Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

Health & Lifestyle

શિયાળામાં કરો કોથમીરનું સેવન, જુઓ તેના ચમત્કારિક ફાયદા

શિયાળમાં કોથમીરનુ સેવન કરવાથી અઢળક લાભ થાય છે, અને શિયાળામાં તો કોથમીરના પાંદડાની કોઈ કમી જોવા મળતી નથી. આમ તો કોથમીરનો ઉપયોગ ભોજનમાં સજાવટ કરવા તથા સુંગધ માટે કરવામાં આવે છે. તો આજે અમે તમને જણાવીશુ કે કોથમીર આપણા સ્વાસ્થ્ય માટે કેટલી ફાયદાકારક છે.

Himanee Chauhan
Himanee Chauhan
Benefits Of Coriander Leaves In Winter
Benefits Of Coriander Leaves In Winter

કોથમીરનું તમારા જીવનમાં મહત્વ

કોથમીરનો વપરાશ સામાન્ય રીતે દરેકના ઘરમાં કરવામાં આવે છે, કોથમીરથી ભોજનને વધારે સ્વાદિષ્ટ બનાવી શકાય છે. તમને જણાવી દઈએ કે કોથમીર ભારતના મોટાભાગના વિસ્તારોમાં ઉગાડવામાં આવે છે. ઉપરાંત કોથમીર ભોજનમાં સ્વાદ વધારવાની સાથે ઔષધિય ગુણ પણ ધરાવે છે. કોથમીરમાં પોટેશિયમ, કેલ્શિયમ, વિટામીન સી (Vitamin C) અને મેગ્નેશિયમ ભરપૂર માત્રામાં ઉપલબ્ધ હોય છે. જો કોથમીરને સાકરમાં મિક્સ કરીને ખાવામાં આવ તો તે બોડી ડિટોક્સ કરવામાં મદદ કરે છે. તદઉપરાંત જો તમે કબજિયાતની સમસ્યાથી પરેશાન છો અથવા ડાયાબિટીસથી હેરાન છો તો તમારા માટે કોથમીર ખૂબ જ ઉપયોગી છે.  

કોથમીર શેમાં ગુણકારી ?  

કોથમીરમાં અનેક રોગોનુ નિદાન છૂપાયેલુ છે, માટે કોથમીરનુ સેવન કરવાથી સ્વાસ્થ્ય અનેક સમસ્યાઓથી બચી શકે છે.

થાક ઉતારવામાં કરે છે મદદ

અનેક લોકો ઊંઘ ન આવવાની સમસ્યાથી પરેશાન હોય છે, અને ઊંઘ ન આવવાને કારણે તે બેચેન રહે છે.  જો તમે પણ ઊંઘ ન આવવાની અને થાક લાગવાની સમસ્યાથી પરેશાન હોવ તો તમે સૌથી પહેલા કોથમીરને પીસીને તેમાં સાકર મિક્સ કરીને તેનુ સેવન કરો. આવુ કરવાથી તમને ઊંઘ પણ સારી આવશે સાથે જ તમારો થાક પણ દૂર થશે.

વજનનુ સંતુલન જાળવી રાખશે

કોથમીરના પાંદડામાં ખૂબ ઓછી ચરબી જોવા મળે છે, તેથી તે વજનને સંતુલિત કરે છે. કોથમીરની અંદર રહેલા એન્ટિઈનફ્લેમેટરી અને એન્ટિબેક્ટેરિયલ તત્ત્વો ખૂબ જ સારા પ્રમાણમાં ઉપલબ્ઘ હોય છે. ઉલ્લેખનીય છે કે કોથમીરનુ સેવન કરવાથી પાચનક્રિયામાં સુધારો થાય છે. અને વજન પણ માપમાં રહે છે. ઉપરાંત ધાણા લીવરના કાર્યને સક્રિય કરે છે, જેનાથી ગેસ, કબજિયાત, પેટનુ ફૂલવું જેવી અનેક સમસ્યા દૂર થાય છે. અને કોથમીરનું નિયમિત રીતે સેવન કરવાથી પાચન શક્તિ મજબૂત બને છે.

કોલેસ્ટ્રોલ ઘટાડશે

નિયમિત રીતે કોથમીરનું સેવન કરવાથી શરીરમાં હાઈ કોલેસ્ટ્રોલ અથવા સારા કોલેસ્ટ્રોલની માત્રામાં વધારો થાય છે. આ સાથે જ ખરાબ કોલેસ્ટ્રોલની માત્રામાં ઘટાડો થાય છે. એટલા જ માટે શિયાળામાં કોથમીરનું સેવન કરવાથી હ્રદય રોગનો ખતરો પણ ઓછો થઈ જાય છે.

ડાયાબિટીસને રાખશે કન્ટ્રોલમાં

કોથમીરને કિડની ડિટોક્સ માટે ઉત્તમ માનવામાં આવે છે. અને કોથમીરના પાંદડાનું સેવન કરવાથી ડાયાબિટીસના દર્દીઓને સારા એવા પ્રમાણમાં રાહત પણ મળી રહે છે. કારણે કે કોથમીર ઈન્સ્યુલિનને મુક્ત કરવામાં મદદ કરે છે. તેનાથી બ્લડ શુગર કન્ટ્રોલમાં રહે છે.

લોહી બનાવવામાં ઉપયોગી

જે લોકો એનિમિયાની સમસ્યાથી પરેશાન છે, તેમના માટે કોથમીર એક સારી ઔષધિ સાબિત થઈ શકે છે. કારણ કે કોથમીરના પાનમાં આર્યનનુ પ્રમાણ વધારે માત્રામાં હોય છે. અને તમને ખબર જ હશે કે શરીરમાં આર્યનના કારણે જ એનિમિયા થાય છે.

ત્વાચા માટે અસરકારક

કોથમીરનુ સેવન કરવાથી તે ત્વચા માટે ખૂબ જ અસરકારક સાબિત થઈ શકે છે, કોથમીરનુ રોજ સેવન કરવાથી ત્વચા કોમળ રહે છે. તે ખીલ, પિમ્પલ્સ અને બ્લેકહેડ્સની સમસ્યાઓને દૂર કરવા માટે ઉપયોગી છે.

આ પણ વાંચો : જાણો કોથમીરના આ 7 ચમત્કારી ફાયદાઓ કે જે શરીરને સ્વસ્થ અને મસ્ત રાખે છે

આ પણ વાંચો : લીંબુની છાલથી ઘટશે વજન, જાણો લીંબુની છાલના અનેક ફાયદાઓ

Share your comments

Subscribe Magazine

More on Health & Lifestyle

More