ખૂબ જ વધી જાય છે. આદુનો ઉપયોગ વિશેષ કરીને ચા બનાવવાથી લઈ વિવિધ પ્રકારના ભોજનમાં કરવામાં આવે છે. તે સ્વાદ વધારવા માટે કામમાં આવે છે. આ ઉપરાંત તે ઔષધીય ગુણોથી પણ ભરપૂર હોય છે. તેને લીધે આદુનું સેવન આરોગ્ય માટે ખૂબ જ લાભદાયક હોય છે.

અલબત અત્રે એ બાબત પણ નોંધવી જરૂરી છે કે આદુનું વધારે પડતુ સેવન કરવાથી તમારા આરોગ્યને નુકસાન પણ થઈ શકે છે. આજે અમે તમને આદુના વધારે પડતા સેવનથી શું નુકસાન થઈ શકે છે તે અંગે માહિતી આપવા જઈ રહ્યા છીએ.

છાતીમાં બળતરા

આદુનું સેવન એસિડ રિફ્લક્સને ઓછું કરવાનું કામ કરે છે, જેથી વધારે સેવન કરવાથી એસિડની સમસ્યા વધે છે, તેને લીધે છાતીમાં સતત બળતરા થાય છે.

ડાયેરિયા (ઝાડા)

વધારે પડતું આદુનું સેવન કરવાથી ડાયેરિયા (ઝાડા) જેવી બીમારી પણ થઈ શકે છે, કારણ કે આદુ ગરમ પડે છે અને ઉલ્ટીનો શિકાર પણ બનાવી શકે છે.

ગર્ભાવસ્થાને લગતી સમસ્યા

ગર્ભાવસ્થામાં આદુનું વધારે સેવન કરવાથી બચવું જોઇએ, કારણ કે તેને લીધ મહિલાને કેટલીક સમસ્યાનો સામનો કરવો પડી શકે છે. જેમ કે બ્લડ પ્રેશર ઘટવું વગેરે.વધારે પડતા આદુના સેવનને લીધે ગર્ભમાં રહેલા શીશુ પર અસર થઈ શકે છે. એટલું જ નહીં આદુની તાસીર ગરમ હોય છે, જેથી બ્લીડિંગ પણ થઈ શકે છે, જે બાળકો માટે બિલકુલ યોગ્ય નથી.

ત્વચાને લગતી સમસ્યા

જો તમે આદુનું વધારે પડતુ સેવન કરતા હોય તો તમારી ત્વચાને રૅશેઝની સમસ્યા થઈ શકે છે. તે લાલ અને સામાન્ય પીળા નિશાન પહેલા ચહેરા પર પડે છે, ત્યારબાદ છાતીમાં તેની અસર દેખાય છે. બાદમાં શરીરના અન્ય ભાગમાં ફેલાઈ શકે છે. જો કોઈ વ્યક્તિના શરીર પર આ પ્રકારની આડઅસર દેખાય તો આદુ ખાવાનું બંધ કરી દો. આ સાથે તાત્કાલિક ડોક્ટરનો પણ સંપર્ક કરવો જોઇએ.

પીરિયડમાં સમસ્યા

આદુની તાસીર ગરમ હોય છે, માટે મહિલાઓએ પીરિયડ્સ સમયે તેનું સેવન કરવું જોઇએ નહીં. કારણ કે પીરિયડના સમય ગાળામાં આદુનું વધારે પડતુ સેવન કરવાથી હૈવી બ્લડિંગની સમસ્યા થઈ શકે છે, આ કારણથી પીરિયડ્સ લાંબા સમય સુધી રહી શકે છે.

આંખની એલર્જી

આદુનું વધારે પડતુ સેવન કરવાથી આંખને લગતી સમસ્યા થઈ શકે છે. તેનાથી આંખમાં ડ્રાઈનેસની સમસ્યા થઈ જાય છે.

પિત્તાશયની પથરી

જો કોઈને પથરીની સમસ્યા હોય, તો તે માટે વધારે પડતું આદુ આરોગવું ખતરનાક સાબિત થઈ શકે છે. અત્રે ઉલ્લેખનીય છે કે વધારે પ્રમાણમાં તેનું સેવન કરવાથી શરીરમાં ડાઇજેસ્ટિવ જ્યુસિસનું નિર્માણ થઈ શકે છે, જે આરોગ્ય માટે ખૂબ જ જોખમી છે.

Related Topics

Ginger Eat Ginger

Share your comments

Subscribe Magazine

More on Health & Lifestyle

More