Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

Health & Lifestyle

ઇલાયચીના મોટા ફાયદા! હાઈ બીપી થી લઇને પાચન સમસ્યાના દરેકનો રામબાણ ઈલાજ કરશે.

ઇલાયચીનું સેવન કરવા થી ઘણા રોગો માં મુક્તિ મળે છે. દરરોજ એલચીનું સેવન કરવાથી રોગપ્રતિકારક શક્તિ પણ મજબૂત થાય છે. તમને જણાવી દઈએ કે ઇલાયચીમાં વિટામિન-સી, મિનરલ્સ, આયર્ન અને કેલ્શિયમ જેવા પોષક તત્વો ભરપુર હોય છે.

Harsh Jitendra Rathod
Harsh Jitendra Rathod
ઇલાયચી
ઇલાયચી

બ્લડ પ્રેશરમાં પણ ઉપયોગી

આપને જો બ્લડ પ્રેશરની બીમારી હોય તો ઈલાયચીનું સેવન કરી બ્લડ પ્રેશર ઘટાડી શકો છે. જી હા જો તમે દરરોજ 3 ગ્રામ એલચી નું સેવન કરો છો તો તમારું બ્લડ પ્રેશર કાબુ (માપસર) માં રહે છે.

 

  • પાચન ક્રિયા માટે પણ ખુબજ અસરકારક

જો તમને અપચો રેહતો હોય એટલે કે ખાવનું બરાબર પાચન ન થતું હોય તો તેના માટે પણ એલચી ખુબજ ફાયદાકારક છે. એલચીનું સેવન કરવાથી પાચનની સમસ્યા દૂર થાય છે. આ સાથે તે અલ્સરને પણ મટાડે છે. એલચીના પાણીનું નિયમિત સેવન કરવાથી પાચન સંબંધી ઘણી સમસ્યાઓ દૂર થાય છે.

 

  • શરીરના અંદરના ભાગમાં આવતા સોજાને ઘટાડવામાં પણ મદદ કરે છે.

ક્યારેક એવું બનતું હોય છે. કે ખરાબ ખાન- પાન અથાવ તણાવ વાળી લાઈફ સ્ટાઈલ થી આપણા શરીરના અંદરના કોષ તત્વમાં સોજા જેવું લાગતું હોય છે. તો તેના માટે પણ રામબાણ ઈલાજ છે. એલચી. એલચીમાં એન્ટી-ઈન્ફ્લીમેન્ટરી ગુણ હોય છે જેના કારણે શરીરના કોષોમાં આવતા સોજાને એલચીમાં હાજર એન્ટીઓક્સીડેન્ટ કોષોને ડેમેજ થવાથી બચાવે છે

  • બ્લડ સુગરમાં પણ અતિ ઉપયોગી નીવડી એલચી

દરરોજ એલચીનું સેવન કરવાથી બ્લડ સુગર લેવલને કંટ્રોલ કરવામાં મદદ મળે છે. આ માટે તમે એલચી પાવડરનો પણ ઉપયોગ કરી શકો છો.

  • કેન્સર સામે લડવામાં પણ મદદ કરે છે. (એલચી)

એલચીમાં હાજર એન્ટીઑકિસડન્ટો કેન્સર સામે લડવામાં મદદ કરે છે. જ્યારે તમે દરરોજ એલચીનું સેવન કરો છો તો તે કેન્સરના કોષોને મારવામાં મદદ કરે છે.

આ પણ વાંચો: શિયાળામાં કરો આ શાકભાજીનુ સેવન, રોગપ્રતિકારક શક્તિમાં થશે વધારો                                                 

 

 

Share your comments

Subscribe Magazine

More on Health & Lifestyle

More