ફેફસાંને સ્વસ્થ રાખવા માટે આરોગ્યપ્રદ આહાર ખૂબ જ જરૂરી છે. સિગારેટનો ધુમાડો અને પર્યાવરણના ઝેરી તત્વોના સંપર્કમાં આવવા ઉપરાંત ખરાબ ભોજન પણ ફેફસાંને નબળા પાડી શકે છે.
ફેફસાં ઑક્સિજનને ફિલ્ટર કરવાનું કામ કરે છે. હંમેશા સ્વસ્થ રહેવા માટે ફેફસાં કોઈ પણ અવરોધ વગર કામ કરે, તે ખૂબ જ જરૂરી છે. ફેફસાંને યોગ્ય રાખવા માટે તમામ પોષક તત્વોથી યુક્ત ભોજનનું સેવન કરવું ખૂબ જ જરૂરી છે.
આજે જ્યારે કોરોના કાળ ચાલી રહ્યો છે અને કોરોના વાઇરસ લોકોના ફેફસાં પર સીધો હુમલો કરી રહ્યો છે, ત્યારે અમે તમને જણાવી રહ્યા છીએ કે ફેફસાંને સ્વસ્થ રાખવા માટે કઈ-કઈ વસ્તુઓથી દૂર રહેવું જોઇએ.
પ્રોસેસ્ડ મીટ (માંસ)
સંશોધનકર્તાઓનું માનવું છે કે પ્રેસેસ્ડ મીટને સંસાધિત તથા સંરક્ષિત કરવા માટે ઉપયોગમાં લેવામાં આવતો નાઇટ્રોજન ફેફસાંમાં સોજો કરે છે તથા તાણની સ્થિતિનું સર્જન કરે છે. બેકન, હૅમ, ડેલી માંસ, અને સોસેજ... તમામ પ્રોસેસ્ડ મીટની શ્રેણીમાં આવે છે.
વધુ પડતુ દારૂનું સેવન
તમારા લીવર તથા ફેફસાંને દારૂ ખૂબ જ નુકસાન પહોંચાડી શકે છે. દારૂમાં સલ્ફેટ્સ અસ્થમાના રોગ માટે કારણરૂપ બની શકે છે તથા ઇથેનોલ તમારા ફેફસાંના કોષોને પણ નુકસાન કરી શકે છે. વધુ પ્રમાણમાં દારૂ પીવાથી ન્યૂમોનિયા અને ફેફસાંને લગતી અન્ય સમસ્યાઓ પેદા થવાનું જોખમ વધી જાય છે.
વધારે પડતુ મીઠું ખાવાથી
મીઠાંનો વધારે પડતો ઉપયોગ કરવાથી ફેફસાંને લગતી સમસ્યા સર્જાઈ શકે છે. જે લોકો વધારે પ્રમાણમાં મીઠાનું સેવન કરે છે, તેમને લાંબા ગાળે બ્રૉંકાઇટિસ થવાની શક્યતા વધારે હોય છે તથા એક ઉચ્ચ-સોડિયમજન્ય આહાર અસ્થમાને લગતી સમસ્યા ઉભી કરી શકે છે.
ઠંડા કે સૉફ્ટ ડ્રિંકનું સેવન
ફેફસાંને સ્વસ્થ રાખવા માટે ઠંડા અને મીઠા પીણાનું સેવન કરવાથી દૂર રહેવું જોઇએ. સ્વિટ સૉફ્ટ ડ્રિંક્સનું સેવન કરવાથી ફેફસાંને લગતી સમસ્યા વધી જાય છે. તેના સેવનથી બાળકોમાં પણ અસ્થમા થવાની શંકા વધારે રહે છે. જો તમે ધૂમ્રપાન કરો છો, તો પણ કોઈ પણ વિચાર કર્યા વગર સૉફ્ટ ડ્રિંકનું સેવન કરવાનું ટાળવું જોઇએ.
Share your comments