Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

Health & Lifestyle

મેથીનું પાણી પીવાથી થાય છે ખાસ લાભ, જાણો આ અંગેની વિશેષતા

મેથીના દાણા લગભગ તમામ બીમારીનો ખાતમો કરનારી દવા છે. સામાન્ય રીતે તેનો ઉપયોગ ભોજનનું પાચન થાય તે માટે કરવામાં આવે છે. મેથીદાણાને શાકભાજી અથવા કઢીમાં નાંખવામાં આવતા મહત્વના પાક તરીકે ઓળખવામાં આવે છે.

Sukhadev Thakor
Sukhadev Thakor

મેથીના દાણા લગભગ તમામ બીમારીનો ખાતમો કરનારી દવા છે. સામાન્ય રીતે તેનો ઉપયોગ ભોજનનું પાચન થાય તે માટે કરવામાં આવે છે. મેથીદાણાને શાકભાજી અથવા કઢીમાં નાંખવામાં આવતા મહત્વના પાક તરીકે ઓળખવામાં આવે છે. તે ભોજનનો સ્વાદ વધારે છે. તેમ જ આપણા સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ લાભદાયી છે.

મેથીના બીજ વિટામીન અને ખનિજ તત્વથી ભરપૂર હોય છે. મેથીના દાણા ત્વચા તથા વાળ માટે પણ લાભદાયી છે.

મેથીનું પાણી તૈયાર કરાવની વિધિઃ

એક પેનમાં મેથીના દાણા નાંખો. આ બીજોને હળતા તાપ પર સેકીને ઉતારી લો. એક બ્લેન્ડરમાં આ બીજોને નાખી બારીક પાઉડર કરી લો. એક ગ્લાસમાં પાણીમાં 1 ચમચી મેથી પાઉડર નાંખો અને મિશ્રિત કરો. આ રીતે તૈયાર કરો મેથીનું પાણી. મહત્તમ લાભના આનંકદ માટે તમે તેને સવારે પી શકો છો.

મેથીનું પાણી પીવાથી લાભ-

 વજન ઓછું કરવામાં સહાયક

 જો તમે એક મહિના સુધી મેથીના પાણીનું સેવન કરો છો તો તેનાથી તમારા વજનમાં ઘટાડો કરવામાં સહાયક ને છે.

 બ્લડ પ્રેશરને નિયંત્રિત કરે છે

 મેથીમાં ગેલેક્ટોમેનન નામના કમાઉન્ડ અને પોટેશિયમ મળે છે, જે આપણા બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવામાં મહત્વની ભૂમિકા ભજવે છે.

કોલેટ્રોલનું લેવલ ઘટાડે છે

એક સંશોધનમાં જણાવ્યા પ્રમાણે મેથીનું પાણીનું સેવન આપણા શરીરમાં રહેલા કોલેસ્ટ્રોલ લેવલને ઓછું કરે છે.

 ગઠીયા રોગની પીડામાં રાહત આપે છે

તેના પાણીમાં રહેલા એન્ટીઓક્સિડેન્ટ અને એન્ટી ઈન્ફ્લામેટ્રીના ગુણો હોવાથી તે ગઠીયા રોગમાં થતી પીડાને ઓછી કરે છે.

કેન્સરથી બચાવે છે

મેથીમાં પૂરતાં પ્રમાણમાં ફાઈબર જોવા મળે છે, જે આપણા શરીરમાંથી ઝેરયુક્ત તત્વના નિકાલમાં સહાયક છે. તેનાથી પેટના કેન્સરથી બચાવે છે.

વાળની સમસ્યાથી છૂટકારો મળે છે

મેથીના બીજમાં પોષક તત્વ હોવાથી વાળની વૃદ્ધિમાં મદદ કરે છે. આ વાળને નિખારે છે અને વાળની સમસ્યાને દૂર કરે છે.

પાચન સમસ્યાને દૂર કરે છે

મેથીનું પાણી તમારા શરીરથી હાનિકારક ટોક્સિનને બહાર કાઢવામાં મદદ કરે છે. તે તમને પાચન સંબંધિત સમસ્યાઓથી લડવામાં મદદ કરે છે. તે અન્ય પાચન સમસ્યાઓ જેવી કે કબજીયાત અને અપચાને દૂર કરે છે.

ડાયાબિટીસમાં રાહત મળે છે

ડાયાબિટીસના રોગીઓ માટે મેથીના બીજ ખૂબ જ ઉપયોગી છે. મેથી બ્લડ સુગરનું લેવલને નિયંત્રણ કરવામાં મદદ કરે છે. મેથીના બીજમાં એમીનો એસિડ હોય છે,જે શરીરમાં બ્લડ સુગરના લેવલને ઓછું કરવામાં મદદ કરે છે.

 પથરીના ઈલાજમાં મદદ કરે છે.

મેથીનું સેવન કિડનીની પથરીના ઈલાજમાં મદદ કરે છે. મેથીના બીજ કિડનીના સ્વાસ્થ્યને મજબૂત કરે છે.

Share your comments

Subscribe Magazine

More on Health & Lifestyle

More