Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

Health & Lifestyle

પાચનતંત્ર નથી રહતુ સારુ, તો અપનાવો આપણી ભારતીય ઔષધીઓ

ટેન્શનની તીવ્ર સ્થિતિ માંથી પસાર થતી નબળા મનની કેટલાક વ્યક્તિ પણ અરુચિ નો ભોગ બની શકે છે. એને ભૂખ લાગતી નથી. આયુર્વેદની દ્રષ્ટિએ અરોચક એટલે કે અરુચિ એ કફ પ્રધાન વ્યાધિ છે. કફના કારણે અગ્નિમાંદ્ય થવાથી અથવા તોકેવળ કફદુષ્ટિના કારણે પણ અસરુચિરળ થઇ શકે છે.આ બધાનો ઉપચાર આર્યુવેદમાં છે.

Amanbhai Krishanbhai Kumar Verma
Amanbhai Krishanbhai Kumar Verma
આર્યુુવેદ
આર્યુુવેદ

ટેન્શનની તીવ્ર સ્થિતિ માંથી પસાર થતી નબળા મનની કેટલાક વ્યક્તિ પણ અરુચિ નો ભોગ બની શકે છે. એને ભૂખ લાગતી નથી. આયુર્વેદની દ્રષ્ટિએ અરોચક એટલે કે અરુચિ એ કફ પ્રધાન વ્યાધિ છે. કફના કારણે અગ્નિમાંદ્ય થવાથી અથવા તોકેવળ કફદુષ્ટિના કારણે પણ અસરુચિરળ થઇ શકે છે.આ બધાનો ઉપચાર આર્યુવેદમાં છે.

જ્યારે કોઈ અતિશાય પ્રિયા અવસાન પામે છે,કે પછી નાની ઉમ્રમાં પતિ કે પત્ની ગુજરી જાય. એકના એક પુત્ર કે પુત્રી એક્સિડેંડમાં અવસાન પામે, તો આ શોકાકુલ પ્રસંગની સીધી અસર તમારા પાંચનતંત્ર પર થાય છે. ભૂખ મરી જાય છે. રાંધેલી રસોઈ પડી રહે છે, અને મોંમાં કશું મૂકવાનું મન જ થતું નથી. તીવ્ર ભયની સ્થિતિ માં પણ ભૂખ મરી જાય છે. જાતને બચાવીને ક્યાં કથી ભાગવું પડયું હોય, માથે કોઈ ભય ઝઝૂમતો હોય તો આવી વ્યક્તિની ભૂખ મરી જાય છે. એને કશુંય ખાવાની ઇચ્છા જ થતી નથી.

ટેન્શનની તીવ્ર સ્થિતિ માંથી પસાર થતી નબળા મનની કેટલાક વ્યક્તિ પણ અરુચિ નો ભોગ બની શકે છે. એને ભૂખ લાગતી નથી. આયુર્વેદની દ્રષ્ટિએ અરોચક એટલે કે અરુચિ એ કફ પ્રધાન વ્યાધિ છે. કફના કારણે અગ્નિમાંદ્ય થવાથી અથવા તોકેવળ કફદુષ્ટિના કારણે પણ અસરુચિરળ થઇ શકે છે.આ બધાનો ઉપચાર આર્યુવેદમાં છે.

આર્યુવેદમા સમાયલા ઉપચારો

  • સંચળ, મીઠું, જીરૂ, ખાંડ, કાળામરી અને કુષ્ઠનું ચૂર્ણ બનાવી એમાંથી એક ચમચી કે પછી ચમચી જરૂરત  પ્રમાણે ચૂર્ણ લઇ પાણીથી ભરેલા એક ગ્લાસ માં નાખીને તેને હલો અને તેના પ્રવાહીથી કોગળા કરો. દસ પંદર મિનિટ મોંમાં પાણી ભરી રાખવું, જેથી જીભના છિદ્રો ખુલ્લા થશે, જેથી તમારા પાચક સ્ત્રાવ ઝરશે. આ રીતે બોધક કફની શુદ્ધિ થવાથી આહાર પ્રત્યે રુચિ વધે છે અને સંતોષકારક પરિણામ મળે છે, જ્યાં સુધી સંતોષજનક પરિણામોના મળે ત્યાં સુધી કોગળ કરતા રહવાનું.
  • આમળા, નાની એલચી, પદ્માન, સુગંધી વાળો, લીંડીપીપર, લાલચંદનતથા નીલોત્પલનું ચૂર્ણ બનાવી એક ગ્લાસ પાણીમાં એક ચમચી ચૂર્ણ મેળવી તેનાથી કોગળા ભરવામાં આવે તો પણ અરુચિ દૂર થાય છે
  • આ સિવાય લોધ્ર, ચવ્ય, હરડે, સૂંઠ, કાળા મરી, પીપર તથા યવક્ષારનું ચૂર્ણ બનાવીને તેનાથી પણ ઉપરોક્ત વિધિ અનુસાર કોગળા કરવાથી અરુચિ મટે છે. પણ કોગળાની પસંદગી પોતાના પ્રમાણે કરવાની હોય છે. આથી જેને જે અનુકૂળ આવે તે ઔષધયોગનો ઉપયોગ કરવો
  • જે ઔષધી તથા આહાર વ્યક્તિનાપાચનતંત્રને સુધારે, ભૂખ લગાડે, ભોજન પ્રત્યે રુચિ વધારે તથા સરવાળે જે કફ શામક હોય તેવી સારવાર સફળ થાય છે.
  • બધા પ્રકારની અરુચિમાં કામ કરે એવું ઔષધી આ પ્રમાણે છે, જો ઘરે બનાવવું હોય તો કાળા મરી, દ્રાક્ષ, કોકમ, કાળું જીરું, સાજીખાર, ગોળ તથા મધના દ્રવ્યોને ખરલમાં નાખી બરાબર લસોટીને વટાણા જેવડી ગોળી બનાવી લેવી. તેને સૂકાયા પછી મોંમાં મૂકી ચૂસવી. આ એક ચોક્કસ પરિણામ આપનારો યોગ હોવાથી એનો અવશ્ય લાભ લેવો
  • આદુંના રસમાં થોડો લીંબુનો રસ તથા મધ મેળવી સરબત જેવું બનાવીને ધીમે ધીમે પીવી શકાય છે આ સિવાય કુમળા આદુંના ટૂકડા કરી તેમાં જરૂરી પ્રમાણમાં સિંધાલૂણ તથા લીંબુનો રસ મેળવી મોંમાં રાખી શકાય છે, અથવા તો ધીમે ધીમે ચાવી તેનો રસ પેટમાં ઉતારી શકાય. છે પ્રયોગથી પાચકસ્ત્રાવો શરૂ થશે અને ભૂખ લાગશે.
  • કાદિવટી, લશુનાદિવટી અથવા તો દ્રાક્ષાનીવટીને મોંમાં ચૂસત રહેવું. તેનાથી ભૂખ લાગશે અને ખોરાક પ્રત્યે રુચિ વધશે.
  • આદ્રકાવલેહ (આદુપાક), બીજોરાનો અવલેહ અથવા બીજોરાની ચટણી પણ અનુકૂળ માત્રામાં આપતા રહેવાથી ભૂખ લાગશે અને જમવાનુ પ્રતિ રુચી વધશે.
  • સ્વાદિષ્ટ અનારદાના ચૂર્ણ, લવણ ભાસ્કર ચૂર્ણ, દાડિમાષ્ટક ચૂર્ણ અથવા તો આમલક્યાદિ ચૂર્ણ થોડું થોડું મોંમાં ભભરાવતા રહેવાથી પણ જમાવાનુ પ્રતિ રુચિ વધશે અને ગમતી વાનગીઓ ખાવાનુ મન થાય.
  • કબજિયાત રહેતી હોય તો પેટસાફ થાય એ માટે વાયુચૂર્ણ અથવા રાજીવ ત્રિફળા ચૂર્ણ અનુકૂળ માત્રામાં રોજ રાત્રે ખાવુ જોઈએ.

Share your comments

Subscribe Magazine

More on Health & Lifestyle

More