ખારેક ખાવાથી શરીર નિરોગી રહે છે, અને તેમાં રહેલ વિટામિન શરીરમાં રહેલી સમસ્યાઓને દૂર કરવા માટે મદદ કરે છે. ખારેક એક એવુ ડ્રાયફ્રૂટ છે જેનુ સેવન બારેમાસ કરી શકાય છે. ખારેકમાં રહેલા ઉચ્ચ પોષકતત્વને લીધે તે શરીરમાં શક્તિનો વધારો કરે છે.
ખારેકમાં વિટામીન એ, કે, બી Vitamin A, k, B અને કેલ્શિયમ, આયર્ન, મેગ્નેશિયમ, મેંગેનીઝ, પોટેશિયમ, સલ્ફર, કોપર, પ્રોટીન વગેરે જેવા મિનરલ્સ યોગ્ય પ્રમાણમાં રહેલા છે.
પ્રાચીનકાળમાં ઈજિપ્તની સિવિલાઈઝેશનમાં ખારેકનો ઉપયોગ દારૂ બનાવવા માટે થતો હતો. હૃદયની તકલીફોને રોકવા માટે,મગજની કામગીરી અને અન્ય ક્ષમતાના વિકાસ માટે, કબજિયાતમાંથી રાહત વગેરે જેવા ખારેકના ઘણા સ્વાસ્થ્ય લાભો છે. તેના આ અદભુત લાભ માટે ખારેક ફિટનેસ માટે ખૂબ જ ઉપયોગી છે.
ખારેકનું પોષકતત્વ
ખારેકમાં રહેલા ઉચ્ચ પોષકતત્વને લીધે તે શરીરમાં શક્તિનો વધારો કરે છે.ખારેકમાં વિટામીન એ, કે, બી અને કેલ્શિયમ, આયર્ન, મેગ્નેશિયમ, મેંગેનીઝ, પોટેશિયમ, સલ્ફર, કોપર, પ્રોટીન વગેરે જેવા મિનરલ્સ યોગ્ય પ્રમાણમાં રહેલા છે.
વિટામિનનો ખજાનો
ખારેકમાંથી વિટામિન-A, વિટામિન-C, વિટામિન-E અને વિટામિન-B કૉમ્પ્લેક્સ મળી આવે છે. કોઈ પણ એક ફળમાંથી આટલી બહોળી માત્રામાં વિટામિન્સ ભાગ્યે જ મળી શકે. ચોમાસામાં જાત-જાતનાં ઇન્ફેક્શન થવાનું રિસ્ક ઘણું વધારે રહે છે. આ સમયે હેલ્ધી રહેવા માટે અને ઇન્ફેક્શનથી બચવા માટે એક સ્ટ્રૉન્ગ ઇમ્યુનિટીની જરૂર રહે છે. રોગો સામે લડવા માટે રોગપ્રતિકારક શક્તિને સ્ટ્રૉન્ગ બનાવવા ખારેક અત્યંત ઉપયોગી છે.
મિનરલ્સનો ભંડાર
ખારેક ખાવાથી શક્તિ આવે એવું આપણા વડીલો કહેતા એનું કારણ છે એમાં રહેલાં મિનરલ્સ એટલે કે ખનીજ તત્વો. શાકાહારી ખોરાકમાં જે ભાગ્યે જ મળી રહે છે એવું આયર્ન ખારેકમાં ભરપૂર માત્રામાં છે. ખારેકમાં રહેલું આયર્નનું સ્વરૂપ એવું છે કે શરીરમાં જાય ત્યારે શરીરને પૂરેપૂરું મળે છે. જેને ખૂબ થાક લાગતો હોય, શારીરિક અને માનસિક કામ વધુ રહેતાં હોય તેમણે ખારેક ખાવી જ જોઈએ. આયર્ન સિવાય ઝિન્ક, ફૉસ્ફરસ, કૉપર, સેલેનિયમ, પોટૅશિયમ પણ ભરપૂર માત્રામાં મળી રહે છે જે નસોની હેલ્થ માટે ટૉનિક ગણી શકાય. ખાસ કરીને સ્ત્રીઓને તેમના માસિક દરમ્યાન એ લોહીની કમીને પૂરી કરે છે. જેમનું માસિક અનિયમિત હોય એવી છોકરીઓને પણ ખારેક ખાવાથી ફાયદો થઈ શકે છે.’
સૂકી ખારેક
મોટા ભાગે લોકો સૂકી ખારેકને દૂધમાં ઉકાળીને પીતા હોય છે. સૂકી ખારેક બારેમાસ લઈ શકાય છે, કારણ કે એ ખારેકનું સૂકું સ્વરૂપ એટલે કે ડ્રાય ફ્રૂટ ગણાય છે, પરંતુ એનું લીલું સ્વરૂપ એક ફ્રૂટ તરીકે ફક્ત સીઝનમાં જ ખાઈ શકાય છે. જો કોઈને કબજિયાત માટે ખાવી હોય તો સૂકી ખારેક વધુ ઉપયોગી થઈ શકે, કારણ કે એમાં ફાઇબર્સ વધુ માત્રામાં હોય છે.’
જુદા-જુદા રોગોમાં ઉપયોગી
કબજિયાત
જે લોકોને લાંબા ગાળાની કબજિયાત હોય તો તેમને ખારેક ઘણી મદદ કરે છે. ખાસ કરીને બાળકોને પણ એ આપી શકાય છે. દવાઓ કે બીજી કોઈ પદ્ધતિ કરતાં ખારેકથી સરળતાથી આ તકલીફ દૂર થઈ શકે છે.
શરદી
જેમને અવારનવાર શરદી થઈ જતી હોય, વારંવાર માંદા પડતા હોય એવા લોકોએ ખારેક ખાવી જોઈએ જેથી તેમની રોગપ્રતિકારક શક્તિ પ્રબળ થાય અને શરદી વારંવાર થતી નથી.
આ પણ વાંચો : Health & Lifestyle: ઔષધિય ગુણોથી ભરપૂર ફૂલ છે ‘તીતા ફૂલ’, જાણો તેના ફાયદા વિશે
કૉલેસ્ટરોલ
ખારેક કૉલેસ્ટરોલની માત્રાને શરીરમાં નિયંત્રણમાં રાખે છે, જેને લીધે હાર્ટ-ડિસીઝ થવાનું રિસ્ક ઘટી જાય છે.
વજન ઘટાડવામાં ઉપયોગી
ખારેક ખાવાથી પેટ ભરેલું લાગે છે અને જલદી ભૂખ નથી લાગતી. ખાલી પેટે, સાંજના સમયે નાસ્તામાં ચાર ખારેક ખાઈ લેવાથી ડિનરમાં વધુ ભૂખ નથી લાગતી અને વ્યક્તિ હળવું ડિનર લઈ શકે છે.
આ સિવાય ખારેક ડાયાબિટીઝ, ઉધરસ, નબળાઈ, ટીબી, શુક્રાણુની કમી, દાંતમાં દુખાવો, એનીમિયામાં પણ ઉપયોગી થાય છે.
આ પણ વાંચો : PM Kisan : શું તમે PM કિસાનના 11માં હપ્તાની રાહ જોઈ રહ્યા છો તો આ દિવસે આવશે તમારો આગામી હપ્તો
Share your comments