વજન ઘટાડવા માટે લોકો શું નથી કરતા, આજે અમે તમને એવા સુપરફૂડ વિશે માહિતી આપીશું જેનાથી તમારા સ્વાસ્થ્યને તો ફાયદા થશે સાથે જ તમારુ વજન પણ ખૂબ જ ઝડપથી ઓછું થશે. અળસી પોષકતત્ત્વો અને ફાઈબરથી ભરપૂર હોય છે. તો ચાલો આજે અમે તમને જણાવીશું અળસીના ફાયદા.
ફાઈબરયુક્ત અળસી
અળસીમાં ફાઈબરનો શ્રેષ્ઠ સ્ત્રોત હોય છે, જ્યારે પણ તમે ફાઈબરથી ભરપૂર ખોરાક ખાઓ છો, તો તેનાથી તમારું પેટ લાંબા સમય સુધી ભરેલું રહે છે. જો તમે વજન ઘટાડવા માટે ઓછી કેલરીનો ઉપયોગ કરો છો, તો તે તમારી ખાવાની ઇચ્છાને દબાવવામાં પણ મદદ કરી શકે છે.
ઓમેગા 3 ફેટી એસિડ
તમને જણાવી દઈએ કે અળસીમાં ઓમેગા 3 ફેટી એસિડ પણ હોય છે. અળસીના બીજ બળતરા ઘટાડવામાં મદદ કરે છે. આ સાથે તેઓ સ્વયંપ્રતિરક્ષા રોગો સામે લડવામાં પણ મદદ કરે છે. ઓમેગા 3 ફેટી એસિડ્સ આપણા હૃદયના સ્વાસ્થ્ય માટે પણ ખૂબ ફાયદાકારક હોય છે. માંસહારી લોકોને ઓમેગા-૩ માછલી માંથી મળી જાય છે પરંતુ શાકાહારી લોકોએ ઓમેગા -3 મેળવવા માટે અળસી એક સારો સ્ત્રોત છે.
કેન્સર સામે રક્ષા
અળસીનું સેવન કરવાથી બ્રેસ્ટ કેન્સર,પ્રોસ્ટેટ કેન્સર અને કોલોન કેન્સરથી બચી શકાય છે, જેમાંથી મળતા લિગનન હોર્મોન પ્રતિ સંવેદનશીલ હોય છે. તમને જણાવી દઈએ કે શરીરમાં જમા થતી ગંદકીના કારણે કેન્સર થવાનો ખતરો વધારે હોય છે. અળસી આ ગંદકી અને કોલેસ્ટ્રોલને મળ સ્વરૂપે બહાર કાઢે છે.
હૃદયની બીમારીથી બચાવે
અળસીમાં મળતો ઓમેગા-3 શરીરની અંદર થતા બળતરાને ઘટાડે છે અને હ્રદયની ગતિને સામાન્ય રાખવામાં મદદ કરે છે. ઓમેગા-3 યુક્ત ભોજનથી ધમનીઓ કડક નથી થતી.અને તે સાથે વ્હાઈટ બ્લડ ધમનીની આંતરિક પરતને ચીપકાવી દે છે.
ડાયબિટિસને રાખે કન્ટ્રોલમાં
અળસી ખાવાથી ડાયાબિટિસ કાબુમાં રહે છે. અળસીમાં રહેલા લિગનનને કારણે બ્લડ શુગર લેવલ કંટ્રોલમાં રહે છે.
આ પણ વાંચો : લાલ લસણના ફાયદા અનેક, મહીસાગરનું લાલ લસણ છે સમગ્ર વિશ્વમાં પ્રખ્યાત
કફમાં રાહત પહોંચાડે
15 ગ્રામ અળસીના બીજને ક્રશ કરી , 5 ગ્રામ મુલેઠી, 20 ગ્રામ મિશ્રી , અડધા લીંબૂના રસને ઉકળતા પાણીમાં નાંખી ઢાંકી દો. આ રસને ત્રણ કલાક બાદ ગાળીને પી જાવ. જેની મદદથી તમને ગળા અને શ્વાસની નળીમાં જામેલો કફ બહાર નિકળી જશે.
વજન ઘટાડવા માટે છે ઉત્તમ
અળસીમાં લીગ્રીન અને ઓમેગા-૩ જેવા તત્વ આપણા શરીરમાં ચરબી જમા થતી અટકાવે છે. ઘણા લોકોને કસરત કરવાનો સમય નથી મળતો તેના માટે અળસી શ્રેષ્ઠ ઉપાય છે. તેવા લોકોએ અળસીનું સેવન કરવું જોઈએ. ત્યારબાદ જમવાના એક કલાક પહેલા એક ચમચી અળસીનું સેવન કરવું જોઈએ.
પાચનતંત્રમાં થાય સુધારો
જો તમારી પાચનશક્તિ નબળી હોય તો મોટાભાગે કબજિયાતની સમસ્યા હોય છે. અળસીનું સેવન કરવાથી પાચનશક્તિમાં પણ સુધારો થાય છે. ઉલ્લેખનીય છે કે આ માટે તમારે પાણી પીવાનું વધારે રાખવું જોઈએ.
અસ્થમાના દર્દી માટે ઉપયોગી
અસ્થમાના દર્દીને અળસી રાહત આપે છે. તેના માટે અળસીના બીજને વાટીને તેમાં પાણી મિક્સ કરી લેવું. પછી આ પાણીને 10 કલાક મૂકી રાખવું. આ પાણીનું દિવસમાં ત્રણ વાર સેવન કરવાથી અસ્થમાના દર્દીને રાહત થશે. સાથે સાથે ઉધરસમાં પણ રાહત થાય છે.
ત્વચા અને વાળને સુંદર બનાવે
અળસીના સેવનથી ત્વચામાં ચમક આવે છે અને વાળની સુંદરતા પણ વધે છે.તેના માટે પણ રોજ બે ચમચી અળસીનું સેવન કરવું જોઈએ. અળસીમાં કોલેજન પ્રોડક્શન અને ત્વચામાં નવા સેલ બનવવામાં મદદરૂપ થાય છે.
આ પણ વાંચો : આ 4 ચોખાની જાતોથી સરળતાથી ઘટશે તમારુ વજન, ઉપરાંત થાય છે અનેક ફાયદા
આ પણ વાંચો : Potable Water Benefits : માટલાનું પાણી પીવો અને દરેક મોસમી રોગો સામે મેળવો રક્ષણ
Share your comments