વરિયાળીનું વૈજ્ઞાનિક નામ ફોર્નિકુલમ વુલગારે છે અને તે એપોકિનેસી પરિવારનો એક સુગંધિત છોડ છે. તે લાંબો, પાતળો અને આછો લીલો અથવા ભૂરા રંગનો હોય છે. વરિયાળીનો છોડ તેના બીજ, પાંદડા અને ખાદ્ય અંકુર માટે ઉગાડવામાં આવે છે. સમગ્ર વિશ્વમાં રસોડામાં વરિયાળીના ઉપયોગ મસાલા તરીકે થાય છે. ગુજરાતીમાં તે વરિયાળી તરીકે જાણીતી છે તેમ જ હિન્દીમાં તેને સૌંફ કહેવામાં આવે છે. જણાવી દઈએ ભારત વિશ્વમાં વરિયાળીના સૌથી મોટા નિકાસકારોમાંનું એક છે. કેમ કે તે એન્ટી-ઓક્સિડેન્ટથી ભરપૂર હોય છે, જેથી કરીને બજારમાં તેણી માંગણી હમેંશા રહે છે.
પોષક તત્વો
વરિયાળીમાં ઘણા પ્રકારના પોષક તત્વો હોય છે. જો કે અમારા સ્વાસ્થ્ય માટે ઘણા લાભાકારી ગણાએ છે. તેમાં વિટામિન, મિનરલ્સ અને ફેટી એસડી મોટા ભાગે હોય છે.
- વરિયાળીમાં પોટશિયમ, કૈલ્શિયમ અને ફોસ્ફોરસ પણ જોવા મળે છે
- વરિયાળી આપણા શરીર માટે એંટીઑક્સીડેન્ટના રૂપમાં કાર્ય કરે છે.
- વરિયાળી લિવરને લગતી દરેક સમસ્યાનો ઉકેલ છે.
- વરિયાળીના સેવન કરવાથી બ્લડ શુગર કંટ્રોલમાં રહે છે
- તેના સેવન કરવાથી કેન્સર જેવા ખતરનાક રોગથી શરીરના દરેક અંગનું રક્ષણ થાય છે.
- વરિયાળી એન્ટી ટ્યૂમર તરીકે પણ ઓળખાયે છે.
પેટની સમસ્યા માટે વરદાન વરિયાળી
વરિયાળીનો ઉપયોગ પેટ અથવા આંતરડામાંથી ગેસને બહાર કાઢવા તરીકે પણ થાય છે. તે પેટમાં એકઠા થયેલા ગેસને દૂર કરવામાં મદદ કરી શકે છે, જેનાથી પેટ ફૂલવાથી રાહત મળી શકે છે. બાળકોમાં પેટ ફૂલવાની (ગેસ)ની સમસ્યામાં વરિયાળીનું પાણી ઘણું સારું ગણાએ છે.વરિયાળી ખોરાકના સારા પાચન અને શોષણ માટે જરૂરી પાચન સ્ત્રાવને પ્રોત્સાહન આપી શકે છે. વરિયાળીના અર્કનો ઉપયોગ પેટને થતા કોઈપણ નુકસાનને રોકવા માટે કરી શકાય છે. પરંતુ જો તમને પેટ સંબંધિત કોઈ સમસ્યા હોય તો તમારે તમારા ડૉક્ટર અથવા આરોગ્ય સંભાળ પ્રદાતાનો સંપર્ક પણ કરવો જોઈએ.
લિવર માટે લાભકારી છે વરિયાળી
એક અભ્યાસમાં જાણવા મળ્યું છે કે વરિયાળીના બીજનું તેલ લિવરને રક્ષણ આપી શકે છે અને હેપેટોપ્રોટેક્ટીવ એજન્ટ તરીકે કાર્ય કરી શકે છે. વરિયાળીના તેલનો મૌખિક વપરાશ લિવરના નુકસાન સાથે સંકળાયેલ ઉત્સેચકોના સ્તરને પણ ઘટાડી શકે છે. આમ, વરિયાળી લીવર માટે ખરેખર સારી છે. પરંતુ લિવરની સમસ્યાઓ માટે વરિયાળીના બીજના ઉપયોગ કરતા પહેલા પોતાના ડૉક્ટરથી એક વખત વાત જરૂર કરજો.
ડાયબાટિસના દર્દિઓ માટે સારી એવી દવા વરિયાળી
વરિયાળીના સેવનથી લોહીમાં ખાંડનું સ્તરને ઓછા થાય છે. વધુમાં, વરિયાળીનું આવશ્યક તેલ ડાયાબિટીસને કારણે સ્વાદુપિંડ અને કિડનીમાં થતા પેથોલોજીકલ ફેરફારોને સુધારી શકે છે. લાંબા ગાળાના ડાયાબિટીસના કારણે મહત્વપૂર્ણ અવયવોને થતા નુકસાનને રોકવામાં વરિયાળીના બીજ કેટલા અસરકારક છે તે નક્કી કરવા માટે મનુષ્યોમાં વધુ અભ્યાસની જરૂર છે. તેથી, તમારા ડૉક્ટર અથવા આરોગ્ય સંભાળ પ્રદાતા સાથે વાત કર્યા વિના ડાયાબિટીસ માટે વરિયાળીના બીજ અથવા અન્ય હર્બલ દવાઓ લેવાનું ટાળો.
કોઈ પણ પ્રકારના કેન્સરને રોકી શકે છે
એક અભ્યાસ દરમિયાન જાણવા મળ્યું છે કે વરિયાળીનો આહારમાં ઉપયોગ કરવામાં આવે ત્યારે તે ગાંઠને વધતા અટકાવી શકે છે. વરિયાળી કાર્સિનોજેનેસિસ સામે સકારાત્મક અસર બતાવી શકે છે. વરિયાળીના બીજ પણ કેન્સર વિરોધી પ્રવૃત્તિ બતાવી શકે છે, કારણ કે ઉંદરો પર હાથ ધરવામાં આવેલા પરીક્ષણ દર્શાવે છે કે તે કેન્સરના કોષોને મારી નાખે છે.
Share your comments