લીલા મરચાના સેવન કરવાથી કોલેસ્ટ્રોલ પણ કંટ્રોલમાં રહે છે. બ્લડ સકર્યુલેશન સારી રીતે ચાલે છે. સાથે જ જે લોકોને લોહી ગઠાઈ જવાની સમસ્યા અને દિલની બીમારી હોય છે તે લોકો માટે પણ લીલા મરચા ઔષધીનો કામ કરે છે
લીલા મરચાને ખાતાના સાથે જ તમે પાણી માંગતા હશો..અને કહતા હશો આ શુ ખવડાવી દીધુ, તેના કારણે થેપલા કેટલુ તીખુ લાગે છે પણ તમને ખબર છે કે એજ લીલા મરચા આમારા સ્વાસ્થ માટે કેટલી લાભકારી છે. જે લીલા મરચાના કારણે વાનગીમા સ્વાદ આવે છે, તે આમારા સ્વસ્થ માટે લાલ મરચા કરતા ઘણી સારી છે.લીલા મરચામાં અનેક ગુણો હોય છે, તે જાનીને તમે આશ્ચર્ય પામશે.
લીલા મરચા ખાવાના ફાયદાઓ
લીલા મરચમાં વધારે પ્રમાણ એન્ટીઓક્સીડેન્ટ હોય છે. જેના કારણે રોગ પ્રતિકારક શક્તિમા વધારો થાય છે, તેમ જ પ્રોસ્ટેટ સંબંધિત રોગનો ડર પણ ઓછુ થઈ જાય છે. એટલે દર રોજ એક લીલા મરચાનો સેવન કરવું જોઈએ.
લીલા મરચામાં કેલરી બહુ ઓછા પ્રમાણમાં હોય છે. લીલા મરચાના નિયમીત સેવન કરવાથી શરીરમાં
ચયાપચનની ક્રિયા સારી રહે છે.
લીલા મરચાના સેવન કરવાથી કોલેસ્ટ્રોલ પણ કંટ્રોલમાં રહે છે. બ્લડ સકર્યુલેશન સારી રીતે ચાલે છે. સાથે જ જે લોકોને લોહી ગઠાઈ જવાની સમસ્યા અને દિલની બીમારી હોય છે તે લોકો માટે પણ લીલા મરચા ઔષધીનો કામ કરે છે.
લીલા મરચામાં રહેલું કેપ્સિસિન નામનું તત્વ મગજના હાઈપોથેલેમસ નામના ભાગ પર અસર કરે છે. જેના કારણે શરીરનું તાપમાન ઘટી જાય છે.
જો લોકોને ચાંદા પડી ગયા હોય તેવા લોકોને તીખું ખાવામાં મુશ્કેલી પડે છે. પણ લીલા મરચાના સેવનથી ચાંદાની તકલીફથી પણ રાહત થતી હોવાનું માનવામાં આવે છે.
લીલા મરચામાં વિટામિન સી અને બીટા કેરોટીનનું હોય છે જે આંખ અને ચામડી માટે ખૂબ ફાયદાકારક છે. લીલા મરચાને ઠંડી અને અંધારું હોય તેવી જગ્યાએ જ રાખવા જોઇએ. કેમ કે, હવા અને પ્રકાશના કારણે તેમાં રહેલા વિટામિન નાશ પામે છે.
લીલા મરચાના સેવન કરવાથી લોહીમાં શુગરનું પ્રમાણ નિયંત્રણમાં રહે છે. એટલે ડાયાબિટીસથી પીડાતા લોકોએ લીલા મરચાનું સેવન કરવું જોઈએ.
Share your comments