Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

Health & Lifestyle

પરાગનયન માટે ઉપયોગી એવી મધમાખીને બચાવાના અસરકારક પગલાં

પાક ઉત્પાદનને અસર કરતા વિવિધ જૈવિક પરિબળોમાં પરાગનયનની ક્રિયા મહત્વનો ભાગ ભજવે છે. એકદમ સાદી ભાષામાં એમ કહી શકાય કે ફૂલમાના પુંકેસર પરથી સ્ત્રીકેસર પર પરાગરજ (પોલન) ના વહનની ક્રિયા તરીકે ઓળખાય છે.મધમાખી દ્વારા વનસ્પતિમાં થતી પરાગનયનની ક્રિયાથી ઘણા બધા ફાયદા થાય છે, જે અહીં દર્શાવવામાં આવેલા છે.

KJ Staff
KJ Staff
Effective measures to save bees useful for pollination
Effective measures to save bees useful for pollination

પાક ઉત્પાદનને અસર કરતા વિવિધ જૈવિક પરિબળોમાં પરાગનયનની ક્રિયા મહત્વનો ભાગ ભજવે છે. એકદમ સાદી ભાષામાં એમ કહી શકાય કે ફૂલમાના પુંકેસર પરથી સ્ત્રીકેસર પર પરાગરજ (પોલન) ના વહનની ક્રિયા તરીકે ઓળખાય છે.મધમાખી દ્વારા વનસ્પતિમાં થતી પરાગનયનની ક્રિયાથી ઘણા બધા ફાયદા થાય છે, જે અહીં દર્શાવવામાં આવેલા છે.

  • મધમાખી ન હોય તો આપણી પૃથ્વી પરની કેટલીક વનસ્પતિની પ્રજાતિઓ નિર્માણ પામી ન હોત અથવા તો કેટલીય પ્રજાતિ સંપુર્ણ નાશ પામી હોત.
  • પરાગનયનનું સ્ફુરણ વધારે છે.
  • ફળોમાં પોષકતત્વો અને સુંગધ વધારે છે.
  • વાનસ્પતિક વૃધ્ધિ વધારે છે તેમજ પાકનો વિકાસ પણ વધારે છે.
  • બીજની સંખ્યા તેમજ ઉત્પાદન વધારે છે.
  • ફળો વધારે બેસે છે અને ઉત્પાદન પણ વધે છે.
  • તેલીબિયાના પાકોમાં તેલના ટકા વધારે છે.
  • જુદા જુદા પાકોમાં રોગ અને જીવાતો સામે પ્રતિકારકશક્તિ વધારે છે.

પરાગનયન મુખ્યત્વે બે રીતે થાય છે.

  1. સ્વપરાગનયન કે જેમાં જે તે ફૂલની પરાગરજ તે જ ફૂલના સ્ત્રીકેસર પર પડતા તેનું ફલિનીકરણ થાય છે અને
  2. પરાગનયન કે જેમાં ફૂલનું ફલિનીકરણ થવા માટે તે જ જાતિના અન્ય ફૂલના પરાગરજનું વહન થવું જરૂરી છે. કેટલીક વનસ્પતિમાં પવન દ્વારા એક છોડ પરથી બીજા છોડ પર પરાગરજનું વહન થતુ હોય છે, પરંતુ મોટા ભાગના કિસ્સામાં પરાગનયનની ક્રિયા કીટકો દ્વારા થતી હોય છે. મધમાખી, વિવિધ જાતિની ભમરીઓ, ઢાલિયા, પતંગિયા, ફૂદા, માખી અને થ્રિપ્સ જેવા કીટકો પરાગનયનની ક્રિયામાં મહત્ત્વનો ભાગ ભજવે છે.

મધમાખી એક કીટક છે. મધમાખી દ્વારા અસરકારક પરાગનયન થવા માટે તેના શરીરની બાહ્ય રચના અગત્યની ગણાય છે. મધમાખીના શરીર પર નાના-નાના અસંખ્ય વાળ (રૂંવાટી) આવેલા હોય છે જેને લીધે પરાગનયન સાથે સંકળાયેલ અન્ય કીટકો કરતા તે પ્રમાણમાં વધુ સંખ્યામાં પરાગરજને સાથે લઈ જઈ શકે છે. મધમાખી જ્યારે ખોરાક (મધુરસ અને પરાગરજ) લેવા માટે ફૂલોની મુલાકાત લે છે ત્યારે આકસ્મિક રીતે જ પુંકેસરનો સ્પર્શ થાય છે અને પરાગરજ મધમાખીના શરીર પર ચોંટી જાય છે. તે ઉપરાંત મધપૂડામાં પરાગરજ લઈ જવા માટે મધમાખીના પાછલી (ત્રીજી) જોડ પગ પર ખાસ ખાંચાવાળી જગ્યા (પોલન બાસ્કેટ) હોય છે. તેમાં આગળની બન્ને જોડ પગ વડે પરાગરજ ભેગી કરી પોલન બાસ્કેટમાં ઠાલવે છે. મધમાખી તેના શરીરના કુલ વજનના લગભગ ૩પ ટકા વજન જેટલી પરાગરજ ફૂલમાંથી મધપૂડા સુધી વહન કરવાની ક્ષમતા ધરાવે છે. પરાગનયન માટે જવાબદાર અન્ય કીટકો ફકત મધુરસ (નેકટર) માટે જ ફૂલોની મુલાકાત લે છે. જ્યારે મધમાખી એક એવું કીટક છે કે તે મધુરસ ઉપરાંત પરાગરજનો પોતાનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે. મધમાખીની બીજી અગત્યની ખાસિયત ફૂલો પર તેની સ્થિરતા અને વફાદારી છે. મતલબ કે કોઈ એક જાતિના ફૂલોમાંથી જ્યારે મધુરસ પરાગનયન માટે જવાબદાર અન્ય કીટકો ફકત મધુરસ (નેકટર) માટે જ ફૂલોની મુલાકાત લે છે.

જ્યારે મધમાખી એક એવું કીટક છે કે તે મધુરસ ઉપરાંત પરાગરજનો પોતાનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે. મધમાખીની બીજી અગત્યની ખાસિયત ફૂલો પર તેની સ્થિરતા અને વફાદારી છે. મતલબ કે કોઈ એક જાતિના ફૂલોમાંથી જ્યારે મધુરસ ભાગ્યે જ એવો કોઈ પાક હશે કે જેમાં કોઈ કીટનાશકનો છંટકાવ ન થતો હોય. મોટા ભાગના ખેતી પાકોમાં કીટનાશકોનો ઉપયોગ થતો હોય છે. આવા કીટનાશકો ફકત નુકસાનકારક જીવાતો જ નહિ પરંતુ પરાગનયનની ક્રિયામાં મહત્ત્વનો ભાગ ભજવતી મધમાખીઓને પણ અસર કરે છે. તેનાથી મધમાખીઓને બચાવવા ઝેરી કીટનાશકોના ઉપયોગ વખતે કેટલીક કાળજી રાખવી જરૂરી છે.

મધમાખીની પ્રવૃત્તિ થોડા ઘણા પ્રમાણમાં આખા દિવસ દરમ્યાન જોવા મળે છે, પરંતુ ફૂલો પર તેની અવરજવર સૌથી વધારે સવારે ૧૦થી ૧૨ કલાકના ગાળા દરમ્યાન જોવા મળે છે તેથી મધમાખીની પ્રવૃત્તિ ઓછી હોય તે વખતે કીટનાશકોનો છંટકાવ કરવો જોઈએ. સામાન્ય રીતે વહેલી સવારે કે મોડી સાંજના સમયે છંટકાવ કરવાથી મધમાખીને ઝેરી કીટનાશકોથી બચાવી શકાય છે. આ બે પૈકી મોડી સાંજના સમયે કીટનાશકોનો છંટકાવ કરવો વધુ હિતાવહ છે કારણ કે સાંજે છંટકાવ બાદ સવાર સુધીમાં કીટનાશકની અસર મધમાખી માટે ઓછી થઈ જાય છે.

સામાન્ય રીતે ખેતી પાકોમાં ફૂલ અવસ્થાએ મધમાખીની પ્રવૃત્તિ જોવા મળતી હોય છે. તેથી ફૂલ અવસ્થા દરમ્યાન કીટનાશકોનો છંટકાવ ટાળવો તેમ છતાં છંટકાવ કરવાની જરૂરિયાત ઊભી થાય તો રાસાયણિક કીટનાશકોને બદલે વનસ્પતિજન્ય કીટનાશકો અથવા તો સૂક્ષ્મ જીવાણુઓ આધારીત કીટનાશકો (માઈક્રોબાયલ ઈન્સેકટીસાઈડ)નો ઉપયોગ કરવો.

કીટનાશકોના જુદા જુદા સ્વરૂપ (ફોર્મ્યુલેશન) પૈકી પ્રવાહી સ્વરૂપે મળતા કીટનાશકોની સરખામણીમાં ભૂકા રૂપ (પાઉડર) કીટનાશકો મધમાખી માટે વધુ ઝેરી પૂરવાર થયેલ છે તેથી તેનો ઉપયોગ નિવારવો. પ્રવાહી કીટનાશકોનો છંટકાવ બાદ તે વનસ્પતિના કોષોમાં શોષાઈ જાય છે તેથી મધમાખીના સંપર્કમાં ઓછા આવે છે તે જ પ્રમાણે દાણાદાર કીટનાશકો સીધા જમીનમાં અથવા તો પાનની ભૂંગળીમાં (મકાઈ અને જુવારમાં) આપવામાં આવતા હોવાથી મધમાખીના સીધા સંપર્કમાં આવતા નથી. બીજ માવજતની પધ્ધતિ પણ સલામત ગણાય છે.

હાલમાં બજારમાં ઉપલબ્ધ લગભગ ૮૦ ટકા જેટલા કીટનાશકો મધમાખી માટે વધુ કે અત્યંત ઝેરી નોંધાયેલ છે. ખેતી પાકોમાં જીવાત નિયંત્રણ માટે વપરાતા કીટનાશકો પૈકી એસીફેટ, કાર્બરીલ, કલોરપાયરીફોસ, કલોથીયાનીડીન, સાયપરમેથ્રીન, ડેલ્ટામેથ્રીન, ડાયકલોરવોસ, ઈન્ડોકઝાકાર્બ, મેલાથિયોન, મોનોક્રોટોફોસ અને સ્પીડોસાડ મધમાખી માટે પ્રમાણમાં વધુ ઝેરી હોય છે જ્યારે એસીટામીપ્રીડ, થાયાકલોપ્રીડ અને થાયોડીકાર્બ મધ્યમ ઝેરી પૂરવાર થયેલ છે.

કીટનાશકોમાં ડાયફલુબેરોન અને કાયરોમાઈઝીન તથા કથીરીનાશકોમાં ડાયકોફોલ અને પ્રોપરગાઈટ ઓછા ઝેરી સાબિત થયેલ છે. પરાગનયન માટે જે પાકમાં મધમાખી આવશ્યક હોય તે પાકમાં મીથાઈલ પેરાથિઓનનો ઉપયોગ કરવા પર પ્રતિબંધ મૂકેલ છે. આમ કીટનાશક રસાયણોના છંટકાવમાં થોડીક કાળજી રાખવામાં આવે તો પરાગનયન માટે ઉપયોગી એવી મધમાખીનો વિનાશ થતો અટકાવી શકાય છે.

મધમાખીને જંતુનાશકોની ઝેરી અસરથી કઇ રીતે બચાવવી

  • જ્યારે નુકશાન કરતી જીવાતો તેની સમ્યામાત્રા વટાવે ત્યારે જ દવાનો છંટકાવ કરવો જોઇએ.
  • જંતુનાશક દવાઓ બોટલ/ખોખા/ડબ્બા ઉપર છાપેલા લેબલ બરાબર વાંચીને છંટકાવ કરવો. જો તેના પર એવું લખેલ હોય કે આ દવા મધમાખી માટે હાનિકારક છે તો આવી દવાનો છંટકાવ ન કરવો.
  • મધમાખીને ઓછી ઝેરી હોય તેવી દવાઓનો ઉપયોગ કરવો જોઇએ તથા જરૂરીયાત મુજબજ છંટકાવ કરવો જોઇએ.
  • ફૂલ જ્યારે ખીલેલા હોય ત્યારે તથા વસંત ઋતુમાં શક્ય હોય તેટલો જંતુનાશકોનો છંટકાવ ઓછો કરવો.
  • શક્ય હોય તેટલી ઓછામાં ઓછી જંતુનાશક દવાઓ પાક પર છાંટવી જોઇએ.
  • દવા છાંટવાની જરૂર પડે તો વહેલી સવારે કે મોડી સાંજે છંટકાવ કરવો.
  • પાણી તથા જમીન ઝેરી જંતુનાશક દવાથી અસરગ્રસ્ત ન થાય તેવુ આયોજન કરવું.
  • આકર્ષિત ફૂલોવાળા પાકોને ઓળખવા તથા તેની સારી રીતે માવજત કરવી.
  • દવા જ્યારે છાંટવાની હોય ત્યારે આજુબાજુ મધપૂડાની પેટી અથવા તો મધપૂડો ના હોય તે જોવુ.જો મધપેટી હોય તો મધમાખીની અવર-જવર કરવાનું કાણું બંધ કરી પછી જ દવા છાંટવી જેથી મધમાખીને જંતુનાશક્ના છંટકાવથી બચાવી શકાય.
  • સંકલિત જીવાત વ્યવસ્થાપનનો અભિગમ અપનાવવો જેથી જંતુનાશક દવાનો ઉપયોગ ઘટાડી શકાય.
  • મધપેટીની વસાહતની આસપાસમાં શક્ય હોય ત્યાં સુધી ઓછી ઝેરી કીટનાશી દવાઓનો ઉપયોગ કરવો.
  • મધમાખીની પેટીઓ રાખવામાં આવેલ હોય તેની આસપાસનાં ખેતરના માલિકોની સાથે પરામર્શ કરી જ્યારે દવાનો છંટકાવ કરવાના હોય તેના આગલા દિવસે જાણ કરે. જેથી મધમાખીનું આવન-જાવન રોકી શકાય અને તેના કારણે વિપરીત અસર ઘટાડી શકાય.

Related Topics

useful pollination measures

Share your comments

Subscribe Magazine

More on Health & Lifestyle

More