દેશી બર્ગર તરીકે ઓળખાતી દાબેલી (Dabeli) જુદી-જુદી વસ્તુઓના મિશ્રણ હોય છે. પહેલી નજરમાં તે બર્ગર લાગે છે મુંબઈ વાળોને વડાપોઉ જેવું. પરંતુ દાબેલીનો સ્વાદ આ બન્નેથી અલગ છે અને સાથે ચટાકેદાર પણ. ગુજરાતનો ફેમસ સ્ટ્રીટ ફૂડ દાબેલીનો ઇતિહાસ પણ બહુ જૂનો નથી.
જ્યારે દેશભરની વાનગિઓની વાત આવે છે તો સૌથી સાફ અને સ્વાસ્થવર્ધક વાનગીઓ ગુજરાતની ગણવામાં આવે છે. દેશના કોઈ પણ ખૂણના વ્યક્તિ ને જ્યારે પૂછવામાં આવે છે કે ગુજરાતનો વ્યંજન શુ છે? તો ઉત્તર હોય, ઢોકલા અને થેપલા, પરંતુ ગુજરાતામાં એક બે નથી પણ જાત-જાતની વાનગીઓ છે. આવી એક ગુજરાતી વાનગી વર્ષોથી ખાવામાં આવી રહી છે. જેનો નામ છે “દાબેલી”.. કેમ ગુજરાતીઓ નામ સાંભળીને મોંમા પાણી આવી ગયો ને...ગુજરાતની આ વાનગી હવે ગુજરાતના બહારે પણ લોકોને ગમવા લાગી છે. પાટનગર દિલ્લીમાં તો હજી નહીં મળે પણ મુંબઈમાં તે પંહુચી ગઈ છે.
દેશી બર્ગર તરીકે ઓળખાતી દાબેલી (Dabeli) જુદી-જુદી વસ્તુઓના મિશ્રણ હોય છે. પહેલી નજરમાં તે બર્ગર લાગે છે મુંબઈ વાળોને વડાપોઉ જેવું. પરંતુ દાબેલીનો સ્વાદ આ બન્નેથી અલગ છે અને સાથે ચટાકેદાર પણ. ગુજરાતનો ફેમસ સ્ટ્રીટ ફૂડ દાબેલીનો ઇતિહાસ પણ બહુ જૂનો નથી.
દાબેલીનો ઇતિહાસ
દાબેલીના ઇતિહાસની વાત કરીએ તો સૌથી પહેલા ગુજરાતના કચ્છના કેશવજી ગાભા ચુડાસમા નામના વ્યક્તિએ આ પ્રકારની વાનગી બનાવી. વર્ષ 1960માં બનેલી આ વાનગી ગામમાંથી બહાર નીકળી અને ધીમે ધીમે પ્રચલિત થતી ગઈ. ધીમે ધીમે દાબેલી ગુજરાતના તમામ જિલ્લાઓ સુધી પહોંચી ગઈ. આજથી બે દસકા પહેલાના સમયમાં દાબેલી ત્રણ રૂપિયામાં મળતી હતી. આજે આ દાબેલી 20 રૂપિયામાં મળે છે. દાબેલી વડાપાઉની જેમ સસ્તુ અને ચટાકેદાર ફૂડ છે. 'દબાવવામાં આવેલી વાનગી' એટલે તેને દાબેલી કહેવામાં આવે છે.
તીખો-મીઠો સ્વાદ
ગુજરાતી ડીશ હોય અને તેના સ્વાદમાં મીઠાશ ના હોય તે તો થઈ નથી શકતો. બે પાઉની વચ્ચે જે મસાલો ભરવામાં આવે છે તે તેનો સૌથી મોટી ખાસિયત છે. દાબેલીમાં મુખ્ય સામગ્રી બટાકા છે, અને તેમાં સ્વાદનો રોલ ભજવે છે તેની ચટણી. આ ચટણીમાં આંબલી,ખજૂર,લસણ અને લાલ મરચું સાથે ખાસ દાબેલીનો મસાલો ઉમેરવામાં આવે છે. આ ચટણીથી દાબેલી ખાટી-મીઠી લાગે છે. આ દાબેલી પર સેવ ભભરાવવામાં આવે છે જેનાથી તે ક્રન્ચી લાગે છે.
ગુજરાત સહિત આ રાજ્યોમાં લોકપ્રિય
ગુજરાતના દરેક શહેરમાં દાબેલી મળી જાય છે, રેલવે સ્ટેશનની બહાર કે બસ સ્ટોપની પાસે તમને દાબેલીના બોર્ડ સાથેની લારીઓ જોવા મળશે જ. આ દાબેલી ન માત્ર ગુજરાત પરંતુ મહારાષ્ટ્ર,તેલંગણા, કર્ણાટક અને રાજસ્થાનમાં પણ લોકપ્રિય થઈ છે. દિલ્લીમાં પણ કેટલાક સ્થળોએ દાબેલી મળી રહે છે. આ સાથે તમે જો ઈન્દોર અને ભોપાલમાં હોવ તો ત્યા પણ દાબેલીનો સ્વાદ માણી શકો છો. જો કે, સ્થળ બદલાવવાથી થોડી ઘણી બનાવવાની રીત અને તેના સ્વાદમાં બદલાવ જોવા મળી શકે છે. દાબેલીનો જો અસલ સ્વાદ લેવો હોય તો કચ્છમાં જવું પડે.
Share your comments