Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

Health & Lifestyle

Health & Lifestyle: શિયાળામાં હૃદયને સ્વસ્થ રાખવા દરરોજ કરો બાદાનું સેવન

બાદામાં ઘણા પોષક તત્વો હોય છે, જે સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે, પરંતુ શિયાળામાં તેને રોજ ખાવું તેનાથી પણ વધુ ફાયદાકારક સાબિત થઈ શકે છે. ચાલો જાણીએ કે બદામ ખાવાથી આપણને કયા સ્વાસ્થ્ય લાભો મળી શકે છે.

Amansinh Jadeja
Amansinh Jadeja
શિયાળામાં તમારા સ્વાસ્થ્યનું વિશેષ ધ્યાન આપશે. (સૌજન્ય: હર જીંદગી)
શિયાળામાં તમારા સ્વાસ્થ્યનું વિશેષ ધ્યાન આપશે. (સૌજન્ય: હર જીંદગી)

ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી હાર્ટ એટેકના કેસીસ સામે આવી રહ્યા છે. જેમાં મોટા ભાગે યુવાઓ છે. આમાથી કેટલાક યુવાઓ તો પોતાનું જીવ પણ ગુમાવી દીધા છે. આથી પોતાની જાતને સ્વસ્થ રાખવું આજના સમયમાં ખૂબ જ મહત્વપૂર્ણ થઈ ગયો છે. આપણે સ્વાદ વધારવા માટે મીઠાઈઓ, બાહરનું જમાવું વગેરેનું સેવન કરીએ છીએ, પરંતુ તે માત્ર તમારી જીબડાને સ્વાદ નથી આપતુ તેના સાથે જ તે તમને હૃદયની બીમારી પણ આપી દે છે. એટલા માટે તમારે હૃદયને સ્વસ્થ રાખવું ખૂબ જ જરૂરી છે. આથી હું તમને દર રોજ બાદામનું સેવન કરવાની સલાહ આપું છુ જો શિયાળામાં તમારા સ્વાસ્થ્યનું વિશેષ ધ્યાન આપશે.

બાદામાં ઘણા પોષક તત્વો હોય છે, જે સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે, પરંતુ શિયાળામાં તેને રોજ ખાવું તેનાથી પણ વધુ ફાયદાકારક સાબિત થઈ શકે છે. ચાલો જાણીએ કે બદામ ખાવાથી આપણને કયા સ્વાસ્થ્ય લાભો મળી શકે છે.

બ્લડ સુગર લેવલને નિયંત્રિતમાં રાખે છે

બદામમાં ફાઈબર હોય છે, જે લોહીમાં અચાનક ગ્લુકોઝ છોડતું નથી. આ બ્લડ સુગરને વધતા અટકાવે છે અને સુગર લેવલને નિયંત્રણમાં રાખે છે. આ ડાયાબિટીસના જોખમને ઘટાડવામાં મદદ કરે છે.

હૃદય માટે ફાયદાકારક

બદામમાં અસંતૃપ્ત ચરબી જોવા મળે છે, જે કોલેસ્ટ્રોલ ઘટાડવામાં મદદરૂપ થાય છે.તેમા હેલ્ધી ફેટ હોય છે, જે હૃદય માટે ફાયદાકારક છે. આ ખરાબ કોલેસ્ટ્રોલ ઘટાડવામાં અને સારા કોલેસ્ટ્રોલને વધારવામાં મદદ કરે છે. તેમાં એન્ટી-ઓક્સીડેન્ટ જોવા મળે છે, જે હૃદય માટે ખૂબ જ ફાયદાકારક છે.

વજન નિયંત્રણમાં રાખવા મદદરૂપ

બદામમાં ફાઈબર ભરપૂર માત્રામાં જોવા મળે છે, જે પેટને લાંબા સમય સુધી ભરેલું રાખવામાં મદદ કરે છે. આ કારણોસર, વારંવાર ખાવાની અથવા વધુ પડતી ખાવાની કોઈ સમસ્યા થતી નથી. આની સાથે તે પાચનક્રિયાને યોગ્ય રાખવામાં પણ મદદ કરે છે.

ત્વચા માટે ફાયદાકારક

બદામમાં વિટામિન E જોવા મળે છે, જે ત્વચા માટે ખૂબ જ ફાયદાકારક ગણાએ છે. વિટામિન E ત્વચાની ફાઈન લાઈન્સ અને કરચલીઓની સમસ્યાને દૂર કરવામાં મદદ કરે છે. આ સાથે, તે ત્વચાના ડાર્ક સ્પોટ્સને પણ ઘટાડવામાં મદદ કરે છે.

મગજ માટે ફાયદાકારક

બદામમાં એન્ટી-ઓક્સિડન્ટ્સ અને ઓમેગા-3 ફેટી એસિડ જોવા મળે છે, જે જ્ઞાનાત્મક સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. એન્ટિ-ઓક્સિડન્ટ્સ ફ્રી રેડિકલ ડેમેજ સામે રક્ષણ આપવામાં તે મદદ કરે છે, જે મગજના કોષોને નુકસાનને અટકાવે છે.

હાડકાની તાકાતમાં વધારો કરે છે

બદામમાં મેગ્નેશિયમ, વિટામિન કે અને કેલ્શિયમ મળી આવે છે, જે તમારા હાડકાં માટે ખૂબ જ ફાયદાકારક છે. કેમ કે મેગ્નેશિયમ અને કેલ્શિયમ હાડકાંને મજબૂત કરવામાં મદદ કરે છે. આથી તમારે દર રોજ બદામાનું સેવન કરવું જોઈએ.

Share your comments

Subscribe Magazine

More on Health & Lifestyle

More