ઇંડામાં મળી આવતા તત્વોમાં ફોસ્ફોટાઇડ્સ અને ઓમેગા-3 એસિડનો પણ સમાવેશ હોય છેં, જે ખરાબ કોલેસ્ટ્રોલને બેલેન્સ કરે છે. એવામાં તમે કોલેસ્ટ્રોલને નિયંત્રિત કરવા માટે રોજ સવારે ઇંડા ખાઇ શકો છો. પરંતુ જો તમે ઇંડાને તેલમાં ઓમલેટ બનાવીને ખાશો તો તે શરીરમાં કોલેસ્ટ્રોલ વધારી શકે છે. એટલે ઈંડા ને બાફીને ખાશે.
એમ તો ઈંડા એક માસાહારી ભોજન છે, જેને શાકહારી લોકો એટલે કે આપણા ગુજરાતની 70 ટકા વસ્તી નથી ખાતી, અને જે લોકો વીગન હોય છે તે લોકને તો ઈંડા જોવાનુ પણ નથી ગમતુ.પરંતુ શુ તમને ખબર છે ઈંડા આપણા સ્વસ્થ માટે કેટલા લાભદાયક છે. ઈંડામાં ભરપૂર માત્રામાં ન્યૂટ્રીશન હોય છે, હા.. તે તેના ખાવાના સમય અને કુકુંગ સ્ટાઈલ પર નિર્ભર કરે છે. એમ તો ઈંડા ખાવાની બહુ રીત છે, પણ જે તેને બાફીને ખાવામાં આવે તો તેથી આપણે સોથી વધારે પોષ્ક તત્વો મળે છે.
વિશેષકો મૂજબ જણાવામાં આવ્યુ છે કે હાર્ડ બોઈલ ઈંડા તમારા શરીર માટે બહુ લાભદાયક છે. કારણ કે, આમ કરવાથી ઈંડાની અંદર મુકાયેલા હાનિકારક તત્વો મરણ પામે છે, જેમા સેલ્મોનેલાનો સમાવેશ સૌથી વધારે હોય છે. ઈંડામાંથી સેલ્મોનેલા ખત્મ થયા પછી તે તમારા સ્વાસ્થ માટે વધુ ફાયદાકારણ થઈ જશે. જો ઇંડામા મળતા તત્વોની વાત કરીએ તો તેમા ભરપૂર માત્રામાં પ્રોટીન, વિટામિન એ,બી 6,બી 12, આયરન, એમિનો એસિડ, સેલેનિયમ, ફોસ્ફરસ મળી આવે છે. જે વૃદ્ધથી લઇને બાળકો સુધી સર્વેના સ્વાસ્થ્ય માટે ફાયદાકારક અને જરૂરી છે. તો જાણીએ બાફેલા ઇંડા ખાવાથી થતા વિવિધ ફાયદા. વિશે.
કોલેસ્ટ્રોલ આવશે બેલેન્સમાં
ઇંડામાં મળી આવતા તત્વોમાં ફોસ્ફોટાઇડ્સ અને ઓમેગા-3 એસિડનો પણ સમાવેશ હોય છેં, જે ખરાબ કોલેસ્ટ્રોલને બેલેન્સ કરે છે. એવામાં તમે કોલેસ્ટ્રોલને નિયંત્રિત કરવા માટે રોજ સવારે ઇંડા ખાઇ શકો છો. પરંતુ જો તમે ઇંડાને તેલમાં ઓમલેટ બનાવીને ખાશો તો તે શરીરમાં કોલેસ્ટ્રોલ વધારી શકે છે. એટલે ઈંડા ને બાફીને ખાશે.
શરીરમાં એનર્જી જાળવી રાખશે
ઇંડામાં મોટી માત્રામાં પ્રોટીન હોય છે, જે તમારા શરીરમાં એનર્જી જાળવી રાખવામાં મદદ કરે છે. એવામાં જે તમે સવારે નાસ્તામાં બાફેલા ઈંડા ખાશે તો તમારા શરીરમાં પ્રોટીનની બધી જરૂરિયાત પૂરી થઈ જશે અને તમને દિવસભર તાજગીનો અનુભવ થશે.
મગજ માટે ફાયદાકારક
ઇંડામાં કોલાઇન નામન એંઝાઇમ હોય છે, જે યાદશક્તિ સારી રાખવાનું કામ કરે છે. શરીરમાં કોલાઇનની કમીથી યાદશક્તિમાં ઘટાડા જેવી સમસ્યાઓ થઇ શકે છે. એવામાં જો તમે એક બાફેલું ઇંડુ તમારા નાસ્તમાં સામેલ કરશો તો તમારા શરીરમાં કોલાઇનની ઉણપ નહીં સર્જાય અને વધુ સારું અનુભવશો.
Share your comments