શું તમે ગોરસ આંબલીનું નામ સાંભળ્યુ છે ? જો પહેલી વાર સાંભળ્યુ છે તો તમને જણાવી દઈએ કે ગોરસ આંબલી જલેબી જેવુ દેખાતું એક ફળ છે. અને સૌથી મહત્વની વાત એ છે કે ગોરસ આંબલીમાં ખૂબ જ વધારે માત્રામાં ઔષધિય ગુણ હોય છે. તો આજે અમે તમને જણાવીશુ ગોરસ આંબલી ખાવાથી શરીરને અધધધ ફાયદાઓ થાય છે.
સામાન્ય રીતે ગોરસ આંબલીના વૃક્ષ જંગલોમાં જોવા મળે છે અને અનેક વિસ્તારોમાં તો આ ફળને ખૂબ જ ખાવામાં આવે છે. ઉપરાંત બજારોમાં પણ ગોરસ આંબલીને વેચવામાં પણ આવે છે. આ ફળ એપ્રિલથી જૂનના મહિનામાં આવે છે. ખેતરોમાં ઠેર ઠેર જોવા મળતી ગોરસ આંબલી ઉત્તમ ફળ છે. ગોરસ આંબલીમાંથી વિટામીન સી Vitamin C, તથા વિટામીન બી1 Vitamin B 1, લોહતત્વ તથા કેલ્શિયમ ભરપૂર માત્રા મળી આવે છે. ગોરસ આંબલી શરીરની ઘણી જરૂરિયાતો એકસાથે પૂરી કરે છે. તો આજે અમે તમને જણાવીશું ગોરસ આંબલીથી આરોગ્યને થતા લાભો.
ગોરસ આંબલીનું સેવન કરવાથી રોગ પ્રતિકારક શક્તિ પણ વધે છે. ગોરસ આંબલીના ખાટા મીઠા ફળમાં વિટામિન સી Vitamin C ખૂબ વધારે પ્રમાણમાં હોય છે, તેથી તે એન્ટીઓકિસડેંટસ તરીકે કામ કરે છે અને રોગો સામે લડવાની શરીરની ક્ષમતામાં પણ વધારો કરે છે. માથાના દુખાવામાં ગોરસ આંબલીના છાલનો ઉકાળો 15 થી 20 મિલી જેટલો પીવાથી તરત જ રાહત થઈ જાય છે.
તમને જણાવી દઈએ કે ગોરસ આંબલીમાં અંદરનું ફળ સફેદ કલરનું હોય છે. તેનો આકાર આંબલી જેવો હોય છે. પરંતુ તે ફળ પાકી ગયા પછી તે લાલ થઈ જાય છે. આ ફળનો સ્વાદ ખાટો મીઠો હોય છે. અલગ અલગ જગ્યાએ લોકો તેને જુદા જુદા નામથી જાણે છે. જેમકે વિલાયતી આંબલી, ગંગા જલેબી, મીઠી આંબલી વગેરે.
કેન્સરથી બચાવશે ગોરસ આંબલીના ગુણ
ગોરસ આંબલીના ફળમાં કેન્સર-રોધી સુધી ગુણ જોવા મળ્યા છે. તેથી જો આ ફળનું સેવન કરવામાં આવે તો કેન્સર કોશિકાઓની વધવાની ગતિ રોકાઈ જાય છે. જો કોઈ વ્યક્તિને કેન્સર ના હોય તો તેને કેન્સર થવાની શક્યતા પણ ઘટી જાય છે. કારણ કે આ ફળોમાં રહેલ એન્ટી ઓક્સિડેન્ટ કેન્સર કોશિકાઓને વધવાથી રોકે છે.
આ પણ વાંચો : ગરમીનો પારો થયો 40ને પાર, તો આ ફળ તમારા શરીરમાં પાણીની કમી કરશે પૂરી
ડાયાબિટિસ રોગ સામે ફાયદાકારક
ગોરસ આંબલીને ડાયાબિટીસનાં રોગીઓ માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. આ ફળમાં અનેક એન્ટીઓક્સિડેન્ટ હોય છે, જે શરીરને લાભ આપે છે. ટાઇપ-2 ડાયાબિટીસનાં દર્દીઓ માટે ગોરસ આમલીના ફળનું સેવન અને તેનો જ્યુસ ખૂબ જ લાભદાયક છે. ઘણા બધા વૈદ્ય અને જૂના લોકો માને છે કે ડાયાબિટીસનાં રોગીને જો એક મહિનો સળંગ ગોરસ આંબલીનું સેવન કરે તો તેમને તે રોગમાંથી છુટકારો મળી શકે છે.
શ્વાસને લગતી સમસ્યાઓમાં મળશે રાહત
ગોરસ આંબલીના ફળ અને તેના ગર્ભના ચૂર્ણનું સેવન કરવાથી શ્વાસના રોગમાં રાહત મળે છે, અને દર્દીઓને આરામ પણ મળે છે. તમને જણાવી દઈએ કે ગોરસ આંબલીના પાંદડા અને તેના ફૂલનો ઉકાળો બનાવીને પીવાથી શ્વાસને લગતી તમામ સમસ્યાઓનું સમાધાન મળે છે.
વજન ઘટાડવામાં ઉપયોગી
ગોરસ આંબલીનું સેવન કરવાથી તમને તમારું વજન ઘટાડવામાં પણ મદદ મળશે, તેને ખાવાથી ખૂબ જ સરળતાથી વજન ઘટી શકે છે. ઉલ્લેખનીય છે કે આંબલીના બીજમાં ટ્રીપ્સિન ઈન્હિબીટર ગુણ રહેલા છે જે મોટાપાને ઓછું કરવામાં ઉપયોગી સાબિત થાય છે.
આ પણ વાંચો : તપાવી મૂકે તેવી ગરમીમાં છાશ પીવી છે ફાયદાકારક, અહીં જાણો તેના ફાયદા
દાંત બને ચમકદાર
તમને જણાવી દઈએ કે ગોરસ આંબલી ખાવાથી દાંતમાં ચમક આવે છે. અને દાંત મજબૂત પણ બને છે. અને આ જ કારણ છે કે ગોરસ આંબલી ખાવાથી હાડકા મજબૂત બને છે. અને તેમાં પૂરતી માત્રામાં કેલ્શિયમ પણ રહેલુ હોય છે. આ જ કારણ છે કે તેનુ સેવન કરવાથી સાંધાનો દુખાવો થતો નથી અને સાંધા મજબૂત બને છે.
કાનમાં નહીં થાય દુખાવો
ગોરસ આંબલીના પાંદડાના રસનો ઉપયોગ કાનના દુખાવામાં કરવાથી ખૂબ જ ફાયદો થાય છે, ગોરસ આંબલીના પાંદડાને મસળીને તેમાંથી રસ કાઢી લો. હવે આ રસના 1-2 ટીપા કાનમાં નાખવાથી કાનમાં થતા દુખાવામાં જલ્દી જ રાહત મળે છે.
આ પણ વાંચો : Potable Water Benefits : માટલાનું પાણી પીવો અને દરેક મોસમી રોગો સામે મેળવો રક્ષણ
આ પણ વાંચો : ઉનાળામાં કરો આ ખટ્ટ-મીઠા ફળનું સેવન, જાણો ફાલસા ખાવાના અદ્ભૂત ફાયદા
Share your comments