કિડની આપણા શરીરના એક એવું ભાગ છે, જેના થકી આપણ શરીરના દરેક અંગ કામ કરે છે. કિડની અમારા લોઈને ફિલ્ટર કરીને બીજો અંગો સુઘી પહોંચાડે છે, તેથી કરીને કિડનીનું આપણા શરીરનું મહત્વપૂર્ણ પરિબળ છે, જેની ધ્યાન રાખવું ખબૂ જ જરૂરી છે. પરંતુ આજકાલની જીવનશૈલીના કારણે કિડનીને નુકસાવ થઈ રહ્યુ છે, જેના કેટલાક લક્ષણો આપણા શરીરમાં જોવા પણ મળે છે. આ લક્ષણોને વહેલાસર ઓળખીને, તમે સમયસર સારવાર અને સાવચેતીઓની મદદથી તમારી કિડનીને ફરીથી સ્વસ્થ બનાવી શકો છો. અહીં અમે તમને એવા લક્ષણો વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જે દર્શાવે છે કે તમારી કિડની યોગ્ય રીતે કામ કરી રહી છે કે નથી.
આ લક્ષણો દેખાયે તો સમજી જજો કઈંક તો ગડબડ છે
- પેશાબના રંગ જથ્થા અથવા ગંધમાં બદલાવ દેખાયે તો તે કિડનીની સમસ્યાનો સંકેત હોઈ શકે છે. જેમ કે પેશાબમાં ફીણ આવવું, રક્તસ્ત્રાવ થવો અથવા બહુ ઓછો કે વધુ પડતો પેશાબ.
- જ્યારે કિડની યોગ્ય રીતે કામ કરતી નથી, ત્યારે શરીરમાં લોહીની ઉપણ થવા માંડે છે અને થાક તેમજ નબળાઈનું અનુભવ દરવખતે થાય છે.
- પગ, પગની ઘૂંટી કે પછી ચહેરા પર જો સોજો દેખાયે તો તે કિડનીથી જોડાયેલી સમસ્યા હોઈ શકે છે.
- કિડનીની બીમારીમાં ઉબકા અને ઉલ્ટી જેવી સમસ્યાઓ થઈ શકે છે.
- લોહીમાં ઝેરી તત્વોનું પ્રમાણ વધી જાય છે, જેના કારણે ભૂખ ઓછી લાગે છે અને શરીર નબળા પડવા માંડે છે. જો કિડની યોગ્ય રીતે કામ નથી કરતી તો આ લક્ષઓ દેખાયે છે.
- કિડનીની બીમારીને કારણે ત્વચામાં ખંજવાળ આવી શકે છે.
- પેશાબમાં પ્રોટીનની હાજરી એ કિડનીની યોગ્ય રીતે કામ ન કરતી હોવાનો સંકેત હોઈ શકે છે.
આ પણ વાંચો:Government Scheme: નમો ડ્રોન દીદી યોજના માટે કરવામાં આવી 1261 કરોડની ફાળવણી
કિડનીને સ્વસ્થ રાખવાની રીત
- તમારા હાઈ બલ્ડ પ્રેશરને નિયંત્રણ રાખો કેમ કે તે તમારી કિડનીને નુકસાન પહોંચાડી શકે છે.
- જો તમને ડાયબબિટીસની સમસ્યા છે તો તે કિડની ફેલને નિમંત્રણ આપી શકે છે, તેથી વધુ પડતો ચોખા કે પછી જેથી ડાયબિટીસની સમસ્યા થઈ શકે છે તેને કંટ્રોલમાં કરો.
- જો તમારા વજન વધી રહ્યો છે તો તેને કંટ્રોલમાં રાખો કેમં કે વધુ પડતી સ્થુળતા કિડની પર વધારવાનું દબાણ લાવે છે, તેથી તંદુરસ્સતી જાળવી રાખો અને દર દિવસે એક્સરસાઇઝ કરો.
- પુષ્કળ પાણી પીવાથી કિડનીના ઝેરી પદાર્થો બહાર કાઢવામાં મદદ મળે છે .
- ધૂમ્રપાન કરવાથી કિડનીને નુકસાન થાય છે. તેથી જો તમારે તમારી કિડનીનું સ્વાસ્થ જાળવી રાખવાનું છે તો ધુમ્રપાન અને શરાબનુ સેવન આજેથી જ બંધ કરી દો
- કેટલીક દવાઓ કિડનીને નુકસાન પહોંચાડી શકે છે. તેથી, હંમેશા ડૉક્ટરની સલાહ પર જ દવાઓ લો.
Share your comments