શિયાળાની સીઝન આવી રહી છે. આ સંજોગોમાં શરદી તથા ગળામાં ખારાશ જેવી સમસ્યા સર્જાય, તે સામાન્ય વાત છે. આમ પણ લોકો અગાઉથી જ કોરોના વાયરસ જેવા ભીષણ રોગચાળાનો સામનો કરી રહ્યા છે. એવામાં આપણે ઠંડીની સીઝનમાં વિશેષ સાવચેતી રાખવી પડશે. માટે આપણે કેટલીક એવી ચીજ-વસ્તુઓનું સેવન કરી શકીએ છીએ કે જે શરીર માટે ખૂબ જ લાભદાયક હોય છે. આ વસ્તુઓના સેવનથી અનેક રોગોમાંથી રાહત મળે છે. સાથે વજન પણ ઓછો થાય છે. તો ચાલો આજે સૂકી દ્રાક્ષના સેવનથી થતા ફાયદા વિશે આપને જાણાવીએ.
રાત્રિના સમયમાં આ રીતે સેવન કરો
આરોગ્ય બાબતોના નિષ્ણાતોનું કહેવું છે કે જો રાત્રિના સમયમાં ગરમ દૂધમાં 4થી 5 સૂકી દ્રાક્ષ નાંખી આરોગવામાં આવે, તો ઠંડી-શરદીથી રાહત મળી શકે છે. તેના સતત સેવનથી ટાઇફૉઈડ જેવા રોગથી છુટકારો મળે છે.
વજન ઘટાડે છે
સૂકી દ્રાક્ષનું સેવન કરવાથી વજન ઘટાડવામાં ખૂબ જ મદદ મળે છે. તે શરીરમાં રહેલા ફૅટ સેલ્સને ઝડપથી ઓછા કરે છે અને વજન ઘટાડે છે. તેના સેવનથી શરીરને ઊર્જા મળે છે, કારણ કે તેમાં ગ્લૂકોઝનું પ્રમાણ ખૂબ જ હોય છે. માટે તેનું સેવન ખૂબ જ લાભદાયક હોય છે.
તાણથી મુક્તિ આપે છે
જો તમે માનસિક તાણનો સામનો કરી રહ્યા હોવ, તો તમારે સૂકી દ્રાક્ષનું સેવન કરવું જોઇએ, કારણ કે તેમા અર્જિનાઇમ નામનું એમીનો હોય છે કે જે સ્ટ્રેસના સ્તરને ઓછું કરવામાં સહાયક બને છે. તમે તેને સવારના સમયમાં આરોગી શકો છો.
કબજિયાતમાં લાભદાયક
જો તમને કબજિયાતની સમસ્યા હોય, તો તમારે સૂકી દ્રાક્ષ ખાવી જોઇએ. તે લાભદાયક બની શકે છે. તેનું સેવન કરવાથી પેટને લગતા રોગો મટી જાય છે.
(આ સલાહ સામાન્ય જાણકારી માટે છે. તમે કોઈ પણ ચીજનું સેવન કરો, તે અગાઉ એક વખત તમારા ડૉક્ટરની સલાહ ચોક્કસ લેવી.)
Share your comments