Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

Health & Lifestyle

ઉનાળામાં કરો આ ખટ્ટ-મીઠા ફળનું સેવન, જાણો ફાલસા ખાવાના અદ્ભૂત ફાયદા

હાલ સૂર્યદેવ પોતાનો પ્રકોપ વર્તાવતા હોય તેવુ લાગી રહ્યુ છે, ત્યારે ઉનાળાની ઋતુમાં ખાટ્ટા-મીઠા ફળ ખાવાથી શરીરને અનેક લાભ મળે છે. તો આજે આપણે એક એવા જ ફળની વાત કરીશું. જે તમે ખાધા તો હશે જ પરંતુ તમને તેના આ અદ્ભૂત લાભ વિશે કદાચ માહિતી નહીં હોય.

Himanee Chauhan
Himanee Chauhan
Amazing benefits Of Eating Phalsa
Amazing benefits Of Eating Phalsa

હાલ સૂર્યદેવ પોતાનો પ્રકોપ વર્તાવતા હોય તેવુ લાગી રહ્યુ છે, ત્યારે ઉનાળાની ઋતુમાં ગરમીનો પારો ખાટ્ટા-મીઠા ફળ ખાવાથી શરીરને અનેક લાભ મળે છે. તો આજે આપણે એક એવા જ ફળની વાત કરીશું. જે તમે ખાધા તો હશે જ પરંતુ તમને તેના આ અદ્ભૂત લાભ વિશે કદાચ માહિતી નહીં હોય.

ઉનાળામાં ખાટામીઠા ફાલસાનો સ્વાદ માણવો એક લાહવો છે. મૂળ સૂકી અને ગરમ આબોહવાનો પાક ગણાતા ફાલસા હવે થોડાક પ્રમાણમાં જોવા મળે છે. મે માસની પ્રચંડ ગરમીમા ઠંડક પ્રદાન કરતા ફાલસાની ખેતી ખૂબજ ઓછા પ્રમાણમાં થાય છે. ફાલસા મૂળ દક્ષિણ એશિયામાં ભારત, પાકિસ્તાન અને કંબોડિયામાં પાકતું ફળ છે. ખાટા-મીઠા સ્વાદને કારણે ઘણા લોકો ફાલસા ખાવાનું પસંદ કરે છે. ફાલસા મુખ્યત્વે ઉનાળામાં જ મળે છે. ફાલસાની તાસીર ઠંડી હોવાને કારણે તે ઉનાળામાં શરીરને ઠંડુ રાખે છે.

ફાલસામાં રહેલા છે આ મિનરલ્સ

ચણીબોરની સાઈઝના ફાલસા એન્ટિઓક્સિડન્ટ, મેગ્નેશિયમ, ફોસ્ફરસ, કેલ્શિયમ, પોટેશિયમ, સોડિયમ અને આર્યનથી ભરપૂર હોય છે, આ મિનરલ્સને કારણે ફાલસા ગરમીમા લાગતી લૂથી બચાવે છે. ફાલસા ખાવાથી ઉલ્ટી, ગભરામણ, તાવ આ બધી સમસ્યાઓમાં આરામ મળે છે. તમને જણાવી દઈએ કે રોજ નાસ્તામાં ફાલસા ખાવાથી ચિડીયાપણું દૂર થઈ જાય છે.

ફાલસમાં છે અનેક સમસ્યાઓનું સમાધાન

જો તમને પેટમાં દુખાવાની સમસ્યા રહેતી હોય તો ફાલસા તમારા માટે રામબાણ ઈલાજ છે. પેટના દર્દના ઈલાજ માટે શેકેલા ફાલસાના રસમાં નાખીને થોડો ગરમ કરો. થોડો ગરમ થઈ ગયા પછી તેના મિશ્રણને પીવો. જેનાથી પેટના દર્દમાં આરામ થશે. ફાલસામાં રહેલ વિટામીન Vitamin લોહીના તમામ પ્રકારના વિકારને દૂર કરે છે અને લોહીને શુધ્ધ કરે છે. સવાર –સાંજ એક મહિના સુધી સતત ફાલસા ખાવાથી બ્લડપ્રેશર અને કોલેસ્ટ્રોલનુ સ્તર નિયંત્રિત કરી શકાય છે, જેથી હ્રદયની બીમારીનુ જોખમ ઓછું રહે છે. ફાલસામાં એન્ટિઓક્સિડેન્ટ, મેગ્નેશિયમ, ફોસ્ફોરસ, કેલ્શિયમ, પોટેશિયમ, સોડિયમ, આયરન વગેરે ભરપૂર પ્રમાણમાં હોય છે. ફાલસાનુ સેવન કરવામાંથી ગરમીની સિઝનમાં લૂ લાગતી નથી.

સનસ્ટ્રોકથી બચાવશે

ફાલસા ગરમીમાં લાગતી લૂથી બચાવે છે. ફાલસા ખાવાથી ઉલટી થવી, ગભરામણ થવી, એકાએક તાવ આવવો, આ બધા લક્ષણોમાં આરામ મળે છે. રોજ નાસ્તામાં ફાલસા ખાવાથી ચિડીયાપણું દૂર થાય છે. જો તડકાથી એલર્જી છે જો ફાલસા તેના માટે ખૂબ જ અસરકારક ઈલાજ છે.

લોહી થાય સાફ

રોજ ફાલસા ખાવાથી લોહીને લગતી તકલીફોમાં રાહત મળે છે. ફાલસામાં રહેલું વિટામીન સી Vitamin C ને કારણે શરીરમાં લોહી સાફ થાય છે અને લોહીના વિકારની સમસ્યા દૂર થાય છે. એક મહિના સુધી ફાલસા નિયમિત ખાવાથી બ્લડપ્રેશર અને કોલેસ્ટ્રોલ લેવલ કંટ્રોલ થઈ જાય છે, જેનાથી હદયરોગને લગતી બીમારીઓનો ખતરો ઓછો થાય છે.

ત્વચા માટે પણ ફાયદાકારક

ગરમીની સીઝનમાં ફાલસા ખાવાથી ખીલની સમસ્યાથી છૂટકારો મળે છે. માત્ર ફાલસા જ નહીં, તેના પાંદડા પણ બીમારીઓની સારવાર માટે ઉપયોગી છે. કોઈ પણ પ્રકારના ખીલ થયા હોય, ચામડીમાં બળતરા હોય અથવા ડાઘ પડી ગયા હોય, તો ફાલસાના પાન આખી રાત પલાડી રાખો અને પછી પીસીને લગાવો.

આ પણ વાંચો : ખુશખબર : LPG સિલિન્ડર પર ગ્રાહકોને મળી રહી છે ઓફર, હવે ઓછી કિંમતે મળશે ગેસ

પેટમાં દુખાવાની સમસ્યા થાય દૂર

પેટમાં દુખાવાની સમસ્યા હોય તો ફાલસા ફાયદાકારક સાબિત થશે. પેટના દુખાવાની સારવાર માટે 3 ગ્રામ શેકેલા અજમામાં 25થી 30 ગ્રામ ફાલસાનો રસ નાખીને ગરમ કરો. થોડું ઠંડુ થાય તો આ મિશ્રણ પી લો. આ જ રીતે ફાલસાથી શ્વાસની સમસ્યા, કફની સમસ્યાથી પણ છૂટકારો મળે છે.

યાદશક્તિ વધે

જો યાદશક્તિ નબળી હોય તો ફાલસાનો રસ પીઓ. ફાલસામાં રહેલું વિટામિન સી Vitamin C અને આયર્ન દિમાગમાં બ્લડ સર્ક્યુલેશન વધારે છે. રોજ નાસ્તામાં ફાલસાનો રસ પીવાનું રાખો. ખાલી પેટ રસ પીવાથી વધારે ફાયદો થશે.

આ પણ વાંચો : એપ્રિલના છેલ્લા 15 દિવસમાં આ પાકની ખેતી કરો, ઓછા સમયમાં મળશે સારી ઉપજ

 

Share your comments

Subscribe Magazine

More on Health & Lifestyle

More