Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

Health & Lifestyle

Health Tips: તમારા રસોડામાં રાખેલા ઘી ભેળસેળ યુક્ત છે કે પછી મુક્ત, આવી રીતે કરો ખાતરી

આપણા રસોડામાં ઘી હોવું ખૂબ જ સામાન્ય બાબત છે. દરેક વ્યક્તિના ખોરાકમાં ઘીનો ભરપૂર ઉપયોગ થાય છે. લોકો ભોજનને સ્વાદિષ્ઠ અને હેલ્થી બનાવવા માટે ઘીનો ઉપયોગ કરે છે. પરંતુ જો ઘી જ નકલી હોય તો... સ્વાસ્થ્ય પર તેની પૌષ્ઠિક અસરની જગ્યાએ આડઅસર થઈ જશે. જણાવી દઈએ કે આજકાલ બજારોમાં નકલી ઘીનું વેચાણ મોટા ભાગે થઈ રહ્યો છે. એજ

Amansinh Jadeja
Amansinh Jadeja
નકલી અને અસલી ઘી વચ્ચે તફાવત
નકલી અને અસલી ઘી વચ્ચે તફાવત

આપણા રસોડામાં ઘી હોવું ખૂબ જ સામાન્ય બાબત છે. દરેક વ્યક્તિના ખોરાકમાં ઘીનો ભરપૂર ઉપયોગ થાય છે. લોકો ભોજનને સ્વાદિષ્ઠ અને હેલ્થી બનાવવા માટે ઘીનો ઉપયોગ કરે છે. પરંતુ જો ઘી જ નકલી હોય તો... સ્વાસ્થ્ય પર તેની પૌષ્ઠિક અસરની જગ્યાએ આડઅસર થઈ જશે. જણાવી દઈએ કે આજકાલ બજારોમાં નકલી ઘીનું વેચાણ મોટા ભાગે થઈ રહ્યો છે. એજ કારણ છે કે કેટલાક ખેડૂતોએ જેઓ શુદ્ધ ઘીનું નિર્માણ કરીને તેનો વેચાણ કરે છે, તેના પર પણ લોકોના મનમાં પ્રશ્નો આવે છે કે શું આ ઘી સાચા અર્થમાં શુદ્ધ તો છે ને? તેના સેવન કરવાથી અમને આડઅસર તો નહીં થાય ને? આવા ઘણા પ્રશ્નો ખેડૂતો દ્વારા શુદ્ધ રીતે બનાવવામાં આવેલ ઘી માટે પણ પૂછવામાં આવે છે. આવી સ્થિતિમાં લોકોને અસલી અને નકલી ઘી વચ્ચે તફાવત કરવાની ખૂબ જ જરૂર છે.

FSSAI આપે છે ચેતવણી

નકલી અને અસલી ઘીના ફેરથી બચવા માટે ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઈન્ડિયા એટલે કે FSSAI લોકોને સમયાંતરે ચેતવણી આપે છે. FSSAI જણાવે છે કે કેવી રીતે અસલી અને નકલી માલની ઓળખ કરવી અને ભેળસેળવાળો સામાન ખરીદવાનું ટાળવું. તેથી કરીને આજે આપણે ભેળસેળયુક્ત ઘી વિશે વાત કરીશું જેમાં બટેટા અથવા શક્કરિયાને ભેળવીને બજારમાં વેચવામાં આવે છે.

FSSAIએ આ જાણકારી આપી

ભેળસેળયુક્ત ઘી ખૂબ જ ઓછા ખર્ચે તૈયાર કરવામાં આવે છે. જેના કારણે તેને અન્ય કરતા ઓછા ભાવે વેચીને નફો મેળવી શકાય છે. આવી સ્થિતિમાં લોકો વિચાર્યા વગર સસ્તા ઘીનો લાભ લેવા તૈયાર થઈ જાય છે. પરંતુ ભેળસેળવાળું ઘી શરીરને લાભ કરતું નથી, ઊલટું નુકસાન કરી શકે છે. આવી સ્થિતિમાં FSSAIએ નકલી ઘી ઓળખવાની ખૂબ જ સરળ રીત શેર કરી છે.

ઘીમાં ભેળસેળની ઓળખ

ઘીમાં ભેળસેળ કરવા વેજીટેબલ ઓઈલ, ઓગાળેલા માખણ, ડાલડા અને સબસ્ટાન્ડર્ડ તેલનો ઉપયોગ કરવામાં આવે છે. આ સિવાય તેમાં છૂંદેલા બટાકા અને શક્કરિયા પણ ઉમેરવામાં આવે છે. જેથી તેનો રંગ પીળો બનાવી શકાય. પીળા દેખાતું ઘી બજારમાં સરળતાથી વેચાય છે. જેના કારણે લોકો ઘીમાં પીળા રંગની પણ ભેળસેળ કરે છે. આવી સ્થિતિમાં, ચાલો જાણીએ કે વાસ્તવિક અને નકલી ઘી વચ્ચેનો તફાવત કેવી રીતે ઓળખવો.

નકલી ઘી કેવી રીતે ઓળખવું

અસલી અને નકલી ધી ઓળખવા માટે કાચના ગ્લાસમાં ઘી રાખો અને તેમા આયોડીનના દ્રાવણના 2-3 ટીપાં ઉમેરો. આ પછી તમે જોઈ શકશો કે ઘીનો રંગ પહેલા જેવો છે કે બદલાઈ ગયો છે, જો રંગ બદલાઈ જાય તો સમજી જજો કે આ ઘી ભેળસેળ યુક્ત છે. તેના સાથે જ ઘીની શુદ્ધતાને મીઠુંથી પણ જાણી શકાય છે. આ માટે એક વાસણમાં બે ચમચી ઘી મુકો અને તેમાં અડધી ચમચી મીઠું અને એક કે બે ટીપા હાઈડ્રોક્લોરિક એસિડ ઉમેરીને તેનો મિશ્રણ તૈયાર કરો. હવે તેને લગભગ 20 મિનિટ માટે આમા જ રહેવા દો પછી ઘીનો રંગ ચેક કરો. જો ઘી લાલ કે અન્ય કોઈ રંગનું દેખાય તો સમજવું કે ઘીમાં ભેળસેળ છે.

હથેળી પર ઘી ઘસો

  • ઘીમાં ભેળસેળ છે કે નહીં તે ઓળખવા માટે પહેલા એક ગ્લાસમાં પાણી ભરો. પછી એક ચમચીમાં ઘી કાઢી તેમાં ઉમેરો. જો ઘી પાણીમાં તરે તો તે શુદ્ધ છે. ઊલટું જો ઘી પાણીમાં ડૂબી જાય તો તેમાં ભેળસેળ થાય છે.
  • ઘી અસલી છે કે નકલી તે ઓળખવા માટે, તમારી હથેળીઓ પર એક ચમચી ઘી સારી રીતે ઘસો. જ્યારે તમે લગભગ 10-12 મિનિટ સુધી આ કરતા રહો, ત્યારે તેની સુગંધ લો. જો ઘીમાં ગંધ ન આવતી હોય તો સમજવું કે તેમાં ભેળસેળ છે. કારણ કે શુદ્ધ ઘીમાં એક અલગ પ્રકારની ગજબની સુગંધ હોય છે.
  • ઘી શુદ્ધ છે કે નહીં તે ઓળખવા માટે તમે તેને ઉકાળીને ટેસ્ટ કરી શકો છો. આ માટે એક વાસણમાં 3-4 ચમચી ઘી ઉકાળો, અને તેને 24 કલાક માટે ઠંડુ થવા માટે રાખી દો, સમય પૂરો થયા પછી ઘીને ચેક કરો, જો રંગ બદલાય તો ઘીમાં ભેળસેળ થયુ છે. જો શુદ્ધ ઘી જોઈતું હોય તો આ નંબર પર ફોન કરો: 8076941466 

Share your comments

Subscribe Magazine

More on Health & Lifestyle

More