Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

Health & Lifestyle

Health and Lifestyle: કેન્સરથી રક્ષણ આપે છે પાઈનેપલનું સેવન, છે બીજા પણ ઘણા ફાયદા

આઈસ્ક્રીમથી લઈને ઘણી મીઠાઈઓ સુધી દરેક વસ્તુમાં અનનાસનો મીઠો અને ખાટો સ્વાદ આપણને બધાને ગમે છે. આ ફળ માત્ર તેના સ્વાદ અને સુગંધને કારણે જ બઘાને ગમતો નથી, પરંતુ તેને ખૂબ જ આરોગ્યપ્રદ ફળ પણ માનવામાં આવે છે

Amansinh Jadeja
Amansinh Jadeja
ફોટો-સોશિયલ મીડિયા
ફોટો-સોશિયલ મીડિયા

આઈસ્ક્રીમથી લઈને ઘણી મીઠાઈઓ સુધી દરેક વસ્તુમાં અનનાસનો મીઠો અને ખાટો સ્વાદ આપણને બધાને ગમે છે. આ ફળ માત્ર તેના સ્વાદ અને સુગંધને કારણે જ બઘાને ગમતો નથી, પરંતુ તેને ખૂબ જ આરોગ્યપ્રદ ફળ પણ માનવામાં આવે છે. પાઈનેપલ તરીકે પણ ઓળખવામાં આવેલ અનનાસમાં વિટામિન સી તેમજ વિટામિન બી6, મેગ્નેશિયમ, પોટેશિયમ, આયર્ન રિબોફ્લેવિન, કોપર, પોટેશિયમ અને ફાઈબર પુષ્કળ પ્રમાણ હોય છે.ભરપૂર પોષક તત્વોને કારણે તેને આહારમાં સામેલ કરવાથી ઘણા ફાયદા થાય છે. અનેનાસ ખાસ કરીને ભોજન પચાવવામાં મદદ કરે છે. જો તમારું પાચન ખરાબ છે, તો તમારા આહારમાં અનાનસનો સમાવેશ કરવો જ જોઈએ. ચાલો જાણીએ આના અન્ય ફાયદાઓ-

રોગપ્રતિકારક શક્તિમાં થાય છે વધારો

પાઈનેપલ ખાવાથી શરીરની રોગપ્રતિકારક શક્તિ વધે છે અને શરીર પણ સ્વસ્થ રહે છે. તેમાં હાજર વિટામિન સી રોગપ્રતિકારક શક્તિમાં વધારો કરે છે અને મોસમી રોગોનું જોખમ પણ ઘટાડે છે.

સાંધાનો દુખાવો ઓછો કરે છે

અનાનસમાં બળતરા વિરોધી અને પીડા ઘટાડવાના ગુણો જોવા મળે છે, જેના કારણે તે સાંધાના દુખાવા અને ઓસ્ટિયોપોરોસિસથી રાહત અપાવવામાં મદદ કરે છે.

હાડકાંને મજબૂત બનાવવામાં મદદરૂપ

ઉનાળામાં અનાનસ ખાવાથી હાડકાં મજબૂત થાય છે અને શરીર સ્વસ્થ રહે છે. તેમાં રહેલું કેલ્શિયમ માંસપેશીઓના દુખાવામાં રાહત આપે છે તેમજ તેમા ભળેલા મેંગેનીઝ અને કેલ્શિયમ હાડકાંમાં થતી અનેક બીમારીઓને દૂર કરે છે.

કેન્સર થવાથી બચાવે છે

ધૂમ્રપાન અને તમાકુ શરીરમાં મુક્ત રેડિકલ ઉત્પન્ન કરે છે. પાઈનેપલમાં હાજર ફ્લેવોનોઈડ્સ અને ફેનોલિક એસિડમાં એન્ટી-ઓક્સીડેન્ટ હોય છે જે કોષોને ફ્રી રેડિકલ ડેમેજથી બચાવે છે.

વજન ઘટાડવામાં મદદરૂપ

જો તમે લાંબા સમયથી વજન ઘટાડવાનું વિચારી રહ્યા છો, તો ઉનાળામાં મર્યાદિત માત્રામાં અનાનસ ખાઓ. પાઈનેપલ ખાવાથી વજન ઘટાડવાની સાથે જ પેટની ચરબી પણ ઝડપથી ઘટે છે. શરીરને હાઇડ્રેટ રાખવાની સાથે તે મેટાબોલિઝમ પણ વધારે છે, જો કે વજન ઘટાડવામાં મદદરૂપ થાય છે.

હૃદયને સ્વસ્થ રાખે છે

તેમાં રહેલું ફાઈબર કોલેસ્ટ્રોલની માત્રા ઘટાડીને હૃદયને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે . તેના સેવનથી હૃદય સંબંધિત બીમારીઓનું જોખમ ઓછું થાય છે અને સ્થૂળતાથી પણ રાહત મળે છે.

કરચલીઓ ઘટાડવામાં મદદરૂપ

અનાનસના રસમાં વિટામિન સી અને બીટા કેરોટીન હોય છે. આ એન્ટીઑકિસડન્ટો તમારા શરીરમાંથી કરચલીઓ ઘટાડવામાં મદદ કરે છે અને ત્વચાની સુથળતાને પણ સુધારે છે. તેઓ સૂર્યપ્રકાશ અને પ્રદૂષણને કારણે ત્વચાને થતા નુકસાનને પણ ઓછો કરે છે.  

Share your comments

Subscribe Magazine

More on Health & Lifestyle

More