ઘણા લોકોને કાચું દૂધ પીવાનું બહુ ગમે છે.કદાચ એમાથી તમે પણ તો નથી ને ? જે છો તો તે લેખ તમારા માટે જ છે. ઘણા લોકો માને છે કે કાચા દૂધ સેહત માટે સ્વાસ્થય વર્ધક હોય છે, પણ એવુ નથી.
ઘણા લોકોને કાચું દૂધ પીવાનું બહુ ગમે છે.કદાચ એમાથી તમે પણ તો નથી ને ? જે છો તો તે લેખ તમારા માટે જ છે. ઘણા લોકો માને છે કે કાચા દૂધ સેહત માટે સ્વાસ્થય વર્ધક હોય છે, પણ એવુ નથી. એક શોધ આ વાત સામે આવી છે કે કાચા દૂધ સેહત માટે સ્વાસ્થ વર્ઘક નથી, પણ હાનિકારક હોય છે.તેના ઘણ સાઈડ ઇફેક્ટ હોય છે.
એમ તો દૂધ આપણા સ્વાસ્થ્ય માટે આવશ્યક ખોરાક છે. દરરોજ એક ગ્લાસ દૂધ પીવાથી આપણા શરીરમાં પ્રોટીન અને કેલ્શિયમની જરૂરિયાતો પૂરી થાય છે. દૂધ હાડકાને મજબૂત બનાવવામાં અને તેનો વિકાસ કરવામાં મદદ કરે છે. દૂધમાં ઘણા પોષક તત્વો અને ઉત્સેચકો હોય છે, જે રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મદદ કરે છે. સામાન્ય રીતે લોકો ઉકાળેલું દૂધ પીવે છે, પરંતુ ઘણા લોકો કાચું દૂધ પણ પીવા પસંદ કરે છે.
શુ છે નવા સંશોધન
નવા સંશોધનમાં આ જાણવા મળ્યું છે કે, કાચા દૂધનું સેવન કરવાથી શરીરમાં ઘણી સમસ્યાઓ ઉભી થઈ શકે છે. શોધ મુજબ કોઈપણ પ્રાણીના દૂધમાં સેલ્મોનેલા, ઈ કોલાઈ, લીસ્ટેરીયા જેવા હાનિકારક બેક્ટેરિયા હોય છે. જેથી દૂધ ઉકાળ્યા વગર પીવામાં આવે તો ફૂડ પોઈઝનિંગ થઈ શકે છે.તો ચાલો જાણીએ કાચું દૂધ પીવાથી સ્વાસ્થ્યને શું નુકશાન થાય છે.
કાચું દૂધ પીવાથી થવા વાળા નુકસાન
- કાચા દૂધમાં એવા ઘણા બેક્ટેરિયા હોય છે, જે આપણા શરીરમાં જઈને ડાયેરિયા, ડીહાઈડ્રેશન, ગુલિયન-બેરે સિન્ડ્રોમ અને હિમોલીટીક યુરીમિક સિન્ડ્રોમ જેવી ગંભીર બીમારીઓ કરી શકે છે.
- જયારે કાચું દૂધ કાઢવામાં આવે છે ત્યારે તે પશુના આંચળ અને મળ સાથે સમપર્કમાં આવે છે. જેના કારણે દૂધ દૂષિત થવાની સંભાવના વધી જાય છે.
- જેની રોગપ્રતિકારક શક્તિ નબળી હોય છે તેમને અને યુવાનોને કાચું દૂધ વધુ નુકશાન પહોંચાડી શકે છે.
- કાચા દૂધના સેવનથી ઉબકા આવવા, ઉલ્ટી થવી અથવા ડાયેરિયા થવાની સંભાવના હોય છે.
- કાચા દૂધમાં એવા ઘણા બેક્ટેરિયા રહેલા છે, જેથી ટીબી સાથે અન્ય ઘણી જીવલેણ બીમારીઓ થઈ શકે છે.
- શરીરનું એસિડ લેવલ કંટ્રોલમાં રહે તે ખુબ જ જરૂરી છે,પણ જે તમે કાચું દૂધ પીઓ છો તો તમારા એસીડ લેવલ ઑટ ઑફ કંટ્રોલમાં થઈ જાએ છે, જેથી શરીરમાં એસીડીટીની માત્રા વધી જાય છે.
- કાચા દૂધમાં ભરપૂર માત્રામાં પોશક તત્વો હોય છે, જેના કારણે તે હવાના સંપર્કમાં આવતા જ તેમાં બેક્ટેરિયા ઘર કરવા માંડે છે. જેના કારણે કાચું દૂધ જલ્દી ખરાબ થઇ જાય છે.
Share your comments