આજકાલ મોબાઈલ જ લોકોની લાઈફ છે, આખા દિવસ માણસ મોબાઈલમાં જ ખોવાયલો રહે છે. જેથી સતત સ્ક્રીન જોવાથી તમારી આંખો નબળી પડી જાએ છે કે પછી થવા લાગે છે.
આજકાલ મોબાઈલ જ લોકોની લાઈફ છે, આખા દિવસ માણસ મોબાઈલમાં જ ખોવાયલો રહે છે. જેથી સતત સ્ક્રીન જોવાથી તમારી આંખો નબળી પડી જાએ છે કે પછી થવા લાગે છે. આના કારણે તમે નાની ઉમ્રમાં જ ચશ્માં પહરવું પડે છે, પણ જે તમે ચશ્મા નથી પેહરવા માંગતા તો અમે તમારા માટે તામારી આંખોની રોશની ને ઠીક કરી શકે એવા કેટલાક ઘરેલુ ઉપાયો લઈને આવ્યા છીએ....
ડાયટ
આંખોની રોશની વધારવા માટે તમે તમારા ડાયટમાં કેટલાક ખાસ હોમમેડ જ્યુસ શામેલ કરી શકો છો, જેથી નબળી પડી ગઈ તમારી આંખોની રોશની ફરીથી તેજ થઈ જશે. આ છે તે જ્યુસ જેના સેવન કરવાથી તમારા ચશ્મા તમારાથી દૂર થઈ જશે.
આમળાંનું જ્યુસ
આંખોની રોશની વધારવામાં આમળાંનું જ્યુસ તમારી મદદ કરી શકે છે. તેમાં રહેલું વિટામિન સી આંખોની રોશની વધારવાનું કામ કરે છે. આમ તો તમે આમળાનો ઉપયોગ આંખોની રોશની વધારવા માટે કોઈપણ રીતે કરી શકો છો.
ગાજરનો જ્યુસ
આંખોની રોશની માટે વિટામિન એ ખુબ જ જરૂરી માનવામાં આવે છે. ગાજરમાં રહેલું વિટામિન એ રેટીનલ હેલ્થને ઈમ્પ્રુવ કરે છે. તમે ગાજરના જ્યૂસમાં ટામેટાને પણ મિક્સ કરીને પી શકો છો. આ જ્યુસ તમે નાસ્તો કરવા દરમિયાન પી શકો છો. આ જ્યુસનો કમલ એ છે કે આંખોને ધૂંધળું દેખાવાનું સમયાંતરે બંધ થઇ જશે.
પાલકનો જ્યુસ
જો તમે આંખોની રોશની વધારવા માંગો છો તો લીલા પાંદળાવાળી શાકભાજી પણ તેમાં તમારી મદદ કરી શકે છે. પાલક તમારા સ્વાસ્થ્ય માટે લાભદાયી હોય છે. પાલકનું શાક જેટલું સ્વાસ્થ્ય માટે લાભદાયી છે, એટલું જ તેનું જ્યુસ પણ સ્વાસ્થ્ય માટે ઉત્તમ છે. જો તમે રોજ એક ગ્લાસ પાલકનું જ્યુસ પીઓ છો, તો તમારી આંખોની રોશની ધીમે ધીમે વધવા લાગશે. કેં કે તેમા વિટામિન એ ઉપરાંત વિટામિન સી, વિટામિન કે, મેગ્નેશિયમ, મેન્ગેનીઝ અને આયર્ન હોય છે.
Share your comments