ભારતીયો દ્વારા ખાદ્યતેલનો વઘુ વપરાશથી ફક્ત તેઓના સ્વાસ્થ્ય નથી બગડી રહ્યું છે પરંતુ તેની દેશના અર્થતંત્ર પર પણ ગંભીર અસર જોવા મળી રહી છે. મળતી માહિતી મુજબ છેલ્લા કેટલાક વર્ષોમાં ભારતના લોકોએ વધુમાં વધુ ખાદ્યતેલનો વપરાશ કરવા માંડ્યા છે. આઈસીએમઆર મુજબ વ્યક્તિએ દરરોજ 27 ગ્રામથી વધુ ખાદ્ય તેલનું સેવન નથી કરવું જોઈએ પરંતુ ભારતીયોએ દિવસમાં 50 ગ્રામ સુઘી તેલનો સેવન કરી રહ્યા છે, જો કે વાર્ષિક ધોરણ 19.7 કિલોના આજુબાજુ થાય છે. એજ નહીં તેઓ ભારતની અર્થવ્યવસ્થા પર પણ બોજ નાખી રહ્યો છે. જો લોકો તેમના ખાદ્ય તેલના વપરાશને નિયંત્રિત કરે છે અને પોષક ધોરણોનું પાલન કરે છે, તો ફક્ત તેમના સ્વાસ્થ્યમાં સુધારો થશે નહીં, પરંતુ દેશમાં ખાદ્ય તેલની આયાતમાં પણ મોટો ઘટાડો થશે, જેનાથી વિદેશી હૂંડિયામણની બચત થશે.
ખાદ્ય તેલના વધુ ઉપયોગથી થતી સ્વાસ્થ્ય સમસ્યાઓ
ભારતીયો દ્વારા વધુ પડતા ખાદ્યતેલના સેવનથી પેટમાં બળતરા, એસિડિટી, ગેસ, પેટ ફૂલવું, દુખાવો, ઝાડા, વજન વધવું, સ્થૂળતા, હાર્ટ પ્રોબલમ, સ્ટ્રોક, ડાયાબિટીસ, હાઈ બ્લડ પ્રેશર, નાની ઉંમરે નબળાઈ,કેન્સર અને હાઈ કોલેસ્ટ્રોલ જેવી સમસ્યાઓ થઈ રહી છે. તેના કારણે જ નાના નાના વયના બાળકોને હાર્ટ એટેક આવી જવાનું સમાચાર મળી રહી છે. જણાવી દઈએ કે ભારતમાં દર વર્ષે 250 લાખ ટન ખાદ્યતેલનો વપરાશ થઈ રહ્યો છે.
ગામડાના લોકો કરી રહ્યા છે વધુ ઉપયોગ
આઈસીએઆર મુજબ ખાદ્ય તેલના સૌથી વધુ વપરાશ ગામડાના લોકો કરી રહ્યા છે. શહેરી ઘરો કરતા ગ્રામીણ ઘરોમાં માથાદીઠ વાર્ષિક તેલનો વપરાશ 3 કિલો વધુ થઈ રહ્યો છે. તે જ સમય માંસાહારી લોકોએ શાકાહારી લોકો કરતા 2 કિલો વધુ તેલનો વપરાશ કરી રહ્યા છે. રિપોર્ટ મુજબ જેમ જેમ લોકોની આવકમાં વધારો થયો છે તેમ તેમ તેમના ખોરાક અને આહારની આદતોમાં પણ ફેરફાર થયો છે. લોકો હવે વધુ તળેલા અને તેલયુક્ત ખોરાક ખાવા લાગ્યા છે, જે સ્વાદ ઉપરાંત અનુકૂળ પણ લાગે છે. આ સાથે બજારમાં વિવિધ પ્રકારના અને બ્રાન્ડના ખાદ્યતેલ પણ ઉપલબ્ધ છે, જે આકર્ષક પેકિંગ અને જાહેરાતો દ્વારા લોકોને આકર્ષે છે.
દેશમાં ખાદ્ય તેલના સ્ત્રોત વાળા પાક
જો ભારતમાં ઉગાડવામાં આવતા મુખ્ય ખાદ્ય તેલના 80 ટકા ઉત્પાદનની વાત કરીએ તો તેના માટે દેશમાં સોયાબીન, મગફળી અને સરસવની ખેતી કરવામાં આવે છે. જ્યારે બીજા 20 ટકા માટે બીજ, ચોખાની ભૂકી, પામ તેલ અને નાળિયેરથી તેલ તૈયાર થાય છે. જેમાં સૌથી તધુ 61 ટકા વપરાશ સરસવના તેલનું થાય છે. ભારતીયો દ્વારા ખાદ્ય તેલનો વધુ પડતો વપરાશ તેમના સ્વાસ્થ્ય પર પ્રતિકૂળ અસર કરી શકે છે. ભારતમાં ખાદ્ય તેલના વપરાશમાં વધારો થયો છે અને તેની આયાત પર નિર્ભરતા વધી છે.
Share your comments